શું તમે જોયો પતિ-પત્નીનો આ દેશી ડાન્સ?

આજે જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહેવા લાગ્યા છે. ત્યારે લોકો પોતાના મનોરંજન માટે વિડીયો એપ પર કેટલાક ફની વિડિયોઝ જોવાનું પસંદ કરી રહ્યા છે. બોલીવુડ સેલેબ્રીટીસ, ટીવી સેલેબ્રીટીસ પોતાના ફેંસનું મનોરંજન કરવા માટે તેઓ લોકડાઉન દરમિયાન પોતાના ફેંસ સાથે કનેક્ટ થઈ રહ્યા છે.

image source

ઉપરાંત સેલેબ્રીટીસ પોતે પણ કેટલાક ફની વિડીયો ઝ બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. ત્યારે કેટલીક સામાન્ય વ્યક્તિઓ જેઓ પોતાની કલાનો ઉપયોગ કરીને વિડીયો બનાવી રહ્યા છે. જયારે કેટલીક વ્યક્તિઓ એવી પણ છે જે પોતાના અને પરિવાર સાથે મળીને કેટલાક મજેદાર વિડીયો બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે. આજે અમે આપને આવા જ એક વાયરલ વિડીયો વિષે જણાવીશું જે હાલમાં થોડાક જ સમયમાં સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, એક પતિ- પત્ની ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ પતિ- પત્નીના ડાંસ વિડીયોને ઇન્ડીયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે, આ યુગલ વિડીયોમાં ફિલ્મ ‘મુદ્દત’નું ગીત ‘પ્યાર હમારા અમર રહેગા, યાદ કરેગા જહાં’ પર ડાંસ કરતા જોઈ શકાય છે. ઉપરાંત આ યુગલના ડાંસ દરમિયાન તે બંને પતિ-પત્નીનું સ્મિત પણ જોવા લાયક નજરો મળે છે.

આ બંને પતિ- પત્નીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરનાર સુશાંત નંદા આ વીડિયોના કેપ્શનમાં લખે છે કે, આ પ્રેમ છે, આજકાલની ભાગ દોડ ભરેલી જીંદગીમાં ભૌતિક સુખની લાલચમાં ભાગતા રહીએ છીએ અને મોટાભાગે આવા જ અણમોલ સુખને નજરઅંદાજ કરી દઈએ છીએ.

સુશાંત નંદા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ આ વિડીયોની યુઝર્સ દ્વારા ખુબ પ્રસંશા કરવામાં આવી રહી છે. આપ આ ડાંસ વિડીયોની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકો છો કે, સુશાંત નંદા દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યાના કેટલાક કલાકોમાં આ વિડીયોને હજારો વ્યક્તિઓએ જોઈ લીધો છે. એટલું જ નહી, પતિ- પત્નીના આ ડાંસ વિડીયોને ઘણા બધા લાઈક્સ મળ્યા છે અને આ વિડીયોને ઘણા બધા યુઝર્સ દ્વારા રીટ્વીટ પણ કરવામાં આવ્યો છે. પતિ- પત્નીનો આ ડાંસ વિડીયોને ઘણો પ્રેમ મળી રહ્યો છે. ચાલો આપ પણ જોઈ લો આ મજેદાર પતિ- પત્નીનો વિડીયો….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ