પિતા-પુત્રની જોડીએ મળીને લાખોનું કરી નાંખ્યુ, તાલાલાની NRI મહિલાને એવી રીતે ઠગી લીધી કે હાહાકાર મચી ગયો

દિવસે ને દિવસે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રોજ કોઈને કોઈ ખુણેથી એકાદ ફ્રોડ પ્રકાશમાં આવતો હોય છે અને હાલમાં પણ કંઈક અવો જ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે જો દીકરો ખોટું કામ કરે તો તેમના પિતા સારા રસ્તે દોરી જાય છે. પરંતુ આ કિસ્સામાં કંઈક ઉલ્ટો જ ખેલ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે શું છે આ કિસ્સો. આ વાત છે ગીર સોમનાથના તાલાલા ગીરની.

image source

જો વાત કરીએ ફ્રોડની તો ગીરની મુળ રહેવાસી અને યુનાઇટેડ કિંગડમ (ઇગ્‍લેંડ) રહેતી એનઆરઆઇ મહિલાનું તાલાલાની એસબીઆઇ બેંકના ખાતામાં રહેલ રૂ.8 લાખની અને ડીપોઝીટની રૂ.55 લાખની મળી કુલ રૂ.63 લાખની રકમ જમા હતી. જે રકમ તાલાલાના આહીર પિતા-પુત્રએ એનઆરઆઇ મહિલાને વિશ્વાસમાં લઇ જરૂરી પુરાવા મેળવી ખોટી સહીઓ કરી હતી અને ખાતાના નોમિનેટ બની મહિલાના ખાતાની અને એફડીની કુલ રૂ.63 લાખથી વઘુની રકમ બારોબાર ઉપાડી ઠગાઇ કરી લીધી હતી.

image source

આ કિસ્સો સામે આવતાં જ ચકચાર મચી જવા પામી હતી. આ અંગે બેંક મેનેજરએે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે. પોલીસમાંથી પ્રાપ્‍ત વિગત પ્રમાણે જો વાત કરીએ તો નુસાર મુળ તાલાલાની વતની હિરાલક્ષ્‍મીબેન ઉર્ફે હિરાબેન કનૈયાલાલ ઠાકર હાલ યુનાઇટેડ કિંગ્‍ડમ (ઇંગ્લેન્ડ) રહે છે. તેમના તાલાલા એસબીઆઇ બેંકમાં થયેલ ઠગાઇ અંગે બેંક મેનેજર વિકાસસિંહાએ પોલીસને આપેલ ફરિયાદમાં જણાવેલ કે, બેંકમાં હિરાબેન ઠાકરના ખાતામાં નોમીની તરીકે દાખલ થવા પરબતભાઇ કાનાભાઇ રામ અને તેના પુત્ર હિરેન પરબત રામએ મહિલા ખાતેદારના આઘારકાર્ડ, પાનકાર્ડના કાગળોમાં ખાતેદાર મહિલાની ખોટી સહીઓ કરી ખાતામાં નોમીનેટ બન્‍યા હતા. બાદમાં એવું થયું કે મહિલાના નંબર ઉપર ચાલતા નેટબેકીંગ મેસેજ બંઘ કરાવી પોતાના નંબરો નેટ બેકીંગમાં રજીસ્‍ટર કરાવ્‍યા હતા.

image source

ત્‍યારબાદની જો વાત કરવામાં આવે તો હિનાબેન ઠાકરના ખાતામાં રહેલ રૂ.8 લાખથી વઘુની રકમ અને ત્રણ ફીક્સ ડીપોઝીટની કુલ રૂ.55 લાખની રકમ મળી કુલ રૂ.63 લાખથી વઘુની રકમ તબકકાવાર નેટ બેકીંગથી પોતાના અને પરીચીતોના ખાતામાં ટ્રાન્‍સફર કરી રકમ તફડાવી લીઘી છે. બેંક મેનેજરએ આપેલ ઉપરોકત માહિતી અને પુરાવાના આઘારે તાલાલા પોલીસે પિતા-પુત્ર પરબત રામ અને હિરેન રામ સામે આઇપીસી કલમ 465, 467, 468, 471, 120 બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

image source

હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો બન્નેને ઝડપી લેવા માટે પીએસઆઇ એમ.કે.મકવાણાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તાલાલાની વતની એવી એનઆરઆઇ મહિલા હિરાબેન ઠાકર ચારેક વર્ષ પૂર્વે તાલાલા આવેલ તે સમયે પિતા-પુત્રએ તેણીની આગતા-સાગતા કરી વિશ્વાસમાં લઇ બેંકની માહિતી જાણી જરૂરી પુરાવાઓ મેળવ્‍યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે હવે બધા આ ઘટના પછી ચિંતાના ઓથાર હેઠળ બેઠા છે અને આવા ફ્રોડથી બચવા માટે ચેતવવામાં આવી રહ્યા છે.

image source

SBI બેન્કે પણ ઓનલાઈન ફ્રોડથી બચવા માટે એક જાહેરાત કરી છે કે, સૌ પ્રથમ તો બેંકની વેબસાઈટને હંમેશા પોતાના બ્રાઉઝર અને એડ્રેસ બારમાં URL ટાઈપ કર્યા બાદ જ એક્સેસ કરવી. ગૂગલ પ્લેસ્ટોર, એપ્પલ એપ સ્ટોર, બ્લેકબેરી એપ વર્લ્ડ, ઓવી સ્ટોર, વિંડોઝ માર્કેટપ્લેસ વગેરે જેવા મોબાઈલ એપ્લીકેશન સ્ટોરથી ઓનલાઈન બેંકિગ રજૂ કરતા મૈલિશિયસ એપને ડાઉનલોડ કરતી વખતે સાવધાન રહો. આવા એપ ડાઉનલોડ કરતા પહેલા તેની ઓથેંટિસિટી બેંકથી સંપર્ક કરી ખરાઈ કરી લેવી.

image source

સાઈટને એક્સેસ કરતા પહેલા કોઈપણ ઇ-મેલમાં આપવામાં આવેલ કોઈપણ પ્રકારના લિંક પર ક્લીક કરવું નહિ. SBI અથવા તો તેના કોઈપણ પ્રતિનિધિ કસ્ટમરને એવો કોઈ મેસેજ, ઇમેલ અથવા તો કોલ નથી કરતા જેમાં વ્યક્તિગત માહિતી, પાસવર્ડ અથવા તો ઓટીપી માંગવામાં આવે. આ પ્રકારના ઇમેલ, SMS અથવા તો ફોન કોલ પર કોઈ પ્રતિક્રિયા આપવી નહિ અને તરત જ report.phishin@sbi.co.in પર રિપોર્ટ કરવી. જો તમે કોલ, SMS અથવા ઇ-મેલ પર ડ઼િટેલ આપી હોય તો પોતાના યૂઝર એક્સેસને તુરંત લોક કરી દો. કોમ્પ્યુટરને એન્ટિવાયરસ સાથે નિયમિતપણે સ્કેન કરો અને પાસવર્ડ બદલ્યા કરો. પોસ્ટ લોગઇન પેજ પર હંમેશા અંતિમ લોગ-ઇનની તારીખ તેમજ સમયની ચકાસણી કરો તેમજ બ્રાઉઝરના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ