આ પત્ની પર લોકોએ વરસાવ્યો ફિટકાર, એક તો પતિ સિવાય અન્ય સાથે સંબંધ રાખ્યો અને પકડાઈ જવાની બીકે….

ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં ઘણા બળાત્કારના કિસ્સા સામે આવે છે. મોટા શહેરોમાં આવા કેસ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. જ્યારે વિધાનસભામાં આંકડા સામે આવ્યા ત્યારે પણ સૌ ચોંકી ગયા હતા. ત્યારે એમાં પણ જોવા જેવી વાત એ છે કે ઘણા કિસ્સામાં બંને વચ્ચે પ્રેમપ્રકરણના પણ હોય છે અને બાદમાં કોઈ વાંધો પડતાં યુવતી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતી હોય એવું પણ બનતું હોય છે. આવા જ કિસ્સાના કારણે ક્યારેય યુવકોની જિંદગી બરબાદ થઈ જતી હોય છે, પરંતુ ક્યારેક સાચી સમજાવટથી કેટલાક યુવકોની જિંદગી બચી જતી હોય છે અને એક એવો જ દાખલો સામે આવ્યો છે.

image source

તો આવો વિગતે વાત કરીએ કે આ કેસ શું છે. તો બન્યું એવું કે મહિલા હેલ્પલાઇનને અમદાવાદ ગોતા વિસ્તારમાં રહેતા યુવક પર 19 વર્ષીય પરિણીતાએ યુવક સામે ઘરમાં ઘૂસી બળાત્કારના કોશિશની ફરિયાદ કરી હતી. મહિલા હેલ્પલાઇને પરિણીતાને સાચી હકીકત પૂછતાં બંને વચ્ચે પ્રેમસંબંધ છે અને અવારનવાર મળતાં હતાં. પરંતુ આ બધાની વચ્ચે કોઈ સંબંધી જોઈ જતાં પતિ સાથે છૂટાછેડા ન થાય અને તેને પિયર ન જવું પડે એના માટે યુવક પર બળાત્કારની કોશિશનો આરોપ મૂક્યો હતો પણ આ આરોપ ખોટો હતો તેથી ભાંડો ફૂટી ગયો હતો. મહિલા હેલ્પલાઇન 181 અભયમને કોલ મળ્યો હતો કે ગોતા વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતા પતિ સાથે રહે છે. 8 મહિના પહેલાં જ બંનેનાં લગ્ન થયાં હતાં.

image source

મળતી વિગત પ્રમાણે જો વાત કરવામાં આવે તો ઘરની પાછળના મોહલ્લામાં રહેતો યુવક છેલ્લા ચાર મહિનાથી હેરાન કરતો હતો અને વારંવાર ફોન કરતો હતો. એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી ત્યારે યુવક ઘરમાં આવ્યો હતો અને તેની પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે પરિણીતાને યુવક સામે ફરિયાદ કરવાનું કહ્યું હતું, જેથી યુવતી ગભરાઈ ગઈ હતી. આ બાબતે હેલ્પલાઇનની ટીમે યુવતીને ગભરાયા વગર સત્યતા અંગે પૂછતાં તેણે કહ્યું હતું કે મારી વાત કોઈને કહેતા નહિ, હું મોટી તકલીફમાં મુકાઈ જઈશ, જેથી હેલ્પલાઇનના કર્મીઓએ તેમને સાંત્વના આપી પૂછ્યું હતું અને પછી સત્ય બહાર આવ્યું હતું.

image source

પરિણીતાએ જણાવ્યું હતું કે પાછળના મહોલ્લામાં રહેતા યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી મારે સંબંધ છે અને અવારનવાર તેઓ આ રીતે બન્નેની મરજીથી એકબીજાને મળતાં હતાં. કોઈ સંબંધી તેમને ઘરની બહાર નીકળતા જોઈ ગયા હતા, જેથી પતિ તેમને છૂટાછેડા આપી દેશે એવા ડરથી તેણે સાચી હકીકત છુપાવી અને પ્રેમી પર ખોટો આરોપ મૂક્યો હતો. જો મારા પ્રેમનો ભાંડો ફૂટશે અને કોઈ રીતે પતિને ખબર પડી જશે તો મને પિયર મોકલી દેશે.

માતા-પિતાને પણ જાણ થશે તો આ રીતે તકલીફમાં મુકાઈ જઈશ, જેથી આ સમગ્ર બાબતનું કોઈને જાણ ન થાય એ રીતે સમાધાન લાવવા મહિલા હેલ્પલાઇનને વિનંતી કરી. પણ પછી બન્યું કઈક અલગ જ. અને મહિલા હેલ્પલાઇનની ટીમે યુવક અને પરિવારજનો સાથે વાતચીત કરી, હવે સંબંધ ન રાખવા અને ફોન-મેસેજ ન કરવા સમજાવી સમગ્ર સમસ્યાનું હકારાત્મક સમાધાન લાવ્યું હતું. પણ હાલમાં આ કિસ્સાની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને આ મહિલા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

image source

બળાત્યાર વિશે 2020માં આવેલા રિપોર્ટ પ્રમાણે જો વાત કરીએ તો ગુજરાતમાં ‘સબ સલામત’નો કરાતો દાવો અને વાસ્તવિક્તા વચ્ચે ખૂબ જ મોટું અંતર હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. રાજ્યમાં 3 વર્ષ દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરની 3743 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની ચૂકી છે. આમ, આ સ્થિતિએ ગુજરાતમાં 18 વર્ષથી ઓછી ઉંમરની સરેરાશ 3 કિશોરીઓ દરરોજ બળાત્કારનો ભોગ બની રહી છે.

લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન જારી કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં વર્ષ 2016માં 19765, વર્ષ 2017માં 17557 અને વર્ષ 2018માં 21605 એમ ત્રણ વર્ષમાં કુલ 58927 કિશોરીઓ પર બળાત્કાર થયો છે. આ સ્થિતિએ આપણા દેશમાં દરરોજ સરેરાશ 54 કિશોરીઓ બળાત્કારનો ભોગ બને છે અને આ બાબત અત્યંત ચિંતાજનક છે.

image source

ગુજરાતમાં કિશોરીઓ પર થતાં બળાત્કારના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ 2016માં આ પ્રમાણ 1054 હતું અને તે વધીને વર્ષ 2017માં 1233 અને વર્ષ 2018માં 1456 થયું હતું. ત્રણ વર્ષ દરમિયાન દેશના જે રાજ્યોમાં સૌથી વધુ કિશોરીઓ પર બળાત્કાર થયો હોય તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક મોખરાના ત્રણ સ્થાને છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ