ગુલાબી લહેંગામાં ઇશા અંબાણી લાગી એકદમ મસ્ત, જોઇ લો તસવીરોમાં તમે પણ…

ગુલાબી લહેંગા ચોલીમાં ઇશા અંબાણી પીરામલે રોયલ અવતારમાં કરાવ્યું ફોટોશૂટ, લગ્ન પછી વધુ ગ્લેમરસ લાગે છે… જુઓ ફોટોઝ

image source

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્ન ખાસા સમય સુધી મીડિયામાં હેડલાઇન્સ તરીકે બની રહ્યા હતા. ઇશા અંબાણી પણ તેના મોહક હાવ – ભાવ અને સાદગી ભરી સરળ અને સોબર શૈલીમાં સુંદર વ્યક્તિત્વ ધરાવે છે.

એક રીતે જોઈએ તો, ભલે ઇશાનો દેખાવ મોર્ડન લૂક ન હોઈને તે ટ્રેડિશનલ ફેસ ધરાવે છે પરંતુ તેના ઉપર વેસ્ટર્ન આટફિટ્સ પણ એટલાં જ સારા લાગે છે. પરંતુ તે જ્યારે પણ ભારતીય સંસ્કૃતિના વસ્ત્રો પહેરે છે ત્યારે તેની સાદગી તેની સુંદરતામાં કાયમ વધારો કરે છે.

image source

ઇશાએ કરાવ્યું નવા અવતારમાં ફોટોશૂટ…

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી ઘણીવાર મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ઈશાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર તેમના લગ્નજીવન શરૂ થયા બાદની છે.

આ તસવીરોમાં ઈશાએ પિંક કલરના લહેંગા – ચોલી પહેર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે આ લહેંગા અબુ જાની અને સંદિપ ખોસલાએ ડિઝાઇન કર્યું છે. તસવીરમાં ઈશાને ગળામાં ચોકર પહેરેલી જોવા મળી રહી છે.

image source

ઇશાના લગ્નને હજુ હવે, એક વર્ષ થશે…

ગત વર્ષે ૧૨ ડિસેમ્બરે ઇશાના લગ્ન આનંદ પીરામલ સાથે થયા હતા. આ દંપતીના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ શેર થયા અને દર્શકો દ્વારાને ભારે પસંદ પણ કરવામાં આવ્યા હતા.

આ પછી, ઇશા તેના ભાઈઓના લગ્નમાં તેના પિયેર એન્ટિલિયામાં પ્રી ડેટિંગ સમારોહમાં પણ જોવા મળી હતી. પરંતુ તાજેતરમાં જ ઈશાની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

image source

કેવો છે આ ફોટોઝમાં તેનો ગેટઅપ…

સંદિપ ખોસલા અને અબુ જાની એથેનિક વેર માટે ખૂબ જ જાણીતા છે. તેમની ડિઝાઈનમાં હેન્ડ વર્ક ખૂબ જ જોવા મળે છે આ સ્ટાઈલિશ ગુલાબી રંગના લહેંગામાં પણ બારીક એમ્બોઈડરી કરેલ છે. જેમાં ઇશા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

image source

તે એકદમ સ્માઈલિંગ ફેસ સાથે બહુ જ ખૂબસૂરત અને કોન્ફિડન્ટ લાગે છે. વાળ ખુલ્લા રાખ્યા છે અને આખો લુક એકદમ સિમ્પલ હોવા છતાં ગ્લેમરસ છે. તેણે એકદમ લાઈટ મેકઅપની સાથે કપાળે નાનકડી બીન્દી પણ કરી છે. જે તેને કમપ્લીટ ટ્રેડિશનલ લુક આપે છે.

તેણે ગળામાં ડાયમંડ ચોકર સેટ પહેયો છે અને સાથે કાનમાં મેચિંગ ડાયમંડ સ્ટડ પહેર્યા છે. હાથમાં હેવી ડાયમંડ બેન્ગલ્સ અને બંને હાથમાં મેચિંગ લાગે તેવી ડાયમંડની વીંટીઓ પણ પહેરી છે. કોઈ પ્રિન્સેસ કે રાજકુમારી જેવી આ ગુલાબી લહેંગામાં ઇશા લાગી રહી છે.

image source

ઇશાએ ફેશન મેગેઝિનને પોતાની ફેશનની પસંદગી વિશે આપ્યો હતો ઇન્ટરવ્યૂ…

થોડા સમય પહેલાં ઇશાએ વોગ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેના કપડાં અને ફેશન વિશે ઘણી વાતો જણાવી હતી. તે કહે છે કે મને કામ પર કોટનના કુર્તા અથવા પ્રિન્ટૅડ કુર્તા પહેરવાનું ગમે છે.

image source

મને લાગે છે કે ભારતીય હોવું એ મારી માટે એક શ્રેષ્ઠ બાબત છે અને તે છે – આપણાં કપડાં. હું યુ.એસ.માં રહી હતી ત્યારે પણ, હું કામ પર ફોર્મલ, વેસ્ટર્ન કે કોર્પોરેટ આઉટ ફિટ નહોતી પહેરતી. કારણ કે બ્લેઝર આખો દિવસ પહેરી રહેવું મારા માટે કંઈ દુખદાયક સપનાથી ઓછું નહોતું.

તે ફક્ત પાતળા લોકો માટે અનુકૂળ છે એવું મને લાગે છે. એક કર્વ બોડી ઉપર તમે સ્કર્ટ અને પેન્સિલ હિલ પહેરી શકો છો પણ મારી માટે પ્રથમ પસંદગી તો ભારતીય અને આંતરરાષ્ટ્રીય ડિઝાઇનર કપડાં પહેરવાની જ હોય છે.

અંબાણી પરિવારે કર્યું હતું દિવાળી પાર્ટીનું આયોજન…

image source

દર વર્ષની જેમ આ વખતે પણ અંબાણી પરિવારે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સાથે તમને જણાવી દઇએ કે આ વખતે દિવાળીની પાર્ટી અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ હતી કારણ કે અંબાણી પરિવાર સાથે પુત્રવધૂ શ્લોકા મહેતાના લગ્ન પછીની આ પહેલી દિવાળી હતી.

આ સેલિબ્રેશનમાં બિઝનેસમેન ઉપરાંત બોલિવૂડ અને ક્રિકેટર સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. બધા સ્ટાર્સ એથનિક લુકમાં જોવા મળ્યા હતા. ભારતીય પહેરવેશમાં તમામ સેલિબિટીઝ ખૂબ જ શોભતા હતા. તે જ સમયે, ઇશા પણ તેના પતિ આનંદ પીરામલ અને સાસુ સાથે પહોંચી હતી. ઇશાએ દિવાળી પાર્ટીમાં કંજીવરમની રેશ્મી સાડી પહેરી હતી.

image source

ઇશા અંબાણીએ સાડીમાં બધાનું ધ્યાન ખેંચ્યું

જો આપણે ઇશા અંબાણી વિશે વાત કરીએ તો ઈશા કોઈપણ રીતે તેના કપડાં અને સ્ટાઇલ વિશે હેડલાઇન્સમાં રહે છે. આ દિવાળીએ પણ ખૂબ જ સુંદર સાડીની પસંદગી કરી હતી. ઇશાએ બ્લેક કલરની સાડી પહેરી હતી જે અન્ય સાડીઓથી સાવ જુદી છે.

image source

તેણે પોતાના માટે અબુ જાનીના સંગ્રહમાંથી શ્રેષ્ઠ પોશાક પસંદ કર્યો છે. તેણે આ સાડી સાથે ખૂબ જ ઇન્ટરેક્ટિવ બીટ શોલ્ડર બ્લાઉઝ પહેરેલ છે. આ આખા ડ્રેસઅપથી લોકોનું ધ્યાન ઈશા તરફ ખેંચાયું હતું. ઇશાનું ડેસિંગ કાયમ રહે છે, ચર્ચામાં…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ