પતંગના કારણે રાજકોટમાં બની મોટી દૂર્ઘટના, બાઇકચાલકનું ગળામાં દોરી ફસાઈ જવાથી થયુ કરુણ મોત, 8 વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

ગુજરાતના પતંગ રસીયા લોકો ઉત્તરાયણ આવે તે પહેલાથી જ પતંગ ચગાવવાની શરુઆત કરી દેતા હોય છે. ઉત્તરાયણની તૈયારીના ભાગરુપે મહિનાઓ પહેલાથી જ દોરીને માંજો આપી તૈયાર કરી દેવામાં આવે છે. પરંતુ આવી દોરીએ દર વર્ષે અઢળક અકસ્માત પણ સર્જતી હોય છે. રાજ્યમાં દર વર્ષે અનેક ઘટનાઓ બને છે જેમાં વાહનચાલકો ખાસ કરીને સ્કુટર કે બાઈક પર જતા લોકો માટે આ દોરી અકસ્માતનું કારણ બને છે. જો કે આ વર્ષે આવી જ એક દોરી એક પરીવાર માટે માતમનો માહોલ લાવી છે.

image source

રાજકોટમાં ઉત્તરાયણના તહેવાર પહેલા જ પતંગ ચગાવવાનો શોખ એક યુવક માટે જીવલેણ સાબિત થયો છે. રાજકોટના સતત ધમધમતા રહેલા નાના મવા રોડ પર આ ઘટના બની હતી. જેમાં એક સ્કુટર ચાલકના ગળામાં પતંગની દોરી ફસાઈ જતા તે ઘટનાસ્થળે ફસડાઈ પડે છે. આસપાસના વાહનચાલકો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ એક દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે.

image source

આ અંગે જાણવા મળ્યાનુસાર રવિવારે સાંજના સમયે એક્ટિવા પર પોતાના કામથી પરત ફરતા 39 વર્ષીય યુવકના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. મૃતક અંગે જાણવા મળતી વિગત અનુસાર તેઓ રાજકોટ શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર આવેલા ગોપાલ પાર્કમાં રહેતા હતા. વિપુલભાઈ બકરાણિયા મિસ્ત્રીકામ કરી ઘર ચલાવતા હતા.

image source

રવિવારે પણ તેઓ સવારથી પોતાના કામે ગયા હતા અને સાંજે 6 વાગ્યા આસપાસ નાનામવા રોડ પરથી કામ પુરું કરી એક કારીગર સાથે એક્ટિવા લઈ ઘરે જઈ રહ્યા હતા. આ સમયે જ્યારે તેઓ શાસ્ત્રીનગર નજીક પહોંચ્યા ત્યારે અચાનક ગળામાં પતંગની દોરી ફરી વળી હતી. વાહન ચાલતું હતું તેથી આ દોરી તેમના ગળામાં અંદર ઊતરી ગઈ હતી અને ઊંડો ઘા કરી ગઈ. પતંગની દોરીથી વિપુલભાઈના ગળાની નસ કપાઈ ગઈ અને બંને એક્ટિવા સવાર રસ્તા પર જ ફંગોળાઈ ગયા.

image source

આ ઘટનામાં વિપુલભાઈ સાથે રહેલા કારીગરને નજીવી ઈજા થઈ હતી. ઘટના બાદ બંનેને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન વિપુલભાઈનું મોત થયું હતું. વિપુલના મોતથી તેમની 8 વર્ષની દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ