“બેસ્ટ ગેમ 2019″” માટે ગૂગલે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ગેમને કરી નોમિનેટ”

ઇન્ડિયન એર્ફોર્સની પ્રથમ વિડિયો ગેમને ગૂગલે બેસ્ટ વિડિયો ગેમ્સ માટે નોમિનેટ કરી, આ ગેમને જીતાડવા માટે ઇન્ડિયન એરફોર્સે ટ્વિટર પર પોતાના ફેન્સને વોટ કરવા માટે કરી અપિલ

image source

ગયા વર્ષે ભારતીય વાયુસેનાએ પોતાની પ્રથમ વિડિયો ગેમ લોન્ચ કરી હતી જેને અપાર સફળતા મળી હતી. અને હાલ ગુગલે બેસ્ટ વિડિયો ગેમ્સમાં ઇન્ડિયન એરફોર્સની વિડિયો ગેમ “ઇન્ડિયન એર ફોર્સઃ અ કટ એબોવ” ને પણ બેસ્ટ વિડિયો ગેમ્સ તરીકે નોમીનેટ કરી છે. અને ભારતીય એરફોર્સે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ટ્વીટ કરીને તેમના ફેન્સને આ ગેમને યુઝર્સ ચોઈસ ગેમ કેટેગરી 2019માં જીતાડવા માટે વોટ કરવા અપીલ કરી છે.

તમને જણાવી દઈએ કે આ ગેમ ભારતીય વિંગ કમાન્ટ અભિનંદર વર્ધમાન પર આધારિત છે. જેને ગુગલે યુઝર્સ ચોઈસ ગેમ કેટેગરીમાં નોમિનેટ કરી છે. હાલ ઇન્ડિયન એરફોર્સ પોતાની આ પ્રથમ વિડિયોગેમની સફળતાથી ખુબ જ ખુશ છે. તેમની આ ગેમ એક 3D ગેમ છે.

image source

આ ગેમનું ટીઝર 20 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં બતાવામાં આવ્યું હતું કે આ એક સિંગલ પ્લેયર ગેમ છે અને તેમાં એરિયલ કોમ્બેટ માટે ઘણાબધા ફાઇટ જેટ્સનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર બાદ આ ગેમને આ વર્ષની 31મી જુલાઈએ લોન્ચ કરવામાં આવી હતી. આ ગેમનો ઉદ્દેશ ભારતના યુવાનોને ઇન્ડિયન એરફોર્સ તરફ આકર્ષવાનો છે અને યુવાનોમાં દેશપ્રેમનો જુસ્સો ઉભો કરવનો છે. આ ગેમને પૂર્વ ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ લોન્ચ કરી હતી.

image source

ઇન્ડિયન એરફોર્સઃ અ કટ એબોવ ગેમને અત્યાર સુધીમાં ગુગલ પ્લે પરથી 10 લાખ કરતાં પણ વધારે વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આ ગેમમાં જે કેરેક્ટર બતાવવામાં આવ્યું છે તે વિંગ કમાન્ડર અભીનંદન વર્ધમાન જેવું દેખાય છે.

image source

ગેમમાં અભિનંદન વર્ધમાન જેવો દેખાતો પ્લેયર રાખાવા પાછળ ખાસ કારણ એ છે કે જે રીતે વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનમાં ઘુસીને દુશ્મનોને પછાડ્યા હતા અને તેના કારણે જે રીતે તે ભારતના હીરો બની ગયા હતા તે જોઈને તેઓ ભારતના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા હતા. આ ગેમમાં પણ ભારતીય વાયુસેના અને અભિનંદન જેવી જ બહાદુરી બતાવવામાં આવી છે.

આ ગેમમાં ગેમ રમનારને ભારતના શસ્ત્રો વિષે પણ જાણકારી મળે છે.

image source

ગેમ જ્યારે શરૂ થાય છે ત્યારે તે જ ફાઇટર જેટ મિગ-21 પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના દ્વારા વિંગ કમાનંડર અભિનંદન પાકિસ્તાનના એફ-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. ગેમમાં અભિનંદનને મિગ-21 સાથે ઉભા રહેલા બતાવવામાં આવ્યા છે.

image source

આ સિવાય ભારતિય એરફોર્સમાં ઉમેરાવા જઈ રહેલા રાફેલ પ્લેનનો પણ આ ગેમમાં ઉપયોગ કરવામા આવ્યો છે. સામાન્ય રીતે આપણી વિડિયો ગેમને લઈને એવી માન્યતા છે કે તે બાળકોને બગાડે છે જે ઘણા અંશે સાચી જ છે પણ આ પ્રકારની ગેમ બાળકોમાં દેશ પ્રેમની ભાવના જન્માવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ