કોરોનાથી ડરો નહીં લડો: અમદાવાદના આ દાદીએ 99 વર્ષની ઉંમરે આત્મવિશ્વાસથી કોરોનાને હરાવ્યો, અને બીજા માટે બન્યા પ્રેરણારૂપ

કોરોનાને કારણે વિશ્વભરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમા મોટા ભાગના લોકોની ઉમર 70 વર્ષી આસપાસ જોવા મળી છે. આ ઉપરાંત એવા લોકો કોરોનાનો વધુ ભોગ બન્યા છે જેમને પહેલેથી જ કોઈ બિમારી હોય. પરંતુ ઘણા કિસ્સાએવા પણ સામે આવ્યા છે જેમની ઉમર વધુ હોવા છતા તેમણે કોરોનાને હરાવી નવુ જીવન શરૂ કર્યું છે. આવી એક ઘટના સામે આવી છે અમદાવાદના મણિનગરમાં કે જ્યાં 99 વર્ષના એક વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપી છે. મણિનગર રેલ્વે ક્રોંસિંગ પાસે રહેતાં 99 વર્ષના લલિતા બાએ કોરોનાને હરાવ્યો છે. તેમનો આત્મવિશ્વાસ જોઈ સૌ કોઈ હેરાન છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનું નામ શાંભળતા ઘણા લોકોના મોતિયા મરી જાય છે. એવામાં 99 વર્ષની ઉમરે લલિતા બાએ કોરોનાને હરાવી અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

15 દિવસમાં 99 વર્ષના લલિતા બાએ કોરોનાને હરાવી દીધો

image source

પ્રાપ્ત માહિતી અનુસાર લલિતાબાના પુત્ર વિનોદભાઈને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારબાદ પુત્રવધૂ પણ પોઝિટીવ આવતાં તેઓ હોમ કોરેન્ટાઈન થયા હતા પરંતુ સમય જતા બાની તબિયત લથડી અને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ લલિતા બા કોરોના રિપોર્ટ પોઝિટિવઆવ્યો હતો. કોરોના પોઝિટીવ હોવાથી લલિતા બા ઘરે જ હોમ કોરેન્ટાઈન થયા હતા. તેમની માટે બહારથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. થોડા દિવસ બાદ તેમના પુત્ર અને પુત્રવધુ સાજા થઈ ગયા હતા. અને ત્યાર બાદ લલિતા બા એ પણ કોરોનાને મ્હાત આપી હતી. તેમણે માનસિક સંતુલન ગુમાવ્યા વિના બનીને પોતાનું દૈનિક કાર્ય કરતાં અને ભગવાનનું ભજન કરતા હતા. જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધતો હતો. આખરે 15 દિવસમાં 99 વર્ષના લલિતા બાએ કોરોનાને હરાવી દીધો.

અમદાવાદમાં કોરોનાની રફ્તાર ઘટી

image source

અમદાવાદમાં કોરોનાએ 17મી માર્ચે પહેલાં બે કેસ આવ્યાને આજે નવ મહિના થયા છે. હાલ વાયરસ ધીમો અને ઢીલો પડયો છે. કેસો ઘટ્યા છે પણ એ દિશામાં બેદરકાર રહેવું જરા પણ પોસાય તેવું નથી. રોડની કિનારીએ બંધાયેલાં તંબુ અને અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટીંગ માટે લાગતી લાઈનો ઘટી ગઈ છે. રોજ 10,000 ટેસ્ટ થતા તે ઘટીને 3000 જેટલાં થઈ રહ્યાં છે. દરમ્યાનમાં આજે વધુ 224 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવતાં તેમણે સારવાર લેવાનું ચાલું કર્યું છે. જ્યારે સારવાર દરમ્યાન ચાર દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. સાજા થઈ ગયેલાં 221 લોકોને જુદી જુદી હોસ્પટલોમાંથી રજા આપવામાં આવી છે.

એક્ટિવ કેસો ઘટીને 2501 થયા

image source

મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ દર્દીઓનો આંકડો 56219ને આંબી ગયો છે. જેમાંથી 2144 દર્દીઓએ સારવાર દરમ્યાન તેમની જીંદગી ગુમાવી છે. જ્યારે સાજા થઈ ગયેલાં 46473 લોકોએ પૂર્વવત તેમની કામગીરી શરૂ કરી દીધી છે. અગાઉ સાજા થઈ ગયેલાં દર્દીઓમાં અશક્તિ કે શ્વાસ ચડવાની ફરિયાદ પાછળથી પણ રહેતી હતી, તેમાં હવે ફંગસ ઈન્ફેકશને નવો અને ગંભીર ઉમેરો કર્યો છે. બીજી તરફ હાલ એક્ટિવ કેસો ઘટીને 2501 થઈ ગયા છે. જેમાંથી પશ્ચિમઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમઝધોનમાં 1313 અને પૂર્વ પટ્ટાના મધ્યઝોન, પૂર્વઝોન, ઉત્તરઝોન, દક્ષિણઝોનના 1188 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોના પ્રાીવેટ બેડની સંખ્યા વધારીને 3775 કરી નખાઈ હતી. તે ફરી ઘટાડીને 3486 કરાઈ છે. જેમાંથી 1171 બેડ ભરાયેલાં છે. તેમજ 2315 એટલે 66.40 ટકા ખાલી પડયા છે. આઈસીયુના 199 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહેલાં છે, જ્યારે 312 બેડ ખાલી છે. વેન્ટીલેટરી ઉપર 98 દર્દીઓ છે, 143 વેન્ટીલેટર હાલ ખાલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ