ઓછા બજેટમાં ઉનાળામાં આ સ્થળ પર ફરવાની લો જોરદાર મજા

ઉનાળામાં હરવા ફરવાના શોખીન એવા ભારતીયો આ સ્થળોએ સૌથી વધુ ફરવાનું પસંદ કરે છે.

image source

આધ્યાત્મિક પર્યટનના વધારા સાથે, ઉનાળાની ઋતુમાં અન્ય શહેરોની તુલનામાં આ વખતે વારાણસી અને પુરી જેવા પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ હોટલ બુકિંગ વધુ થઈ રહ્યું છે. ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં ભારતીયો મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે.

પુરી, વારાણસી, તિરૂપતિ અને શિરડી જેવા તીર્થ સ્થળોની સાથે ભારતીય પર્યટન ઉદ્યોગના સૌથી મહત્વપૂર્ણ ઘટક તરીકે આધ્યાત્મિક પ્રેરણાદાયક સ્થળો ઉભરી આવ્યા છે. ટ્રાવેલ માર્કેટપ્લેસ ઇક્સીગો (Ixigo) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અધ્યયનમાં આ વાત બહાર આવી છે.

image source

આ અધ્યયન મુજબ, વધુને વધુ ભારતીયો તેમના ધાર્મિક મૂળ સાથે જોડાયેલા રહેવા માટે આ પ્રકારની મુસાફરી કરી રહ્યા હોય છે. આધ્યાત્મિક પર્યટનના વધારા સાથે, ઉનાળાની ઋતુમાં અન્ય શહેરોની તુલનામાં આ વખતે વારાણસી અને પુરી જેવા પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ હોટલ બુકિંગ વધુ થઈ રહ્યું છે.

આ અધ્યયનમાં એ બહાર આવ્યું છે કે પુરીમાં હોટલ બુકિંગમાં માસિક વધારો 60 ટકા, વારાણસીમાં 48 ટકા, તિરૂપતિમાં 19 ટકા અને શિરડીમાં 19 ટકા નોંધાયો છે.

image source

પ્રવાસીઓ ધાર્મિક સ્થળોની મુલાકાત માટે સરેરાશ બે દિવસની ટૂંકી યોજનાઓ બનાવે છે. આવાસના વિકલ્પો વિશે વાત કરીએ તો, ભારતીયો ઓછા બજેટની હોટલોમાં રોકાવાનું પસંદ કરે છે. લગભગ 82 ટકા પ્રવાસીઓ વારાણસીની બજેટ હોટલોમાં રહેવાનું પસંદ કરે છે. આ પછી શિરડી (78 ટકા), તિરૂપતિ ( 68 ટકા) અને પુરી ( 73 ટકા) નંબરે આવે છે. 32 ટકા ભારતીયો તિરૂપતિની 4/5 સ્ટાર હોટલમાં રોકાવાનું પસંદ કરે છે, જ્યારે પુરીમાં આ પર્યટકોની સંખ્યા 27 ટકા છે.

image source

ઇક્સિગોના સીઇઓ અને સહ-સ્થાપક આલોક બાજપેયીએ કહ્યું, “આધ્યાત્મિક પર્યટન ઝડપથી વધી રહ્યું છે. આધ્યાત્મિક યાત્રાને હવે ભારતના એક અનોખા પ્રવાસના વલણ તરીકે માન્યતા આપવામાં આવી રહી છે. આ જોઈને ખૂબ સારું લાગી રહ્યું છે કે આપણા દેશમાં સ્વદેશી સાંસ્કૃતિક અનુભવની શોધખોળ તરફ યુવાનોનો વલણ કે રુચિ વધી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ