WhatsApp ની કેટલીક યૂઝફૂલ ટ્રિક્સ અને ટિપ્સ, જે તમારા કામને બનાવી દે છે એકદમ સરળ

આજકાલ મેસેજિંગ એપ વ્હોટ્સએપનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. વિશ્વના 180 દેશોમાં 1.5 બિલિયન લોકો વોટ્સ એપનો ઉપયોગ કરે0 છે. લોકોની સરળતા માટે વોટ્સએપ દ્વારા સમયાંતરે નવા નવા ફિચર ઉમેરવામાં આવે છે. જેનાથી લોકો આ એપનો સહેલાઈથી ઉપયોગ કરી શકે. વ્હોટ્સ એપ તેના સેટિંગમાં કેટલીક બાબતોમાં બદલાવ કરે છે પરંતુ તે ટિપ્સ અને ટ્રિક્સનો દરેક વ્યક્તિને ખબર હોતી નથી. આજે અમે વાટ્સેપ સાથે જોડાયેલ એવી કેટલીક મજેદાર ટ્રિક્સ જણાવવાના છીએ જેને જાણીને તમે ખુશ થઈ જશો અને તમને વોટ્સએપનો ઉપયોગ કરવામાં આસાની રહે છે.

મેસેજને અનરિડ માર્ક કરવો

image source

ઘણી વખત તમે એટલા બીજી હોવ છો કે તમે મેસેજનો જવાબ આપી શકતા નથી. પરંતુ જે વ્યક્તિએ તમને મેસેજ કર્યો હોય છે તે તમારા રિપ્લાયની રાહ જોતો હોય છે. ઘણી વખત મેસેજ ન કરવાથી કે રિપ્લાય ન આપવાથી લોકો નારાજ પણ થઈ જતા હોય છે. તેના માટે તમે તામારા કોન્ટેક્ટમાંથી કોઈ પણ નંબરને અનરીડ કરી શકો છો. જેમા તમે તેના મેસેજને વાંચ્યા વગર અનરિડ કરી શકો છો અને બાદમાં તેને રિપ્લાય કરી શકો છો. તેનાથી સેટિંગથી અનરિડ વાળા કોન્ટેક્ટ પર એક નિશાન બની જશે જે તમારા માટે એક રિમાઈન્ડરનું કામ કરશે. જેના માટે તમારે તમારા એન્ડ્રોઈડ ફોનમાં તે ચેટને દબાવી રાખવાની છે અને જેને તમે અનરિડ કરવા માંગો છે, રાઈટ સાઈડમાં એક અનરિડનું ઓપ્શન જોવા મળશે. IOS પર તમારે ચેટને રાઈટ સાઈડ સ્વાઈપ કરવાનું રહેશે અને અનરિડ આઈકોન પર ટેપ કરવાનું રહેશે.

ફોનને ટચ કર્યા વગર મેસેજ વાંચો

image source

તમને લાગી રહ્યું હશે કે આ કેવી રીતે સંભવ છે, કે ફોનને અડ્યા વગર તમે તમારો વોટ્સએપ મેસેજ વાંચો અને રીપ્લાય પણ કરી જો કે આ કોઈ મુશ્કેલ કામ નથી, બસ તમારા ફોને ટાઈપ અથવા ટચ કર્યા વિના મેસેજ વાંચવા અથવા મોકલવા તમારે સીરી કે ગૂગલ આસિસ્ટેંટની સહાય લઈ શકો છો. તમારે આ વર્ચ્યુઅલ આસિસ્ટંટને તે મેસેજ બતાવવાનો છે અને ટચ કર્યા વગર તમારો મેસેજ પહોંચી જશે.

WhatsAppમાં ફ્રોન્ટ કેવી રીતે બગલશો

image source

જો તમે વોટ્સએપના જુના ફ્રોન્ટથી બોર થઈ ગયા હોય અને કાઈ નવું કરવા માંગતા હોય અથવા કોઈ શબ્દોને બોલ્ડ અક્ષરોમાં લખવા માગતા હોય તો તે ખૂબ જ સરળ કામ છે. તમે તમારા મેસેજમાં જે શબ્દને બોલ્ડ દર્શાવવા માગતા હોય તે શબ્દની આગળ અને પાછળ સ્ટાર લગાવી દો, હવે જ્યારે તમે મેસેજ કરશો ત્યારે તે શબ્દ પર બોલ્ડ ફ્રોન્ટમાં નજર આવશે. તમે ઇટલિક ફ્રોન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. તે માટે કોઈપણ શબ્દોની આગળ અને પાછળ અંડર સ્કોર લગાવવાનું રહેશે.

જાણો કે ક્યાં નંબરથી સ્ટોરેજ ફુલ થઈ રહ્યું છે

image source

જો તમારા વાઇટ્સેપથી ફોનનું સ્ટોરેજ વારંવાર ફૂલ જતુ હોય તો તમે એ જાણી લો કે ક્યાં વોટ્સએપ નંબરથી સ્ટોરેજ ઝડપીથી ફુલ થઈ રહ્યું છે. તે માટે તમે તમારા ફોનમાં વોટ્સએપ સેટિંગ્સ પર જાઓ. અહીં ડેટા અને સ્ટોરેજ યુઝનું એક ઓપ્શન હશે. અહીંયા તમે તમારા વાઇટ્સેપથી યુઝ થતા ડેટા અને સ્પેસની માહિતી જાણી શકો છો. તમારે સ્ટોરેજ યુસેજ પર ટેપ કરવાનું છે અને તે કોન્ટેક્ટને સિલેક્ટ કરાવાનો છે.

એક મેસેજ બધાને કેવી રીતે ફોરવર્ડ કરવો

image source

હવે વોટ્સએપ પર તમે એક મેસેજને 5 લોકોથી વધુ ફોરવર્ડ કરી શકતા નથી. પરંતુ તમે કોઈ પણ તહેવાર પર તમારા બધા કોન્ટેક્ટ નંબર્સ પર એક જ મેસેજ મોકલવા માંગતા હોય તો ત્યારે તે ખૂબ જ સરળ છે. આઇઓએસ યુઝર્સે તેના સ્ક્રીન પરના જમણી તરફ બનેલા બનેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું છે. અહીં ન્યુ બ્રોડકાસ્ટનો એક ઓપ્શન જોવા મળશે હવે તમે જેને મેસેજ મોકલવા માગો તેને મેસેજ મોકલી શકો છો. સાથે તેમા તમારો મેસેજ ઓરિજનલ છે કે ફોરવર્ડ છે તેની પણ માહિતી મળી જાય છે.

ફિંગર સ્ક્રીન લૉક

એન્ડ્રૉઇડ પર વૉટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટ લૉક સેટ કરી શકે છે, જ્યારે આઇફોન યૂઝર્સને ફિઝીકલ સ્ક્રીન બટનમાં ફેસ આઇડી કે ટચ આઇડીનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળે છે.

image source

લાસ્ટ સીન

લાસ્ટ સીન પ્રાઇવસી સેટિંગ યૂઝર્સને પોતે ઓનલાઇન હોવા અંગેનુ સેટિંગ્સ છે. આ સેટિંગ્સ અંતર્ગત તે પોતાના લાસ્ટ સીનને પુરેપુરી છુપાવી શકે છે, કે કોઇ માય કૉન્ટેક્ટ પર સેટ કરી શકે છે.

બ્લૉક કૉન્ટેક્ટ

વૉટ્સએપ યૂઝર્સની પાસે મેસેજ મેળવા ના માંગતો હોય તો તેને બ્લૉક કરી શકે છે. આ ઓપ્શન બન્ને સેટિંગ્સ ઓપ્શનની સાથે સાથે ઇન્ડિવીડ્યૂઅલ ચેટ પર અવેલેબલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ