આ વસ્તુઓ કરો બાળકોને ગિફ્ટ, થઇ જશે એકદમ ખુશ-ખુશ

કઈ ભેટ બાળકો માટે યોગ્ય છે?

image source

એવી ઘણી ભેટો છે કે જે તમે બાળકોને આપી શકો છો અને તેમનું જ્ઞાન વધારવામાં તમે એમની મદદ કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ આવી જ કેટલીક ભેટો વિશેની માહિતી.

મોટેભાગે એવું જોવા મળે છે કે માતાપિતા તેમના બાળકોને ખુશ કરવા અથવા કોઈ ખાસ પ્રસંગે ભેટ કે ગિફ્ટ આપવાનું પસંદ કરતા હોય છે. માતાપિતાના મનમાં એવો જ વિચાર આવે છે કે બાળકને ભેટમાં નવા મનપસંદ કપડાં અથવા નવા રમકડાં જ આપવા જોઈએ, જ્યારે તેમને કંઈક એવું આપવું જોઈએ જે તેમને ગમે તો ખરું જ પણ સાથે સાથે તેમનું જ્ઞાન વધારવામાં પણ મદદરૂપ બને.

image source

હા, એવી ઘણી ભેટ છે કે જે તમે બાળકોને આપી શકો છો અને તેમનું જ્ઞાન વધારવામાં મદદ કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ આવી જ કેટલીક ભેટો વિશેની માહિતીને.

જ્ઞાન વધારવા માટે:-

image source

જો તમે બાળકોને કંઈક સારું શીખવવા માંગતા હો, તો તેમના માટે ભેટ રૂપે નવા રમકડા ખરીદવાને બદલે, સંગ્રહાલય, વૈજ્ઞાનિક પ્રદર્શન, મનોરંજન પાર્ક વગેરેની ટિકિટ ખરીદો અને તેમને ત્યાં લઈ જાઓ અને તેમને ત્યાંની નવી વસ્તુઓ વિશે માહિતી આપો. તેઓ કંઇક નવું જોઈને ખુશ થશે અને સાથે સાથે તેમનું જ્ઞાન પણ વધશે.

છોડ ભેટરૂપે આપો:-

image source

જો તમે બાળકોને છોડ ભેટરૂપે આપશો તો, તેઓ પર્યાવરણની બાબતે જાગૃત બનશે. તેમને આ છોડ ઘરના આંગણા અથવા બાલ્કનીમાં જાતે જ રોપવાનું કહો અને તેની સંભાળ રાખવાનું પણ કહો. સમયાંતરે છોડ વધતો જોઈને બાળકોને ખુશ પણ થશે.

બાળકોના શોખ કે રુચિ પ્રમાણે તેમને ભેટ આપો:-

image source

બાળકોને હંમેશા તેમના શોખ કે રુચિ અનુસાર ભેટ આપો. જો બાળકને ડ્રોઇંગ-પેઇન્ટિંગ અથવા સંગીતનો શોખ છે, તો પછી તેઓને કલર બોક્સ, ડ્રોઇંગ પેપર, તે મના મનપસંદ ગિટાર, માઉથ ઓર્ગન વગેરે ગિફ્ટ તરીકે આપો. જેનાથી તેમની સર્જનાત્મકતા વધશે અને તેઓને આ ભેટ આગળ પણ કામ આવી શકશે.

યાદોને જાળવી રાખવા:-

image source

તેના બાળપણની યાદોને જીવનભર માટે તરોતાજાં રાખવા માટે, તેમને એક આલ્બમ જરૂરથી ભેટ આપો. તેમાં તેમને તેમના નવા અને જૂના ફોટા લગાવવા માટે કહો. જેને તે મોટો થઈ ને જોઈને ખુશ અને ગર્વ નો અનુભવ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ