શરીર પર રેશેઝ થવા પર આજમાવો આ ખૂબ સરસ ઘરેલુ ઉપાય,મિનિટોમાં થઈ જશે રેશેઝ દૂર.

પરસેવાને કારણે રેશેઝ થવા પર ન કરો તેને અણદેખું,અપનાવો આ ૬ ઘરેલુ ઉપાય

ગરમીમાં પરસેવો વહેવાને કારણે શરીરનાં ઘણા ભાગોમાં રેશેઝ થઈ જતા હોય છે અને આ રેશેઝમાં ખૂબ ખંજવાળ અને ઘણીવાર તો દુખાવો પણ થવા લાગતો હોય છે. આ સીજન દરમિયાન રેશેઝ થવાની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. ખરેખર ગરમી દરમિયાન પરસેવો પડવાથી શરીર ચીકણું રહે છે,જેના કારણે જ રેશેઝ શરીરમાં થઈ જાય છે. ઘણીવાર જો આ રેશેઝ પર ધ્યાન ન આપવામાં આવે તો તેમાં ઈન્ફેક્શન પણ થઈ જાય છે. એટલે તમને જો ગરમીમાં રેશેઝ થાય છે તો તેને નજરઅંદાજ ન કરો અને તરત તેનો ઈલાજ કરો. તમે ઘણા પ્રકારનાં ઘરેલું ઉપાય આજમાવીને રેશેસને બરાબર કરી શકો છો અને તેનાથી છૂટકારો મેળવી શકો છો.

એલોવેરાએલોવેરા જેલને જો રેશેઝ પર લગાવવામાં આવે તો તે એકદમ બરાબર થઈ જાય છે. હકીકતમાં એલોવેરાની અંદર લ્યૂપિયોલ નામનું ફેટી એસિડ રહેલું હોય છે જે રેશેઝમાં થનાર દુખાવાને બરાબર કરી દે છે અને સાથે જ રેશેઝ ધીરે ધીરે ગાયબ થવા લાગી જાય છે.

પાઉડર લગાવો રેશેઝ થવા પર તમે પાઉડરનો ઉપયોગ પણ કરી શકો છો. પાઉડર લગાવવાથી રેશેઝ વાળી ત્વચા પર પરસેવો નથી આવતો અને આમ થવાથી તેમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન નથી થઇ શકતું. તમે ગરમીની સીઝનમાં સ્નાન કર્યા બાદ પાઉડર શરીર પર જરૂર લગાવો. દરરોજ પાઉડર લગાવવાથી રેશેઝ થવાથી રોકવામાં પણ આવી શકે છે. જોકે તમે આ વાતનું ધ્યાન રાખો કે તમે ફક્ત સારી ગુણવતા વાળો જ પાઉડરનો ઉપયોગ કરો.

નાળિયેર તેલ શરીરનાં કોઈપણ ભાગમાં રેશેઝ થવા પર તમે તેના પર નાળિયેર તેલ લગાવી લો. નાળિયેર તેલને રેશેઝ પર લગાવવાથી તેમાં ખંજવાળ નથી આવતી અને આ ધીરે ધીરે ઠીક થવા લાગે છે. એટલે તમને જ્યારે પણ શરીરનાં કોઈપણ ભાગ પર રેશેઝ થાય તો તમે રાત્રે સુતા પહેલા આના પર નાળિયેર તેલથી માલિશ કરી લો.

મુલ્તાની માટી લગાવો ‍મુલ્તાની માટી લગાવવાથી પણ રેશેઝથી છૂટકારો મળી જાય છે. તમારા શરીરનાં જે ભાગ પર રેશેઝ હોય તમે ત્યાં મુલ્તાની માટીનો લેપ લગાવી લો. મુલ્તાની માટીનો લેપ તૈયાર કરવા માટે તમે તેના પાઉડરમાં ગુલાબજળ કે પછી પાણી ઉમેરી દો અને પછી આ લેપને રેશેઝ પર લગાવી લો. આ લેપ લગાવતા જ તમારા રેશેઝ એકદમ ગાયબ થઈ જશે.

વેસેલીન પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલીનની મદદથી પણ રેશેઝની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. રેશેઝ થવા પર તમે વેસેલીન તેના પર લગાવી લો. વેસેલીન લગાવવાથી રેશેઝમાં નમી જળવાઈ રહે છે અને તેમાં ખંજવાળ નથી થતી.

ગુલાબજળ ગુલાબજળ લગાવવાથી શરીરને ઠંડક મળે છે. ગુલાબજળ જો રેશેઝ પર લગાવવામાં આવે તો તેમાં ખંજવાળ નથી થતી અને આ ઠીક થવા લાગે છે. રેશેઝ થવા પર તમે રાત્રે સુતા પહેલા તેના પર ગુલાબજળ લગાવી લો, આ ઝડપથી ઠીક થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ