પ્લેનમાં એવી તે ઉંઘ આવી ગઈ કે આ મહિલા પ્લેનમાં જ એકલી રહી ગઈ.

એક મહિલા ભર ઉંઘમાં છે અચાનક તેની આંખ ઉઘડે છે અને તે જુએ છે કે બધે જ ઘોર અંધકાર છે, ક્યાંયથી કોઈ અવાજ નથી આવતો. સાવ જ સુનકાર છે. ઉભી થઈને આજુ બાજુ નજર કરે છે તો આટલા મોટા જંબો જેટ પ્લેનમાં તેણી એકલી જ છે.

આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી પણ એક વાસ્તવિક ઘટના છે. જે તાજેતરમાં જ કેનેડીયન એયરવેઝની એક મહિલા મુસાફર સાથે બની ગઈ.

ટીફની ઓબ્રિન ક્યૂબેક શહેરથી ટોરોન્ટો તરફ પોતાની બહેનપણી સાથે વિકેન્ડની રજાઓ ગાળી ફ્લાઇટમાં પરત ફરી રહી હતી. અને ટ્રીપના થાકથી તેણી મધરાતે જ ઘસઘસાટ નીંદ્રામાં સરી પડી. પણ જ્યારે કેટલાક કલાકો બાદ તેણીની આંખ ઉઘડી તો પ્લેનમાં ઘોર અંધકાર હતો તેણી સીવાય બીજું કોઈ જ ત્યાં નહોતું. અને પ્લેન થીજી જવાય તેટલું ઠંડુ હતું.

આ ઘટના ટીફની ઓ’બ્રીનની મિત્ર દ્વારા તેના ફેસબુક અકાઉન્ટ પર શેયર કરવામાં આવી હતી.

ટીફનીના જણાવ્યા પ્રમાણે તેણી એક રસપ્રદ પુસ્તક વાંચતા વાંચતા ઉંઘમાં સરી પડી. તેની આજુ બાજુની સીટો ખાલી હતી કારણ કે આખુ પ્લેન પોણા ભાગનું ખાલી હતું અને તેણી ખુશ હતી કે સુવા માટે જગ્યા મળી ગઈ. તેણી તેની ડોઢ કલાકની ટુંકી ફ્લાઈટમાં અધવચ્ચે જ નીંદરમાં સરી પડી.

તેની આંખ લગભગ મધરાતે ઉઘડી હશે. ત્યારે ફ્લાઇટ ઉતર્યાના થોડા કલાકો થઈ ગયા હતા. પ્લેનમાં ભયંકર ઠંડી હતી. અને માત્ર તેટલું જ નહીં પણ પ્લેન લોક પણ હતું.

ઓબ્રીને પોતાની બહેનપણી ડીએના નોએલ ડેલ દ્વારા શેયર કરવામાં આવેલી પોસ્ટના કમેન્ટ બોક્ષમાં આ કમેન્ટ કરી હતી. તેણીને જ ઓ’બ્રીન ક્યૂબેક મળવા ગઈ હતી. અને તેણીએ જ પોતાની મિત્રનો આ અનુભવ પોતાના ફેસબુક અકાઉન્ટ પર શેયર કર્યો.

ટીફનીને ફ્લાઇટ ક્રૂ સાથે ફરિયાદ છે કે તેમણે કેમ તેણીની હાજરીની નોંધ ના લીધી. એવી કેવી રીતે તે લોકો ઘરે જતા રહ્યા ?

જોકે હાલ એર કેનેડા ઘટનાની તપાસ કરી રહી છે જો કે તેમણે મિડિયા સાથે કોઈ પણ જાતની વધારાની માહિતી શેયર નથી કરી પણ તેઓ હાલ ટીફની એડમ્સના સંપર્કમાં છે.

ટીફની જણાવે છે કે તેણી ખુબ જ ગભરાઈ ગઈ હતી તે માંડ માંડ પોતાને સંભાળી રહી હતી. તેણીનો ફોન પણ ચાર્જ્ડ નહોતો કે તેણી કોઈને કોલ કરીને મદદ માગી શકે. તેણી ફોન પણ ચાર્જ કરી શકે તેમ નહોતી કારણ કે જ્યારે એરક્રાફ્ટ બંધ કરવામાં આવે છે ત્યારે તેનો પાવર પણ બંધ જ થઈ જાય છે.

છેવટે ટીફની પ્લેનની કોકપીટમાં ગઈ કે ત્યાં જઈને ત્યાંના કોમ્યુનીકેશન સાધનોથી તે કંઈ મદદ મેળવી શકે પણ રેડીયો કે વોકીટોકી કશું જ કામ નહોતું કરતું. ત્યાર બાદ તેણીએ ફ્લેશ લાઇટનો ઉપયોગ કર્યો કે તે જોઈ કોઈ તેની મદદે આવે.

છેવટે તેણી કોઈપણ રીતે કેબીનનો મેઇન ડોર ખોલી શકી પણ તેણી તો જમીનથી 40-50 ફૂટ ઉપર હતી.

તેણીએ તે ડોરમાંથી ફ્લેશ લાઇટથી કેટલાએ ઇશારા કર્યા અને છેવટે એક એરપોર્ટના ગ્રાઉન્ડ ક્રૂનું ધ્યાન તેના પર ગયું અને તે તેની લગેજ કાર્ટ લઈ તેણી તરફ આવ્યો. અને છેવટે તેણીને હાશકારો થયો. જો કે હજુ પણ તેણી શોકમાં છે અને હજુ પણ તેણીને ઉંઘ નથી આવતી.

પણ તમે જણાવો કે તમારી સાથે આવું થાય તો તમે શું કરો ગભરાઈ જાઓ ? કે પછી આખા ખાલી પ્લેનને એન્જોય કરો. કે પછી ફર્સ્ટક્લાસમાં જઈને સુઈ જાઓ ?

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ