મૃત્યુ પામેલા પતિને જીવતો કરવા પત્નીએ ઓરડામાં રાખ્યું પતિનું શવ, અને પછી શું કર્યુ તે જાણીને તમે પણ ચોંકી જશો

મૃત પતિને જીવતો કરવા પત્નીએ ઓરડામાં રાખ્યું પતિનું શવ અને વાંચ્યા ધાર્મિક પુસ્તકો

પત્ની માટે પતિના મૃત્યુથી વધારે દુઃખદ ઘટના જીવનમાં બીજી કોઈ જ ન હોઈ શકે. રાજસ્થાનના સિકર શહેરની આ વાત છે. સિકર શહેર આગ્રા અને બિકાનેર વચ્ચે આવેલું છે. આ એક ઐતિહાસિક શહેર પણ છે જ્યાં સુંદર મજાના બાંધકામ વાળી સૈકાઓ જુની હવેલીઓ આવેલી છે.

image source

એક વહેલી સવારે એક યુવાન રસ્તા પર પટકાઈ જતાં મૃત્યુ પામ્યો હતો. તેનું નામ હતું સુભાષચંદ્ર સોની. પતિના મૃત્યુના સમાચાર સાંભળી પત્ની સુમિત્રા પર જાણે આભ ફાટી પડ્યું હતું. જ્યારે પતિનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે સૌ પ્રથમ સુમિત્રાએ પોતાના પતિનો મૃતદેહને ધ્યાનથી નિરખ્યો. તેના વિચિત્ર વર્તને પરિવારજનોને સ્તબ્ધ કરી દીધા હતા.

image source

પરિવાર દ્વારા જ્યારે તેણીને સાંત્વના આપવામાં આવી ત્યારે તેણીએ સમગ્ર કુટુંબીજનોને જણાવ્યું કે તેણી પોતાના પતિને સાંજ સુધીમાં પાછો જીવીત કરી દેશે. આમ કરીને તેણે પોતાના પતિના માથાને પોતાના ખોળામાં મુક્યું અને ત્યાં જ બેસી રહી. લોકોએ તેણીને ઘણું સમજાવી કે તેણે પોતાના પતિના મૃત્યુનો સ્વિકાર કરી લેવો જોઈએ પણ તે કોઈના સમજાવ્યે સમજે તેવી નહોતી.

image source

તેણીએ આજીજી કરીને પરિવાર પાસે સાંજ સુધીનો સમય માગ્યો. છેવટે કુટુંબીજનોએ ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું. આ આખાએ સમય દરમિયાન સુમિત્રા પતિના માથાને ખોળામાં રાખીને સતત ધાર્મિક પુસ્તકો વાંચતી રહી. પણ સમય પુરો થઈ ગયો અને પતિના શરીરમાં પ્રાણ ન સ્ફૂર્યો અને કુટુંબીજનોએ સુભાષના શવનો અંતિમ સંસ્કાર કરી દીધો. આ દરમિયાન પત્ની સુમિત્રાની આંખમાંથી એક આંસુ પણ નહોતું ટપકડ્યું.

image source

વાસ્તવમાં સુમિત્રા છેલ્લા નવ વર્ષથી જડવત્ બની ગઈ હતી. કારણ કે નવ વર્ષ પહેલાં તેણીની દીકરીનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને ત્યારથી તેનું મનોબળ ભાંગી ગયું હતું અને પતિ ગુમાવ્યા બાદ તો તેણી હવે જાણે કોઈ હાલતાફરતા નિષ્પ્રાણ શરીર જેવી જ બની ગઈ છે. જો કે સુમિત્રાને એક પુત્ર પણ છે.

સુમિત્રાના પતિના મૃત્યુની વાત કરીએ તો સગાસંબધીઓએ જણાવ્યા પ્રમાણે સુભાષ એક ઝવેરી હતો રોજના નિયમ પ્રમણે તે સવારે તે પોતાની દુકાન તરફ જઈ રહ્યો હતો અને ત્યાં અચાનક જ તે પોતાની દુકાનના શટર પાસે પડી ગયો. ત્યારે આસપાસના લોકો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેને ડોક્ટરો દ્વાર મૃત જાહેર કરવામા આવ્યો અને ત્યાર બાદ તેના કુટુંબીજનો તેના મૃત શરીરને ઘરે લઈ આવ્યા હતા.

image source

સુભાષના મૃત્યુના શોકમાં આખુંએ માર્કેટ બંધ રાખવામાં આવ્યું હતું. અને યુવાનનું આવું અકાળે મૃત્યુ થવું તે કોઈ પણ માનવ જીવને દુઃખી કરનારી ઘટના હતી. સમયના ચક્રને કોઈ નથી રોકી શક્યું અને હવે તો સતયુગ પણ નથી કે કોઈ ચમત્કાર થાય અને મૃત શરીરમાં પ્રાણ ફૂંકાય. હવે વાસ્તવિકતાને માનીને આગળ વધવું જ એક ઉપાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ