સુંદર બનવા માટે આ અભિનેત્રીએ અપનાવી એવી બ્યુટી ટિપ્સ, કે બદલાઇ ગયો આખો લુક જ, PHOTOS

સુંદર બનવા માટે અભિનેત્રીએ જે ઉપચાર અપનાવ્યો, જોઇને લોકો પૂછવા લાગ્યા શું થઇ ગયું છે

કોરોનાના કારણે જે લોકડાઉન લાગેલું છે, આ સમયગાળા વચ્ચે લોકો અવનવા કામો કરી રહ્યા છે. કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન બોલીવુડ સેલેબ્રેટી પોતાની સુંદરતા નિખારવા માટે અલગ અલગ રીતના ઉપાયો કરી રહ્યા છે. આ લોકડાઉન દરમિયાન કપિલ શર્માની એક્ટ્રેસ અલી અવરામે પણ આવું જ કઈક કર્યું હતું.

image source

જો કે આ ટીપ્સ અલી અવરામને આ ઉપાય એમના ઘરમાં કામ કરવા આવતી એક છોકરીએ સૂચવ્યો હતો, જો કે આ ઉપાય સાંભળીને અલીએ ચુકંદર પુરા શરીર પર લગાડી દીધું હતું. જો કે આમ કરીને એક્ટ્રેસે કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જે ઘણી વાયરલ થઇ હતી.

image source

અલી અવરામે એની આ ચુકંદર લગાડેલ ફોટો શેર કરતી વખતે લખ્યું હતું કે ‘ચુકંદર કી દુકાન’. તેમજ એમને ઉમેર્યું હતું કે આ આઈડિયા અમારા ઘરે કામ કરવા આવતી છોકરી ઉષાનો છે. આને પુરા શરીર પર લગાડવામાં આવે છે. જો કે મેં પણ એના કહેવા પ્રમાણે ચહેરાથી જ શરુ કર્યું હતું, ત્યારબાદ આખાય શરીર પર લગાડી દીધું હતું. પણ, આખાય શરીર પર લગાડયા પછી ઉષા મને એલીયન કહેવા લાગી હતી.

image source

અલીની તસ્વીરો જોઇને સોશિયલ મીડિયામાં પણ લોકો પોસ્ટ પર અનેક કમેન્ટ કરી રહ્યા છે. એક જણે લખ્યું હતું કે એવું લાગી રહ્યું છે, જાણે કોઈ કાર અકસ્માત પછી એમાંથી બહાર નીકળ્યા છો. ત્યાં બીજા એક ફોલોઅરે પૂછ્યું હતું, કે આ શું છે?

image source

તમને જણાવી દઈએ કે અવરામનો જન્મ સ્વીડનના સ્ટોકહોમમાં થયો હતો. આવી રામ પ્રખ્યાત રીયાલીટી શો બિગબોસમાં પણ જોવા મળી હતી. 2013માં એ બિગબોસ કન્ટેન્ટન્ટ રહી ચુકી છે. જો કે 2014 અને 2015માં એણે ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.

image source

અલીએ મિકી વાયરસ ફિલ્મ દ્વારા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં એમની સાથે મનીષ પોલ હતા. જો કે આ પછી ‘કિસ કિસ કો પ્યાર કરું’, ‘પોસ્ટર બોયઝ, અને ‘નામ શબાના’ જેવી ફિલ્મોમાં એ નજરે આવી ચુકી છે. અલીને તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

image source

અલી અવરામનું નામ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા સાથે પણ જોડાઈ ચુક્યું છે. ડીસેમ્બર ૨૦૧૭માં હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડયા સાથે રિસેપ્શનમાં સામેલ થઇ હતી.

image source

અલી અને હાર્દિકને પણ અનેક વખત એરપોર્ટ અને રેસ્તરાંની બહાર પણ સાથે જોવા મળ્યા હતા. જો કે હાર્દિકે નતાશા સ્ટાનકોવિક સાથે સગાઇ કરી લીધી હતી. અલી અવિરામ છેલ્લી વખત ફિલ્મ ‘મલંગ’માં નજર આવી હતી. ફિલ્મનું ડાયરેકશન મોહિત સૂરીએ કર્યું હતું, જો કે આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, કૃણાલ ખેમુ, દિશા પટની અને અનીલ કપૂરે પણ કામ કર્યું છે.

image source

અલી અવિરામ કપિલ શર્મા સાથે પણ જોવા મળી હતી.

Source: Asia Net News

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ