ગભરાશો નહિં, પણ તકેદારી જરૂર રાખો: કોરોનાના આ ગુજરાતી દર્દીએ હોસ્પિટલના પલંગ-પલંગમાં બેઠા-બેઠા કર્યા અનેક હિસાબો પૂરા

પાકો ગુજરાતી

ગુજરાતી એટલે નખશીખ ધંધાદારી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ગુજરાતી ધંધો કે ધંધાને લગતા કામકાજ કરવાનું ભૂલતો નથી. આવો જ એક કિસ્સો સુરત શહેરના ઘોડદોડ વિસ્તારના રહેવાસી ફૈઝલ ચુનારાની સ્ટોરી પણ કઈક આવી જ છે. ફૈઝલ ચુનારાએ દુબઈથી આવ્યા પછી તરત જ સુરતની સિવિલ હોસ્પીટલમાં જઈને કોરોના વાયરસનો રીપોર્ટ કરાવ્યો, આ કોરોના વાયરસ રીપોર્ટ ફૈઝલનો પોઝેટીવ આવ્યો ત્યાર પછી ફૈઝલને સતત દસ દિવસ સુધી એક રૂમમાં, એક જ જગ્યાએ ઉપરાંત એક જ બેડ પર કાઢવાના હતા જે એક ધંધાદારી ગુજરાતી વ્યક્તિ માટે થોડું અઘરું કામ છે.

image source

ફૈઝલે પોતાના આ દસ દિવસને સરળ બનાવવા માટે પોતાના એડવાઈઝરી બિઝનેસના પેન્ડીંગ રહી ગયેલા કામને પુરા કરવાનું નક્કી કર્યું માર્ચ મહિનાનો અંત એટલે કે નાણાકીય વર્ષનો અંત હોવાથી ફૈઝલે પોતાના એડવાઈઝરી બિઝનેસના હિસાબ-કિતાબને વ્યવસ્થિત કરવાનું કામ શરુ કર્યું, ઉપરાંત ઓડીટ પણ કરાવી લીધું હતું. એક રીતે ફૈઝલે હોસ્પીટલની પથારીમાં પણ પોતાનું કામકાજ શરુ રાખ્યું, આમ કામમાં દસ દિવસનો પસાર થઈ ગયો અને છેલ્લે ફૈઝલના બધા રીપોર્ટ નેગેટીવ આવ્યા અને ફૈઝલને ઘરે જવાની પરવાનગી આપી દેવામાં આવી.

જીદ કરીને ફૈઝલે ફોર્મ ભર્યું અને મારા ત્રણમાંથી એક ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો.:

image source

સુરત શહેરના ઘોડદોડ વિસ્તારના કરીમાબાગ સોસાયટીમાં રહેતા ૨૩ વર્ષીય ફૈઝલ ચુનારાનું કહેવું છે કે, હું વિદેશમાં બીઝનેસ એડવાઈઝ આપવાનું કામકાજ કરું છું એટલા માટે બિઝનેસના કામથી ૧લી માર્ચ ૨૦૨૦ના રોજ દુબઈ જવાનું થયું અને દુબઈથી ૧૫ માર્ચ, ૨૦૨૦ના રોજ મુંબઈ પહોચ્યા હતા અને મુંબઈ એરપોર્ટથી બાય રોડ સુરત પહોચ્યો હતો. ત્યાર પછી ઘરે આવ્યો પરંતુ મને તબિયત ઠીક નહી લાગતા હું અમારા ફેમીલી ડોક્ટરને મળવા ગયો જ્યાં તેમણે મને સિવિલ હોસ્પીટલમાં જઈને નોવેલ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી. ત્યારપછી હું સુરતની સિવિલ હોસ્પિટલ પહોચ્યો ત્યાં જઈને ત્યાના ડોક્ટર સાથે વાત કરી પણ તેઓ માનવા જ તૈયાર ના હોતા કે, મને કોરોના વાયરસથી સંક્રમિત હોઈ શકું.

ડોકટરે મને ત્રણ સવાલ કર્યા, શું આપને તાવ આવે છે?, માથું દુખે છે? કે પછી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે? જયારે મને ફક્ત માથું જ દુઃખી રહ્યું હતું. શરદી કે ખાંસી જેવા કોઈ લક્ષણો હતા નહી. જેના લીધે ડોકટરે મને ઘરે જવાનું કહી દીધું. તેમ છતાં, મારી ફોરેન હિસ્ટ્રી અને ઘરમાં મમ્મી અને નાનો ભાઈ હોવાના કારણે મેં જીદ કરી કે, હું કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યા વગર નહી જવ. આશરે અડધો કલાક જેટલી રકઝક કર્યા પછી મેં ડોક્ટરને કહ્યું કે, હું મીડિયાને આ વાતની જાણ કરી દઈશ. ત્યાર પછી ડોક્ટર મારો કોરોના વાયરસ ટેસ્ટ કરવા માટે માની ગયા. ત્યાર પછી મેં ફોર્મ ભર્યું અને મારા ત્રણ ટેસ્ટ કરવામાં આવ્યા, આ ત્રણ ટેસ્ટ માંથી એક કોરોના વાયરસ ટેસ્ટનું પરિણામ પોઝેટીવ આવ્યું.

ત્યાર પછી હું ૨૧મી માર્ચના રોજ સિવિલ હોસ્પીટલમાં દાખલ થઈ ગયો. દાખલ તો થઈ ગયો પરંતુ હવે સમય પસાર કરવાનો હતો. આ દસ દિવસનો સમય પસાર કરવા માટે મેં બિઝનેસનું પેન્ડીંગ વર્ક પૂરું કરવાનું નક્કી કર્યું. ઉપરાંત માર્ચ એન્ડીંગ નજીક હોવાથી બિઝનેસના હિસાબ પણ ઓડીટ કરાવી લીધા. આ રીતે હોસ્પીટલમાં રહીને દસ દિવસનો સમય પસાર કરી લીધો. દસ દિવસ પછી જયારે હું સાજો થઈ ગયો. ત્યારે સુરતની સિવિલ હોસ્પીટલમાં મને ઘર જેવું જ જમવાનું ભોજન માટે આપવામાં આવતું. મને સાજા કરવામાં મદદ કરનાર ડોક્ટર્સ, હોસ્પિટલનો સ્ટાફ, તેમજ અન્ય કર્મચારીઓનો ખુબ ધન્યવાદ છું.

ફૈઝલ ચુનારા સાથે દુબઈમાં રહેતા અન્ય ૬ મિત્રોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો.:

ફૈઝલ ચુનારા દુબઈમાં ત્યાના જ રહેવાસી એવા ૬ મિત્રો સાથે રહ્યા હતા. જેથી કરીને જેવો ફૈઝલનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો કે તરત જ આ વાતની જાણ ફૈઝલે પોતાના દુબઈ સ્થિત મિત્રોને કરીને અને તેઓને પણ કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લેવાનું કહ્યું હતું. જો કે, દુબઈ સ્થિત ફૈઝલના મિત્રોનો કોરોના વાયરસ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આથી ફૈઝલનું કહેવું છે કે, મુંબઈ એરપોર્ટ પર કોરોના વાયરસને લઈને યોગ્ય સાવચેતીના પગલાં લેવામાં નથી આવ્યા. નોવેલ કોરોના વાયરસના સંક્રમિત થવાનું મોટું કારણ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ