જો આ ટિપ્સ ફોલો કરશો તમે પણ, તો માનસિક રૂપથી થઇ જશો એકદમ સ્વસ્થ

રીલેશનશીપ

image source

આજકાલ બદલાતી લાઈફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો તણાવ, એન્ગજાઈટી અને ડીપ્રેશન જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. એનાથી પણ કેટલીક વાર રીલેશનશીપમાં સમસ્યાઓ આવવા લાગે છે. વ્યક્તિ પોતાના પાર્ટનર, ફેમીલી અને મિત્રોની સાથે વધારે સમય નથી વિતાવી શકતા. કામના બોજના લીધે તેઓને મનોરંજન માટે પણ સમય નથી કાઢી શકતા.

એનાથી માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. મોટાભાગે તેમનામાં નિરાશાની ભાવના ઘર કરી જાય છે. નાની નાની વાતો પર ચિડાઈ જાય છે. તેઓ ભાવનાત્મક રીતે નબળા પડવા લાગે છે. આજના સમયમાં પોતાને માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું એક મોટો પડકાર છે.

image source

રીલેશનશીપ એક્સપર્ટસનું માનવું છે કે કોઇપણ એક પાર્ટનરનું માનસિક રીતે અસ્વસ્થ થવાથી બ્રેકઅપ થવાની સંભાવના વધારે રહે છે. એનાથી ફેમીલી લાઈફ પર પણ ખરાબ અસર પડે છે. અમેરિકાના મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશનના ચીફ એક્ઝીક્યુટીવ માર્ક રોલેન્ડનું કહેવું છે કે જો આપણે પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું તો બીજાની માનસિક સમસ્યાઓને પણ વ્યવસ્થિત રીતે સમજી શકીશું.

એનાથી આપણા રિલેશનશિપમાં તકલીફો ઓછી આવશે. ચાલો જાણીએ ક્યાં ઉપાયો છે જેનાથી આપણે આપણું પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખી શકીએ.

૧) સહાનુભુતિની ભાવના રાખો:

image source

આ વાતને સમજવું જરૂરી છે કે કોઇપણ મુદ્દા પર લોકોના વિચાર અલગ અલગ હોઈ શકે છે. જરૂરી નથી કે આપ જેને યોગ્ય માની રહ્યા છો, આપનો પાર્ટનર પણ તેને યોગ્ય માને. દરેક વ્યક્તિને સમ્માનજનક રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાનો અધિકાર છે.

જો આપ કોઈ મુદ્દા પર પાર્ટનરથી અલગ વિચાર રાખો છો તો જરૂરી નથી કે એકબીજા સાથે ઝગડો કરવા લાગી જાવ. કેટલીક વાર તરત જ પોતાની પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી હોતી. એટલા માટે યોગ્ય સમયની રાહ જોવી જોઈએ.

સૌથી જરૂરી છે કે પાર્ટનર પ્રત્યે સહાનુભુતિની ભાવના રાખવી.

૨) સ્માર્ટ ફોન માંથી બિન જરૂરી એપ ડીલીટ કરી દો.:

image source

સ્માર્ટ ફોનમાં પ્રકાર પ્રકારના એપનો ઉપયોગ કરવાથી પણ માનસિક તણાવ વધે છે. માર્ક રોલેન્ડનું કહેવું છે કે સ્માર્ટ ફોન અને અન્ય માધ્યમો દ્વારા ૨૪ કલાક સતત ખબરો આપના સુધી આવતી રહે છે. જો આપ તેના પર વધારે ધ્યાન આપશો તો સ્ટ્રેસનો શિકાર થઈ જશો. આ જ રીતે, સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રેહવાથી પણ આપનામાં તણાવ અને નકારાત્મકતા વધી શકે છે.

એટલા માટે સ્માર્ટ ફોન પર વધારે સમય વિતાવવો નહી અને બિન જરૂરી એપ ડીલીટ કરી દેવી. એનાથી આપને આપના પાર્ટનર સાથે સમય પસાર કરવા માટે વધારે સમય મળી શકશે.

૩) લોકો સાથે જોડાણ બનાવી રાખો.:

image source

લોકોથી અલગ અલગ રહેવાના કારણે માનસિક સમસ્યાઓ વધે છે. એટલા માટે ફેમીલી, ફ્રેન્ડસ અને પાર્ટનર સાથે જોડાણ બનાવી રાખો. જો આપ તેમને મળી નથી શકતા તો સમયે સમયે તેઓને કોલ કરો, ટેક્સ્ટ કરો કે ઓનલાઈન ચેટ કરો. એનાથી આપનું જોડાણ બની રહેશે. કોઈ પણ પ્રકારની તકલીફ મહેસુસ કરો ત્યારે પાર્ટનર અને પરિવારના સભ્યોને જરૂર જણાવવું. મનમાંને મનમાં ગુંગળાવાથી સમસ્યા વધે છે.

૪) બીજાનું ધ્યાન રાખો.:

image source

પોતાનું ધ્યાન રાખવાની સાથે સાથે તે મિત્રો, પરિવાર જનો અને પાર્ટનરનું પણ ધ્યાન રાખો., જો કોઈ સમસ્યાથી લડી રહ્યું હોય. એક-બીજાનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જરૂરી નથી કે કોઈ આપની મદદ માંગે, આપ પોતે પણ તેઓની સમસ્યાઓ વિષે જાણી શકો છો અને જ્યાં સુધી થાય ત્યાં સુધી, તેઓની મદદ પણ કરી શકો છો.

એક-બીજાની મદદ કરવાથી સેલ્ફ કોન્ફીડન્સ (આત્મવિશ્વાસ)વધે છે. એનાથી પાર્ટનરનો ભરોસો પણ આપની પર વધેશે. મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશનના ચીફ એક્ઝીક્યુટીવ માર્ક રોલેન્ડનું કહેવું છે કે કોઈ જરૂરિયાત મંદનું ધ્યાન રાખવાથી પોતાનું માનસિક સ્વાસ્થ્ય પણ યોગ્ય રહે છે.

૫) મનોરંજન માટે સમય કાઢવો.:

image source

આપના માટે કામ કરવું જેટલું જરૂરી છે, મનોરંજન કરવું તેનાથી ઓછું જરૂરી નથી. સતત કામ કરતા રહેવાથી આપનામાં ધીરે ધીરે નીરસતાની ભાવના આવી જાય છે. એનાથી તણાવ પણ વધે છે, જેની સીધી અસર આપના પર્ફોમન્સ પર પડે છે. બ્રેક લીધા વગર કામ કરતા રહેવાથી આપ તણાવના શિકાર થઈ શકો છો અને આપનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે.

image source

એનાથી રીલેશનશીપમાં પણ તકલીફો આવવા લાગે છે. એટલા માટે સમયે સમયે ક્યાંક હરવા ફરવા જવાનું અને બીજાના શોખને પુરા કરવાનો સમય કાઢવો. આમ કરવાથી પાર્ટનર હેપ્પી ફીલ કરશે અને ઘરના સભ્યો પણ ખુશ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ