રિતેશ-જેનિલિયાએ જીમની બહાર આપ્યા સુપર ડુપર પોઝ, એક ક્લિકે જોઇ લો તમે પણ…

રિતેશ અને જેનીલિયાને જીમમાંથી બહાર નીકળતાં મીડિયાએ કર્યાં સ્પોટ, ક્યુટ કપલે આપ્યા કૂલ પોઝ, જુઓ ફોટોઝ…

image source

આભિનેતા રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝાને એકસાથે જીમમાંથી પાછા આવતા દેખાયા, ત્યારે આ ક્યુટ કપલને કેમેરા સામે એકદમ કૂલ પોઝ આપતી વખતે પાવર મોડમાં જોવા જોવા મળ્યા હતા.

બી-ટાઉનના સૌથી સુંદર યુગલોમાંથી એક એવા રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝાનું પણ નામ લઈ શકાય છે. આ કલપ અવારનવાર તેમના આઉટિંગના સમાચારોને લઈને મીડિયામાં છવાયેલાં રહે છે. આ કપલને બોલીવુડના એકદમ બિન્દાસ કે કૂલ કપલ પણ જરૂર કહી શકાય છે.

image source

બંનેએ વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ તુઝે મેરી કસમ માં પહેલીવાર એક સાથે અભિનય કર્યો હતો અને તરત જ બંને સંબંધમાં બંધાયા હતાં. તે પછી તેઓ મસ્તી, તેરે નાલ લવ હોગાયા અને લાઇ ભારી જેવી ઘણી ફિલ્મોમાં એક સાથે જોવા મળ્યાં હતાં.

બંને લવ બર્ડસ તેમની પહેલી ફિલ્મ પછી જ પ્રેમમાં પડ્યાં હતાં અને વર્ષોના સાથ પછી, તેઓએ ૩ ફેબ્રુઆરી, ૨૦૧૩ ના રોજ લગ્નની ગાંઠે બંધાઈ ગયાં હતાં, તેમને સંતાનમાં બે દીકરાઓ છે જેમના નામ રિઆન અને રિહાન છે.

image source

આ ક્યુટ કપલ આપણી સામે એક આદર્શ દંપતીની શ્રેણીમાં તેમનું નામ મૂકવા માટે પણ પ્રેરે એવું છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ ખાસો એવો રસ લેતાં હોય છે…

રિતેશ અને જેનિલીયા વીતાવે છે સારો સમય…

image source

આ બોલીવુડ કપલ, અનેકવાર એક સાથે જુદા જુદા રેસ્ટોરંટ અને કોફીશોપ પર એક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં દેખાય છે રીતેશ અને જેનીલિયા ઘણીવાર કોફી ડૅટ પર જતાં, સેલિબ્રિટી પાર્ટીઓ અને સોશિયલ ફંકશન અને ગેટ ટૂ ગેધરમાં સાથે જતાં – આવતાં જોવા મળે છે.

image source

આ કપલ માટે કહીએ તો એ વાત સરાહનીય છે કે તેમના વ્યસ્ત સમયની વચ્ચે, રિતેશ તેની લેડઈ લવ સાથે સારો સમય પસાર કરવા માટે ઘણીવાર થોડી ક્ષણો જરૂર કાઢી લે છે.

જીમમાંથી બહાર આવતાં મીડિયાએ ઝડપ્યાં…

તાજેતરમાં, એકસાથે જીમિંગ કરીને બહાર આવતાં આ સેલિબ્રિટી દંપતી ફરી એકવાર મીડિયાની સામે સ્પોટ થઈ ગયું હતું. તેઓ તેમના પાવર કપલ મોડને આગળ લઈ જતાં હોય તેવું લાગે છે, બંને એકબીજાં સાથે એકદમ ખુશ દેખાતા હતાં.

image source

કેઝ્યુઅલ વેરમાં દેખાયાં રિતેશ અને જેનિલીયા…

જીમિંગ કરીને પાછા આવતી વખતે આ પાવર કપલે મીડિયા સામે આવતાં ખૂબ જ સહજ રીતે રીએક્ટ કર્યું હતું. તેઓ હસતા ચહેરા સાથે બહાર આવી રહ્યાં હતાં. જેનીલિયાએ ડાર્ક ગ્રીન ટ્રેકસૂટ અને ગ્રે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા જ્યારે રિતેશ નેવી બ્લુ ટી અને ગ્રે ટ્રાઉઝરની સાથે નિયોન ગ્રીન સ્પોર્ટસ શૂઝમાં જોવા મળ્યો હતો. ફોટોઝ જોઈએ આ કપલની એનર્જી તમે જાતે જ ફિલ કરી શકશો…

image source

રિતેશ પાસે છે વધુ નવા પ્રોજેક્ટ્સ…

કામની રીતે કહીએ તો રિતેશ પાસે ઘણી ફિલ્મો પેન્ડિંગ છે, રિતેશને આપણે તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા સાથે મરજાવાન ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળ્યા હતા, જ્યાં તેમણે દ્વાર્ફ વિલનની ભૂમિકા નિભાવી હતી.

image source

તેની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો એહમદ ખાનની એક્શન થ્રિલર બાગી 3માં કોસ્ટાર તરીકે ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સાથેની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ