તમારા બાળકને ગળ્યુ ખાવાની આદત વધારે પ્રમાણમાં છે? તો બદલો આ ટેવ કારણકે…

મોટાભાગના બાળકોને ગળી વસ્તુ ખાવાની પસંદ હોય છે. ચોકલેટ,કેક, પેસ્ટ્રી જ્યૂસ, કુકીઝ,જેલી,ચિંગમ જેવી અનેક વસ્તુ બાળકોને ખાવાની મજા પડી જાય છે.

image source

પણ ઘણી વાર તો બાળકો આના માટે જીદ અને ગુસ્સો પણ કરે છે. પણ આતો દરેક વ્યક્તિ જાણે જ છે કે વધુ પડતું ગળ્યું ખાવાથી સ્વાસ્થ પર એની ખરાબ અસર પડે છે અને બાળકો માટે તો ખતરનાક સાબિત થાય છે. વધુ પડતી ગળી વસ્તુ ખાવાથી માત્ર બાળકોના દાંત પર જ એની ખરાબ અસર પડશે એવું નથી પરંતુ એમનામાં બ્લડ સુગર, મોટાપા અને બીજી ઘણા પ્રકારની ગંભીર બીમારીનો ભય ઊભો થાય છે.

માટે જ બાળકોને વધુ પડતી ગળ્યું ખાવાની લત છોડાવવી જ જોઇએ. આ સાથે જાણો આ માટેના ઉપાયો..

ઘરે બનાવેલા ગળ્યા પ્રદાર્થો

image source

બજારમાં મળતા દરેક ગળ્યા પદાર્થોમાં ખૂબ વધુ પ્રમાણમા ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોને કુકીજ,કેક,કેન્ડી વગેર બને ત્યાં સુધી ઓછું આપવું જોઇએ. બાળકોને ઘરની બનાવેલી વસ્તુઓ આપો. ઘરમાં તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો કુકીજ,કેક વગેરે પણ બનાવી શકો છો. ડ્રાયફ્રૂટ અને નટ્સની મદદથી પણ તમે કેકે બનાવી શકો છો.

image source

હલવો,ગળી પૂરી,દલિયા વગરે પણ બનાવી શકો છો. માત્ર એટલુ ધ્યાનમાં રાખો કે ઘરે બનાવો એમાં સફેદ ખાંડનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઇયે. આમાં તમે બ્રાઉન સુગર કે ગોળનો ઉપયોગ કરી શકો છો. આના કરતાં પણ વધુ સારું તો એ જ છે કે તમે ડ્રાયફ્રુટની મદદથી જ ગળી વસ્તુ બનાવો જેમ કે કિસમિસ,ખજૂર,વગેરની મદદથી પણ વસ્તુમાં ગળપણ ઉમેરી શકાય છે.

યોગર્ટ ખવડાવો

image source

બાળકોને આઇસ્ક્રીમ, કુલ્ફી,કોલ્ડડ્રિંક વગેરે આપવાને બદલે તમે બાળકોને યોગર્ટ ખવડાવો. ફ્લેવરવાળા યોગર્ટ બાળકોને પસંદ પડે છે અને સાથે જ આમાં ખાંડનું પ્રમાણ ઓછુ હોય છે.આના સિવાય પણ યોગર્ટ પ્રોબાયોટીક ફૂડ છે એટલે એ બાળકો માટે હેલ્ધી ગણાય છે. યોગર્ટમાં પ્રોટીનની માત્ર સારા પ્રમાણમાં હોય છે જે બાળકોના વિકાસ માટે જરૂરી છે.

ગળ્યા ડ્રિંક આપવા નહીં

image source

તમે જાણીને હેરાન થઈ જશો કે 1 લિટર કોલ્ડડ્રિક બનાવવા માટે લગભગ 110 ગ્રામ ખાંડનો ઉપયોગ થાય છે. કોલ્ડડ્રિંક સિવાય તમે ફ્રૂટ ડ્રિંક જેમકે મેંગો(કેરી) ફ્લેવર,ઓરેંજ ફ્લેવર,લીંબુ-પાણી ફ્લેવર,વગેરેમાં ખૂબ વધુ પ્રમાણમા ખાંડ હોય છે. આના સેવનથી બાળકોને નુકશાન પહોંચે છે. એટલે જ કોલ્ડડ્રિંકને બદલે સૌથી વધારે સુગરનું પ્રમાણ કોલ્ડડ્રિંકમાં હોય છે.

image source

એટલે આનું સેવન બાળકોને નુકશાન પહોંચાડી શકે છે. એટલે બાળકોને કોલ્ડડ્રિંક આપવાની જગ્યાએ ઘરે જ મીઠા અને ચટપટા ડ્રિંક બનાવીને બાળકોને આપો,જે બાળકોને પસંદ પણ આવશે જેમ કે કેરીનો પન્નો, લીંબુ શરબત,સ્મૂધી,શેક,વગેરે જે બાળકોના સ્વાસ્થને નુકશાન પહોંચાડશે નહીં.

સવાર-સવારમાં સિરિયલ્સ ના ખવડાવો

image source

બાળકોને સવારે નાસ્તામાં સિરિયલ્સ પહેલી પસંદ માનવમાં આવે છે જેમ કે કોર્ન ફ્લેક્સ,મુસેલી અને અન્ય પેકેટવાળી વસ્તુઓ આપવી નહીં. આના સેવનથી અચાનક એમનું બ્લડ સુગર વધી શકે છે. આના સિવાય નાસ્તામાં જેમ કે પૌઆ,ઓટ્સ,દલિયા,ઉપમા વગેરે જેવા નાસ્તા એમના માટે ફાયદાકારક બની શકે છે. આમાં ફાયબરની માત્ર સારા એવી પ્રમાણમાં હોય છે અને સાથે જ તમે આને ઘરે જ હેલ્ધી વસ્તુ ઉમેરીને પણ બનાવી શકો છો.

બાળકોને ગળપણનું નુકશાન બતાવો

image source

આ બધી વાતોનું ધ્યાન રાખવાની સાથે-સાથે તમે બાળકોને વધુ પડતું ગળપણ લેવાથી થતાં નુકશાન પણ બાળકોને બતાવો. બાળકોને જણાવો કે જો એ વધુ પડતું ગળ્યું ખાશે તો એમના દાંત ખરાબ થશે અને જલ્દી તૂટી પણ જશે. શરૂઆતથી જ આ વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો, બાળકોને ઘણા ખરા અંશે ગળ્યું ખાવાની લતથી દ્દુર રાખી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ