ભારતની આ 10 જગ્યાઓ છે જોરદાર ઠંડી, જેમાં આ જગ્યાએ તો ટામેટા પણ હથોડીથી તોડવા પડે છે

ભારતની આ જગ્યાઓ છે સૌથી ઠંડી – એક જગ્યાએ તો ટામેટા તેમજ ઇંડા હથોડી વડે તોડવા પડે છે.

આપણા મનમાં જ્યારે સૌથી ઠંડા પ્રદેશની વાત આવે એટલે તરત જ આપણને એન્ટાર્કટિકા જ યાદ આવતું હોય છે પણ આપણા દેશમાં પણ કેટલીક અત્યંત ઠંડી જગ્યાઓ આવેલી છે. શિયાળાની સિઝનમાં ભારતના કેટલાક ભાગોનું સૌંદર્ય ઓર વધી જાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતની વાત જ અલગ હોય છે. તો બીજીબાજુ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં શિયાળાનો અર્થ થાય છે નિષ્ઠુર ઋતુ. ક્રૂર ઠંડી હવાઓ તેમજ સતત નીચે જતા તાપમાનના કારણે ભારતની આ જગ્યાઓ પર અત્યંત ઠંડી પડે છે, અહીં એક રાત્રી પસાર કરતા પહેલાં તમારે કેટલીએ વાર વિચારવું પડી શકે છે. પછી ભલે તમે ઉત્તર-પૂર્વમાં બરફથી ઢંકાયેલા પહાડો હોય કે પછી હિમાલયના પહાડો હોય. અહીં રહેનારા લોકોને અત્યંત ઠંડી શિયાળાની પડકારજનક ઋતુનો સામનો કરવો પડે છે.

કારગિલ

image source

વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધ ઉપરાંત આ જગ્યા સૌથી ઠંડા વિસ્તાર તરીકે પણ જાણીતી છે. શ્રીનગર-લેહ હાઇવે પર 3325 મીટરની ઉંચાઈ પર સ્થિત કારગિલ ભારત-પાકિસ્તાનની બોર્ડર છે. શિયાળાની ઋતુમાં આ જગ્યાનું તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

તવાંગ

image source

અરુણાચલ પ્રદેશનું તવાંગ પણ ભારતની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક જગ્યા છે. ટૂરિસ્ટ વચ્ચે આ જગ્યા ખૂબ જ લોકપ્રિય છે. શિયાળાની સિઝનમાં થતા ભારે સ્નોફોલ અ હિમસ્ખલનના કારણે આ ઓફબીટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં ગણવામા આવે છે. આ ભારતની સૌથી જોખમી અને ઠંડી જગ્યાઓમાંની એક છે. શિયાળામાં અહીંનુ તાપમાન -15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

લદ્દાખ

image source

હિમાલયની પર્વતમાળા વચ્ચે વસેલા લદ્દાખને ઓક્ટોબર 2019માં કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ જગ્યા પર લગભગ 270000 લોકો તિબેટી સંસ્કૃતિમાં માને છે. જાન્યુઆરીના મહિનામાં અહીં સામાન્ય તાપમાન -12 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યારે ઉચ્ચતમ તાપમાન -2 ડિગ્રી સુધી હોય છે. અહીં માત્ર ગરમીની સિઝનમાં જ જવું યોગ્ય માનવામાં આવે છે. શિયાળામાં અહીં ભારે હિમ વર્ષા થાય છે અને તાપમાન – 35 ડિગ્રી સુધી પોહોંચી જાય છે.

લાચેન અને થાંગુ ઘાટી

image source

સિક્કિમના ઉત્તર ભાગમાંસ્થિત લાચેન અને થાંગુની પર્વતમાળા એક ઉત્તમ ટૂરિસ્ટ સ્પોટ પણ માનવામાં આવે છે. લગભગ 2500 મીટેરની ઉંચાઈ પર સ્થિત આ જગ્યાનું જાન્યુઆરીમ હિના દરમિયાન તાપમાન -10થી -15 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન હોય છે. અહીં થતી ભારે હિમ વર્ષા હાડકા ગાળી નાખે તેવી ઠંડી લાવે છે. આ ઉપરાંત અહીં આખા વર્ષમાં તાપમાન લગભઘ 0 ડીગ્રી આસપાસ જ રહે છે.

મનાલી

image source

મનાલી ભારતનું એક સુંદર અને લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. સુંદર કુદરતી દ્રશ્યો અને અવનવી એક્ટીવીટીઝના કારણે આ જગ્યા ટુરિસ્ટની પ્રિય છે. ઉનાળાના દિવોસમાં આ જગ્યા ગરમ રહે છે, પણ શિયાળો આવતા જ તેનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં સ્થિત મનાલી કૂદરત પ્રેમિઓ માટે અત્યંત સુંદર જગ્યા છે. હાઇકિંગ, રિવર રાફ્ટિંગ અને ટ્રેકિંગનો શોખ રાખતા લોકોએ આ જગ્યાની મુલાકાત જરૂર લેવી જોઈએ.

સેલા પાસ

image source

ધરતીનું આ બર્ફિલું સ્વર્ગ કહેવાય ચે. આઇબોક્સ ઓફ ઇન્ડિયાના નામથી આ જગ્યા જાણીતી છે. સમુદ્ર તળથી લગભઘ 4400 મીટેરની ઉંચાઈ પર સ્થિત સેલા પાસ લગભઘ આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે. આખું વર્ષ આ પર્વતમાળા ઠંડી હવાઓએ અને હિમસ્ખલનથી ટકરાતી રહે છે. આ જગ્યાનું તાપમાન લગભગ -15 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

મુંસિયારી

image source

ઉત્તરાખંડના પિથોરગઢ જિલ્લામાં સમુદ્ર તળથી 2500 મીટરની ઉંચાઈ પર સ્થિત મુંસિયારી કુદરત પ્રેમીઓ માટે ખાસ જગ્યા છે. અહીંનું વાતાવરણ આખું વર્ષ ઠંડુ અને શુષ્ક રહે છે અને તાપમાન પણ લગભગ -10 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. પક્ષિઓની દુર્લભ પ્રજાતી, હિમાચ્છાદિત પહાડો અને બરફના સરોવરો મુંસિયારીની ઓળખ બની ગયા છે.

સોનમર્ગ

image source

સોનમર્ગ એક ઉત્તમ સમર ડેસ્ટિનેશન માનવામાં આવે છે. જોકે શિયાળામાં આ જગ્યા અત્યંત ઠંડી બની જાય છે. સોનમર્ગનું તાપમાન લગભગ -6 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહે છે. સોનમર્ગ બરફથી ઢંકાયેલા કેટલાએ પહાડો અને બર્ફીલા તળાવોથી ઘેરાયેલું છે. તે કાશ્મીરની એ જગ્યાઓમાં જાણીતું છે જ્યાં આખું વર્ષ પ્રવાસીઓનો મેળો જામેલો રહે છે.

કેલોન્ગ

image source

હિમાચલ પ્રદેશનું કેલોન્ગ લેહ મેન રોડથી લગભગ 40 કિલેમીટર સુધી ફેલાયેલું છે. આ જગ્યાનુ તાપમાન ખૂબ ઓછું તો નથી હોતું, ફણ -2 ડિગ્રી સુધી નીચુ આવી જાય છે. બાઇક રાઇડર્સ અને કેટલાક ખાસ કોલ્ડ ડેસ્ટિનેશનને જોનારા શોખીન લોકો માટે આ જગ્યા ખૂબ જ સુંદર છે. આ જગ્યા મનાલી, કાજા લેહ જેવા કેટલાએ અય ટુરિસ્ટ સ્પોટ સાથે જોડાયેલી છે.

સિયાચિન ગ્લેશિયર

image source

ભારતની સૌથી ઠંડી જગ્યાનું શિર્ષક સિયાચિન ગ્લેશિયર પાસે છે. લગભઘ 5753 મીટરની ઉંચાઈ પર સ્થિત આ જગ્યાનું તાપમાન જાન્યુઆરીમાં -50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ભારત-પાકિસ્તાનના ઘણા બધા સૈનિકો આ જીવલેણ ઠંડીનો સામનો કરતા પોત પોતાના દેશની સરહદોની રક્ષા કરે છે. ઇન્ટરનેટ પર એવી ઘણી બધી વિડિયોઝ હાજર છે જેમાં સૈનિક બરફથી જામી ગયેલા ઇંડા અને ટામેટા તેમજ જ્યૂસને હથોડીથી તોડતા દેખાય છે. અહીંની અત્યંત વિપરિત પરિસ્થતિમાં અત્યાર સુધીમાં હજારો સૈનિક માર્યા ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ