ફુદીનાના પરોઠા – કોઈપણ પંજાબી સબ્જી સાથે મોજથી ખાઈ શકશો આ યમ્મી પરાઠા…

આજે આપણે બનાવીશું ફુદીનાના પરોઠા. આ તમે કોઈપણ પંજાબી શાક જોડે બનાવી શકો છો. અથવા તમારા ટિફિનમાં અને નાના બાળકોને અથવા તમારા હસબન્ડ ને કંઈક યુનિક આપવા માગતા હોય તો પરાઠા જલ્દીથી બની જાય તો આ રેસિપી જુઓ. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈ લઈએ.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • આમચૂર પાવડર
  • ફુદીના પાવડર
  • ઘી
  • ચાટ મસાલો
  • મીઠું
  • લાલ મરચું
  • જીરુ

રીત-

1- હવે આપણે બનાવવાનું શરૂ કરીએ.

2- સૌથી પહેલા આપણે લોટ તૈયાર કરીશું. આપણે ઘઉંનો લોટ દોઢ કપ જેટલો લીધો છે.

3- હવે તેમાં આપણે એક ચમચી મોવાણ માટે ઘી નાખીશું. જો તમે ઘી પસંદ ના કરતા હોય તો તેલ પણ યૂઝ કરી શકો છો.

4- હવે તેમાં આપણે અડધી ચમચી જીરું નાખીશું.

5- હવે આપણે પરાઠા જેવો લોટ બાંધવાનો છે. રોટલી જેટલો સોફ્ટ પણ નહીં. બહુ કડક પણ નહીં ધીમે ધીમે પાણી રેડતા જઈશું. અને બાંધતા જઈશું.

6- હવે આપણો લોટ બંધાય ગયો છે. એકદમ સોફ્ટ રાખવાનો છે. હવે તેને આપણે થોડું ઘી નો ધાબો દઈશું.

7- હવે આપણે લોટને પંદરથી વીસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું.

8- હવે આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરીશું.

9- હવે આપણે ૨ ચમચી ફુદીના પાવડર લેવાનો છે. જો તમારી પાસે સુકો ફુદીનો હોય તો તમે તે પણ તેને મસળીને તે પણ યૂઝ કરી શકો છો.

10- હવે તેમાં આપણે એક ચમચી ચાટ મસાલો નાખીશું.અને તેમાં અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું.

11- હવે તેમાં આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી નાખીશું. જો તમે વધારે તીખું પસંદ કરતા હોય તો વધારે નાખી શકો છો.

12- હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તેમાં આપણે ચાટ મસાલો નાખી ઓ છે તે પ્રમાણે નાખીશું.

13- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. આ આપણા ફુદિના પરાઠા સ્ટફિંગ તૈયાર છે.

14- ચાલો આપણે જોઈએ કે પરાઠા કેવી રીતે બને છે. હવે આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે.

15- હવે આપણે એક મોટી સાઇઝનું ગુલ્લુ લઈશું.અને તેને સાથે થોડું અટામણ લઈ ને વણી લઈશું.

16- આપણે આખું ગોળ વણી લઈશું. અને રોટલી કે પરાઠા વણો તેવું વણી લઈશું.

17- આપણે તેને બહુ પાતળું નથી કરવાનું તેને નોર્મલ જાડુ રાખીશું. હવે આપણે તેની ઉપર થોડું ઘી કે તેલ લગાવીશું.ઘી માં પરાઠા વધારે સ્વાદિષ્ટ લાગે છે.

18- હવે આપણે જે ફુદીના માટે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે હાથ થી થોડું થોડુ ભભરાવી દઈશું.

19- હવે આપણે તેને હાથ થી સ્પ્રેડ કરી લઈશું.એટલે બધી બાજુ આવી જાય.

20- હવે આપણે તેને ફોલ્ડ કરીએ છે તે તમે વીડિયોમાં ધ્યાનથી જોજો.

21- સૌથી પહેલા પણ ઉપરથી ફોલ્ડ કરીશું. હવે તેની પર પાછું ઘી લગાવીશું.અને ફરી તેની પર હલકુ મસાલો ભભરાવીશું.

22- હવે આપણે બીજી બાજુથી બીજુ ફોલ્ડ કરીશું. અને તેની પર થોડું ઘી લગાવીશું. અને થોડો મસાલો ભભરાવી શું.

23- હવે આપણે ચારે બાજુથી ફોલ્ડ કરવાનું છે. હવે આપણે થોડું અટામણ નાખીને ફરીથી વણી લઈશું.

24- હવે આપણા પરાઠા વણાય ગયા છે. હવે આપણે તેને લોઢી પર શેકી લઈશું.

25-હવે આપણે લોઢી પર મુકીશું. એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ બરાબર શેકવાનું છે.

26- હવે તમે વીડિયોમાં જોઈ શકો છે કે આપણું પરાઠું ફુલવા લાગ્યું છે. હવે તેમાં ઘી મૂકીને શેકી લઈશું.

27- તમે ઘીના બદલે તેલ પણ વાપરી શકો છો. પણ ઘી સરસ લાગે છે.

28- હવે આપણે તેને પ્રેસ કરી ને શેકી લઈશું.આપણા પરાઠા સરસ ફૂલ્યા છે.હજુ પણ ઘી લગાવીશું.

29- હવે તેને હલકુ હલકું પ્રેશ કરીશું. હવે આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ થયા છે.

30- આપણા પરાઠા ગરમાગરમ તૈયાર થઈ ગયા છે. છેને એકદમ સરળ રીત તો આ રીત થી તમે ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.