આ છે કળિયુગનો ‘શ્વવણ’, નોકરી છોડીને માતાને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના તમામ તીર્થસ્થાનો સ્કૂટર પર ફેરવ્યાં

ભારતમાં ઘણા બધા વૃદ્ધાશ્રમો આપણે જોવા મળે છે. આ જોઈને દુખની વાત છે પરંતુ એ વાસ્તવિકતા પણ છે. મા બાપની વૃદ્ધાવસ્થામાં ઘણા બાળકો તેના માતાપિતાને એક બોજ માને છે અને વૃદ્ધાવસ્થામાં અથવા રસ્તા પર રઝડતા છોડી દેતા હોય છે. પરંતુ કળિયુગમાં પણ કેટલાક ‘શ્રવણ કુમાર’ છે. કર્ણાટકના મૈસુરમાં રહેતા કૃષ્ણા કુમાર આવું જ એક ઉદાહરણ છે, જેમણે પોતાનું જીવન પોતાની વૃદ્ધ માતાને સમર્પિત કર્યું છે. 42 વર્ષીય કૃષ્ણાએ તેમની 70 વર્ષીય માતાને દેશભરમાં તીર્થસ્થાનોની મુલાકાત લેવાની યાત્રા શરૂ કરી હતી, જે લગભગ ત્રણ વર્ષ પછી પૂર્ણ થઈ છે. આ માટે તેણે સ્કૂટર દ્વારા 56,522 કિમીથી પણ વધારેની મુસાફરી કરી હતી.

image source

આ સ્કૂટર મારા પિતાજી દક્ષિણ મૂર્તિનું છે

કૃષ્ણાએ આ વિશે વાત કરતાં એક ટીવીમાં કહ્યું કે-આ સ્કૂટર મારા પિતાજી દક્ષિણ મૂર્તિનું છે, જે તેમણે મને 2001માં ભેટમાં આપ્યું હતું. વર્ષ 2015માં તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તે અમારી સાથે ન હતા, તેથી મેં નક્કી કર્યું કે હું મારી માતાને આ સ્કૂટર પર તીર્થસ્થાન પર લઈ જઈશ, જેથી પપ્પા પણ અમારી સાથે રહે. અમે ત્રણેય (મારા માતા, મારા પિતાની આત્મા અને હું) સાથે મળીને આ યાત્રા પૂર્ણ કરી છે.

આખી મુસાફરી દરમિયાન હોટેલમાં ક્યારેય રોકાયા નહીં

કૃષ્ણાની માતાએ કહ્યું કે-અમે આ આખી મુસાફરી દરમિયાન હોટેલમાં ક્યારેય રોકાયા નહીં. અમે હંમેશાં મંદિરો, મઠો અને ધર્મશાળાઓને જ અમારું આશ્રય બનાવ્યું છે. અને હા, આ મુલાકાત દરમિયાન મને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા આવી નથી. કારણ કે મારા દીકરાએ મારી સારી સંભાળ રાખી હતી. માતા કહે છે કે આ મુસાફરી દરમિયાન હું જે પળો જીવી તે મારા માટે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે.’

image source

2 વર્ષ 9 મહિનામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત

કૃષ્ણા બેંગ્લોરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ તેણે માતાને તીર્થસ્થાન ફેરવવા માટે નોકરી છોડી દીધી. ત્યારબાદ તે 2000ની મોડેલ બજાજ સ્કૂટર પર તેની માતા સાથે દેશના તમામ તીર્થસ્થાનો પર ગયો. ઉલ્લેખનીય છે કે, બંનેએ 2 વર્ષ 9 મહિનામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ સફર માતા-પુત્ર દ્વારા 16 જાન્યુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનું નામ તેમણે ‘માતૃ સેવા સંકલ્પ યાત્રા’ રાખ્યું હતું.

લોકડાઉન દરમિયાન ઘણી સમસ્યાઓ આવી

કૃષ્ણાએ કહ્યું કે-લોકડાઉન દરમિયાન તેમને ઘણી સમસ્યાઓ આવી હતી. પરંતુ સ્થાનિક લોકો અને પ્રશાસને તેમને મદદ કરી. બુધવારે કૃષ્ણા તેની માતા સાથે મૈસુરના પોતાના ઘરે પરત ફર્યો હતો. તેણે કહ્યું કે હવે તે સદાચારના માર્ગ ઉપર ચાલશે. કારણ કે તેઓ સ્વામી વિવેકાનંદ અને રામ કૃષ્ણ પરમહંસના વિચારોથી ખૂબ પ્રેરિત છે. કૃષ્ણ લગ્ન નહીં કરીને આખી જિંદગી તેની માતાની સેવા કરવાનો પ્લાન બનાવી રહ્યો છે.

3 વર્ષમાં 56 હજાર કરતાં વધુ કિ.મી.નું અંતર કાપ્યું

એક સમાચાર શેર કરતા ટ્વિટર યુઝર @ rajeev_1304 એ લખ્યું, ‘પુત્રનો મા પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ જુઓ. કૃષ્ણા કુમાર સ્કૂટર લઈને યાત્રા પર નીકળી પડ્યાં. સ્કૂટર સ્વર્ગસ્થ પિતાની યાદ અપાવતું રહ્યું. 3 વર્ષમાં 56 હજાર કરતાં વધુ કિ.મી.નું અંતર કાપ્યું હતું. કોઈ હોટલમાં નહીં પણ મંદિરો, મઠો અને ધર્મશાળામાં રહ્યા હતા. તેમને નમસ્કાર. હવે આ ટ્વીટ વાયરલ થઈ રહી છે અને કૃષ્ણાના પણ વખાણ થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ