લોકડાઉન: સતત ફરજ બજાવી રહેલા પોલીસકર્મીના આ તસવીર થઇ રહી છે વાયરલ, જેમાં એકલા બેસીને કરે છે ભોજન

પોલીસકર્મી એકલો ખાઈ રહ્યો છે ભોજન – સલામ કરી રહી છે તેમને દેશની જનતા

આપણા ઘરમાં જો કોઈ વ્યક્તિ ડોક્ટર ન હોય, નર્સ ન હોય, પેરામેડિક સ્ટાફમાં કામ કરતી કોઈ વ્યક્તિ ન હોય કે પોલીસદળમાં કામ કરતી વ્યક્તિ ન હોય તો કદાચ આપણે તેમની સ્થિતિથી અજાણ રહીશું. કારણ કે આજે આપણે બધા ઘરમાં પોતાના કુટુંબીજનો સાથે આરામથી ક્વોલીટી ટાઈમ સ્પેન્ટ કરી રહ્યા છે, ઘરમાં જાત જાતની વાનગીઓ બનાવીને જમી રહ્યા છે, સાથે બેસીને ટીવી જોઈ રહ્યા છે, કેરમ રમી રહ્યા છે. પણ ઉપર જાણાવેલા આ લોકો પોતાના કુટુંબીજનોને મળી શકે તેમ નથી માટે તેમની જોડે સમય પસાર કરવાની તો વાત જ ક્યાંથી આવે.

image source

હાલ આવા જ દેશસેવકોની વિવિધ તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. એમાંની એક તસ્વીર એક પોલીસકર્મીની છે જે સુમસામ રસ્તા પર એકલો બેઠો બેઠો જમી રહ્યો છે. આ વ્યક્તિને જોતાં કોઈ પણનું મન તેની એકલતાને ભાંખી શકે. પણ આ પોલીસકર્મી આપણા માટે એટલે કે દેશની જનતાની સુરક્ષા માટે દેશમાં કાયદો જળવાઈ રહે તે માટે એકલા ભોજન કરવાને મજબુર બન્યો છે.

હાલ ટ્વીટર પર આ ત્સવીર ખૂબ વાયરલ થઈ રહી છે અને દેશની જનતા આ પોલીસકર્મી તેમજ અન્ય પોલીસ ફોર્સ કે જેઓ ચોવીસે કલાક સેવા કરી રહ્યા છે તેમને સેલ્યુટ કરી રહ્યા છે. અને તેમની ફરજનિષ્ઠાને બીરદાવી રહ્યા છે.

આ તસ્વીર ગૌરવ કે ચાવલા નામના એક ટ્વીટર યુઝરે શેર કરી હતી. તેને શેર કરતાં તેણે તે પોલીસ કર્મી ઉપરાંત ફ્રન્ટલાઇન પર હાજર તે દરેક પોલીસ કર્મીને સલામ કરી હતી. જો કે તેમાં આ પોલીસકર્મી કોણ છે તેમજ તે સ્થળ ક્યું છે તે વિષેની કોઈ જ માહિતી તેમાં નહોતી મુકવામાં આવી. આ તસ્વીર 30મી માર્ચે શેર કરવામા આવી હતી અને શેર થતાંની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

આ તસ્વિરને સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ રી ટ્વીટ કરી હતી અને ત્યાર બાદ સુનીલ શેટ્ટીએ પણ તેને રીટ્વીટ કરી હતી. અને ઘણા ટ્વીટર યુઝર્સે તેમને તેમના કામ માટે સલામ આપી હતી.

image source

એક યુઝરે લખ્યુ હતું કે, ભારતીય પોલીસને સલામ છે, આખાએ દેશને સંભાળવાની જવાબદારી તેમણે પોતાના પર ઉપાટી લીધી છે. તો વળી એક યુઝરે તેમના જુસ્સાને સલામ આપી છે. તો વળી એક યુઝરે આવા પોલીસ કર્મીઓને પોતાના અસલી હીરો બતાવ્યા છે.

તો વળી કેટલાક આ તસ્વીરો જોઈને ભાવુક બની ગયા હતા. અને તેવુ પણ લખ્યુ હતું કે તેમની પાસે તેમની લાગણીને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તો વળી બીજા યુઝરે લખ્યું હતું કે આવા લોકોના કારણે જ સરકાર તેમજ અમે નાગરીકો નીરાંતનો શ્વાલ લઈ રહ્યા છે. તો વળી એક યુઝરે લખ્યું છે કે જલદી જ કોરોના વાયરસનો કહેર ખતમ થઈ જશે અને બધું ઠીક થઈ જશે, અમે તમારી આ મહેનતને નક્કામી નહીં જવા દઈએ.

image source

21 દિવસના લોક ડાઉનનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ગયું છે અને બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે. લકોને પોતાના ધંધારોજગાર બંધ કરીને ઘરમાં પુરાવાની ફરજ પડી છે તો બીજી બાજુ, ડોક્ટર્સ, નર્સ, તેમજ પોલીસદળને ડબ્બલ ફરજ બજાવવાનો વારો આવ્યો છે. ભારતની સ્થિતિ હાલ કાબુમાં છે પણ ઇટાલી, સ્પેન, અને અમેરિકાની સ્થિતિ વધારેને વધારે ખરાબ થઈ રહી છે.

હાલના આંકડાની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 2032 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે તો 151 દર્દીઓને સાજા કરીને રજા આપી દેવામાં આવી છે અને 58 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં 9.37 લાખ કરતાં પણ વધારે પોઝીટીવ કેસ નોંધાયા છે અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 47256 લોકોના મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ