ગુજરાતમાં ડોક્ટર્સ માટે આ પથરીનો પેશન્ટ બન્યો ચેલેન્જ, એકસાથે પેટમાંથી કાઢી 500 પથરીઓ

ગુજરાતમાં ડોક્ટર્સ માટે આ પથરીનો પેશન્ટ બન્યો ચેલેન્જ, એકસાથે પેટમાંથી કાઢી 500 પથરીઓ

પથરી એ ઘણા દર્દીઓમાં જોવા મળતો એક કિડનીનો રોગ છે. પથરીના કારણે વ્યક્તિને પેટમાં અસહ્ય દુઃખાવો રહે તે શક્ય છે, પરંતુ ઘણા દર્દીઓમાં પથરી હોવા છતાં દર્દીને કોઈ જ તકલીફ નથી હોતી. હા, ગુજરાતના રાજકોટમાં આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. અહીં ધોરાજીના એક ડોક્ટરના વખાણ કરવામાં આવી રહ્યા છે. તેઓ પોતે પણ તેમના કામથી આશ્ચર્ય પામી રહ્યા છે. તેઓએ દર્દી પુરુષના પેટમાંથી 2-5 નહીં પણ 500 પથરી એકસાથે કાઢી હતી. ડોક્ટરની સફળ કામગીરીને લઈને આજે તેમના વખાણ દરેક બાજુ થઈ રહ્યા છે.

image source

હા, રાજકોટના ધોરાજીની એક ખાનગી હોસ્પિટલમાં પથરીના દુ:ખાવાની ફરિયાદને લઇ એક દર્દી દાખલ થયો. તેણે દાખલ થતી સમયે કહ્યું કે તેને પથરી છે પરંતુ જ્યારે ડોક્ટરોની ટીમે આ દર્દીની સારવાર ચાલુ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કારણ કે આ દર્દીના પેટમાં એક-બે નહી પરંતુ એકસાથે 500 પથરીઓ હતી. ડોક્ટરો આ દ્રશ્ય જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે 500 પથરીઓ સાથે આ વ્યક્તિ કેવી રીતે જીવી રહ્યો હતો. ઓપરેશન સમયે ડોક્ટર્સ પણ ડરી ગયા હતા પરંતુ તેમના પ્રયાસોએ તેમને સફળતા અપાવી હતી.

image source

ધોરાજીની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ આ વ્યક્તિની તાત્કાલિક ધોરણે સારવાર ચાલુ કરી દીધી અને વ્યક્તિના પેટમાંથી 500 જેટલી નાની મોટી પથરીઓ ઓપરેશનથી કાઢી હતી. ડોક્ટરોને આ જટિલ ઓપરેશનમાં ડર લાગી રહ્યો હતો કારણ કે, પિત્તાશયમાં આ પથરીઓ હોવાથી વ્યક્તિના જીવનું જોખમ પણ વધારે હતું. તેમ છતાં દર્દીનું દર્દ દૂર કરવાના પ્રયાસમાં લાગેલા ડોક્ટર્સને આખરે સફળતા મળી.

image source

ડોકટરોએ પણ આ કેસને રેર ઓફ ધ રેરેસ્ટ કેસ ગણાવ્યો છે. ત્યાં જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પ્રથમ વખત આટલી પથરી એક જ દર્દીનાં પેટમાથી નીકળી હતી. આ ઓપરેશન દરમિયાન ડોકટર પણ પથરીઓ કાઢી કાઢીને થાકી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ