શું ફરી લોકોને હસાવવા દિશા વાકાણી પાછી ફરી રહી છે ? સોશિયલ મિડિયા પર આ તસવીર થઈ વાયરલ..

શું ફરી લોકોને હસાવવા દીશા વાકાણી પાછી ફરી રહી છે ? સોશિયલ મિડિયા પર આ તસવીર થઈ વાયરલ.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani & Dilip Joshi (@disha_vakani) on


છેલ્લા લગભગ બે વર્ષથી દયાબેન વગર જાણે ગોકુલધામ સુનુ થઈ ગયું છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે શોની ટીઆરપી પણ ઘણી બધી નીચી આવી ગઈ છે. અને દયા બેનની એટલે કે દીશા વાકાણીની જગ્યા પૂરવા માટે ઘણી બધી એક્ટ્રેસીસના ઓડીશન છતાં કોઈ જ દીશા વાકાણીની જગ્યા લઈ શકે તેવું મળ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by MEMES OF TMKOC (@memesoftmkoc) on


તમને જણાવી દઈએ કે દીશા વાકાણીના લગ્ન બાદ તેણીએ તારક મહેતામાં ધીમે ધીમે કરીને કામ કરવાનું ઓછું કરી દીધું અને પ્રેગ્નન્સી દરમિયાન અને દીકરીને જન્મ આપ્યા પાદ તેણીએ તારક મહેતાકા ઉલ્ટા ચશ્માને ટાટા બાય બાય કહી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by ❤️DAYA JETHA FC❤️ (@dayajetha_mylife) on


સીરીયલના ચાહકો તરફથી સતત દીશા વાકાણીને દયાબેન તરીકે સિરિયલમાં પાછા લાવવાની ડીમાંડ થઈ રહી છે જે કોઈ કારણસર પૂરી થઈ શકાતી નથી અને છેલ્લા લાંબા ગાળાથી દયાબેનના કેરેક્ટરને કોઈને કોઈ બહાને સ્ક્રીન પર ગેર હાજર રાખવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani & Dilip Joshi (@disha_vakani) on


પણ હાલ એક ફોટો સોશિયલ મિડિયા પર શેયર કરવામાં આવ્યો છે જેમાં તે પોતાની નાનકડી દીકરી સાથે જોવા મળી છે વિધાઉટ મેકઅપ. પણ તેથી પણ વધારે ખાસ વાત એ છે કે બેકગ્રાઉન્ડમાં જાણે ગોકુલધામનું લોકેશન હોય તેવું લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by ❤️DAYA JETHA FC❤️ (@dayajetha_mylife) on


તો શું દીશા વાકાણી ખરેખર દયાબેનનું ચરિત્ર નિભાવવા પાછી ફરી રહી છે ? શું આવનારા એપિસોડમાં ફરી દયા બેન સોની ટીવીનો સ્ક્રીન ગજવતા થઈ જશે ?

અગાઉ પણ તેણીના પાછા આવવાના ઘણા બધા સમાચાર ઉડ્યા હતા જો કે હજુ સુધી તેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં “હે મા માતાજી કહેતી જોવા મળી નથી.” આશા રાખીએ કે આ વખતે સમાચાર પાક્કા હોય.

 

View this post on Instagram

 

A post shared by D@®$H@NPH0T0G®@PHy (@darshanphotogallery) on


તમને જણાવી દઈએ કે લગભગ છેલ્લા 11 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું પ્રસારણ ચાલુ છે. અને લોકોના હૃદયે હૃદયે આ ડેઈલી સોપના ચરિત્રોએ જગ્યા બનાવી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by ગુજરાતી હોવ તો follow કરો. (@hellogujarati) on


અને દયા અને જેઠાની જોડીએ રંગ જમાવી દીધો છે. લોકો દયાને જેઠા વગર અને જેઠાને દયા વગર જોઈ શકતા નથી. લગ્ન અને ત્યાર બાદ બાળકના જન્મ કારણે દીશા વાકાણી છેલ્લા ઘણા સમયથી સીરીયલથી દૂર રહી છે. અને સ્ક્રીન પર પરત ફરવા માટે બાળકના મોટા થવાની રાહ જોઈ રહી છે.


ઘણી રીતે દીશાનો સંપર્ક કરવા તેમજ તેને શોમાં પાછા લાવવાના પ્રયાસો છતાં તેણી હજુ શો પર પરત ફરી શકી નથી. અને અવારનવાર ઉડતી અફવાઓથી લોકોના દીલ પણ અવારનવાર ટુટ્યા છે. આશા રાખીએ કે આ વખતે લોકોની આશા પર પાણી ન ફરી વળે અને દીશા વાકાણી ફરી પાછી લોકોને હસાવવા લાગે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ