WhatsApp Web યુઝ કરનારા લોકો આ ખુશખબર વાંચીને કુદવા લાગશે

WhatsApp Web માં આવી રહ્યા છે ઓડોયો- વિડીયો કોલિંગના સપોર્ટ.

WhatsApp વેબમાં ધીરે ધીરે કંપની મોબાઈલ વર્ઝન WhatsApp ના ફીચર્સ આપી રહી છે. હવે સમય છે, WhatsApp Webમાં ઓડિયો અને વિડીયો કોલ ફીચરની. એના વિશે આપે પહેલા પણ કેટલાક રીપોર્ટસ વાંચવામાં આવ્યા હશે, પરંતુ હવે આ ફીચરનો માર્ગ મોકળો થઈ ગયો છે.

image source

WABetainfo ની એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ, WhatsApp beta ટેસ્ટર્સના WhatsApp Web માં કોલીન્ગના ફીચર આપવામાં આવી રહ્યા છે. એટલે કે, આવનાર સમયમાં કંપની એની અપડેટ બધા યુઝર્સ માટે લાગુ કરી શકે છે.

image source

રીપોર્ટમાં જણાવ્યા મુજબ WhatsApp કેટલાક યુઝર્સ માટે બીટા ટેસ્ટીંગ તરીકે WhatsApp Web માં કોલિંગ ફીચર આપી રહ્યા છે. અહિયાં આપવામાં આવેલ કેટલાક સ્ક્રીનશોટ્સ પણ આપવામાં આવ્યા છે જેમાં આપ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આ ફીચરને તૈયાર કરી લેવામાં આવ્યા છે. આ સ્ક્રીનશોટમાં WhatsApp ના મોબાઈલ વર્ઝનની જેમ જ WhatsApp Web ના ચેટ હેડરમાં Voice અને વિડીયો કોલના વિકલ્પ છે. જયારે કોલ આવે ત્યારે WhatsApp Web માં એક નવી વિંડો પોપ અપ થશે જ્યાંથી યુઝર્સ કોલને એક્સેપ્ટ કે પછી રીજેક્ટ કરી શકશે.

image source

આવી જ રીતે WhatsApp Webની મદદથી કોલ કરવા માટે પણ એક પોપ અપ આપવામાં આવશે જ્યાંથી યુઝર્સ કોલિંગના ઓપ્શન્સ આપવામાં આવશે. અન્ય વિડીયો કોલિંગ પ્લેટફોર્મની જેમ અહિયાં પણ યુઝર્સને વિડીયો ઓફ, વોઈસ મ્યુટ અને રીજેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવશે.

image source

WhatsApp Webમાં કોલિંગ કરવા દરમિયાન યુઝર્સ મેઈન વોટ્સ એપ ઇન્ટરફેસ પર અન્ય વ્યક્તિ સાથે ચેટીંગ કરવાનું શરુ રાખી શકશે. કેમ કે, કોલિંગ કરવા માટે એક અલગ પોપ અપ વિંડો ઓપન થશે. જો કે, હાલમાં આ બાબત સ્પષ્ટ નથી થઈ કે, કંપની આ ફીચરને સામાન્ય યુઝર્સ માટે ક્યારે લાગુ કરવામાં આવશે.

image source

જો આપ WhatsApp beta ટેસ્ટર છે તો આ ફીચર ઉપયોગ કરી શકશો. જો WhatsApp beta ટેસ્ટર નહી હોય તો આપને આ ફીચરને WhatsApp વેબના ફાઈનલ બિલ્ડમાં આવવા સુધી રાહ જોવાની રહેશે. જો કે, હજી સુધી આ પણ સ્પષ્ટ નથી થયું કે, એમાં ગ્રુપ કોલિંગ ફીચર આપવામાં આવશે કે પછી નહી.

image source

સોશિયલ મીડિયા એપ વોટ્સ એપ ધીરે ધીરે પોતાની એપને આગળ વધારી રહ્યું છે ત્યારે હવે સોશિયલ મીડિયા એપ વોટ્સ એપના યુઝર્સને થોડાક સમય પછી જ પોતાના વોટ્સ એપમાં નવા ફીચર્સ પણ જોવા મળી શકે છે. જેને આપે સમય સમયે અપડેટ કરતા રહેશો તો જલ્દી જ વોટ્સ એપમાં કોલિંગ અને વિડીયોના ઓપ્શન મળી શકશે.

Source: aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ