મળો રાજનીતિમાં માહિર આ પરિવારોને, જ્યાં પરિવારના સભ્યો છે અલગ પાર્ટીઓમાં

કહેવાય છે કે સત્તા મએળવવા માટે લોકો પોતાનું સર્વસ્વ છોડી દેતા હોય છે. આજના સમયમાં અનેક એવા પરિવારો છે જ્યાં સભ્યો સામ સામે આવીને ચૂંટણી લડે છે. ચૂંટણીના માહોલમાં કાકા-ભત્રીજા, ભાઈ-બહેન, મા-દીકરી અને પતિ પત્ની એકમેકની વિરુદ્ધમાં ઊભા છે. આવા લોકો પર વિશ્વાસ કરવાનું પણ કદાચ મુશ્કેલ બને છે.

ભાજપના સાંસદની પત્ની જોડાયા ટીએમસીમાં

image source

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી જલ્દી થવાની છે એવામાં રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે. આ સમયે ભાજપના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડળે તૃણમૂલ કોંગ્રેસનો સાથ આપ્યો છે. તેનાથી નારાજ સૌમિત્ર ખાનની પત્નીને તલાકની અરજી પણ આપી દીધી છે.સૌમત્ર પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર લોકસભા સીટથી ભાજપની ટિકિટ પર સાંસદ છે.

આ દંપતિ અલગ અલગ પાર્ટીઓમાં સામેલ છે

image source

આવું પહેલીવાર થયું નથી જ્યારે કોઈ કપલ અલગ અલગ પાર્ટીઓમાંથી આમને સામને હોય. બિહારના બાહુબલી નેતા પપ્પૂ યાદવ જન અધિકાર પાર્ટીમાં સામેલ છે તો પત્ની રંજીત રંજન કોંગ્રેસમાં સામેલ છે. પપ્પૂ યાદવ એક નેતા હોવાની સાથે સાતે સામાજિક કાર્યકર્તા પણ છે. જે સમય સમયે જનતાની સેવા કરવા માટે આગળ રહે છે.

સામ સામે આવ્યા ચૌટાલા પરિવારના બંને ભાઈઓ

image source

હરિયાણાના ચૌટાલા પરિવારના દેવીલાલ ચૌટાલાથી શરૂ થયું પણ ધીરે ધીરે તેને બે ભાઈઓમાં વહેંચી દેવાયું, એક સમયે બંને ભાઈઓની લડાઈએ રાજકીય સ્વરૂપ લઈ લીધું. ઈન્ડિયન નેશનલ લોકદળના નેતા ઓમ પ્રકાશ ચૌટાલાના 2 દીકરા છે. અજય અને અભય. અજય જેલમાં છે અને આ કારણે સત્તા અભય ચૌટાલા પાસે છે. 2014માં ચૌટાલા પરિવારના દુષ્યંત ચૌટાલા હિસાર લોકસભા સીટથી જીતીને સૌથી નાની ઉંમરના સાંસદ બન્યા હતા. તે અજય ચૌટાલાના પુત્ર છે.

રાહુલ- વરુણ ગાંધી

image source

આ બંને પણ અલગ અલગ પાર્ટીઓમા છે. ગાંધી પરિવારના આ બંને વારસદારો છે. રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે તો વરુણ ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ છે. રાહુલ ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના દીકરા છે તો વરુણ ગાંધી સંજય ગાંધીના દીકરા છે.

સોનિયા- મેનકા ગાંધી

image source

ભારતની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની 2 વહુઓ છે. સોનિયા અને મેનકા ગાંધી. કહેવાય છે કે આપસી મતભેદના કારણે સોનિયા ગાંધી અને મેનકા ગાંધી ક્યારેય સાથે જોવા મળ્યા નથી. સોનિયા ગાંધી કોંગ્રેસમાં છે તો મેનકા ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ છે.

શરદ યાદવ- સુભાષિની રાજ રાવ

image source

લોકતાંત્રિક દળના નેતા શરદ યાદવ રાજનીતીમાં અનુભવી વ્યક્તિ ગણાય છે. તો તેમની દીકરી સુભાષિની રાજ રાવ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ છે. સુભાષિનીએ સાહસિક પગલાં લેતા પિતાની વિરુદ્ધમાં કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ