કોરોના સંકટમાં સ્પેશ્યિલ ટ્રેનમાં મુસાફરીનો પ્લાન છે તો જાણો આ નિયમો, નહીં તો થશે જેલ અને ભારે દંડ

કોરોના સંકટની વચ્ચે ભારતીય રેલ્વે એક પછી એક અનેક નવી ટ્રેન શરૂ કરવાનું નક્કી કરી રહ્યુ છે. આ સમયે તહેવારની સીઝનમાં 196 જોડી એટલે કે 392 સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કોરોનાથી બચાવની સાથે ખાસ નિયમો બનાવીને ટ્રેન શરી કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. જે નિયમો અહીં તૈયાર કરાયા છે તેમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરે પર ખાસ ભાર મૂકાયો છે. જેથી કોરોનાને રોકી શકાય. આ સાથે યાત્રાના નિયમો પણ કડક બનાવી દેવાયા છે. જો કોઈ તેને તોડશે તો તેને દંડ થશે અને સાથે જેલની સજા પણ થઈ શકે છે. જાણો કઈ કલમ અનુસાર તમને કેટલી સજા થઈ શકે છે.

image source

RPFએ તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર કર્યા ખાસ નિયમ

રેલ્વેએ કડક રીતે કહ્યું છે કે માસ્ક ન પહેરવું, કોરોના સાથે જોડાયેલા પ્રોટોકોલનું પાલન ન કરવું અને તપાસમાં કોરોના પોઝિટિવ આવ્યા તો ટ્રેનમાં મુસાફરી કરવાની મનાઈ છે. આ સાથે જ આ નિયમો તોડવા માટે તમને સજા થઈ શકે છે. આ સિવાય દંડ પણ ફટકારવામાં આવે તે શક્ય છે. રેલ્વે પોલિસ ફોર્સે એમ પણ કહ્યું છે કે તહેવારની સીઝનમાં રેલ્વે પરિસરમાં માસ્ક ન પહેરવું અને સાથે યોગ્ય રીતે પણ ન પહેરવાને લઈને કાર્યવાહી થઈ શકે છે. લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણમ કહેવાયું છે.

image source

જાહેર જગ્યાઓ પર થૂકવું એ ગણાશે ગુનો

RPFના નિર્દેશ અનુસાર જો કોઈ વ્યક્તિ સંક્રમિત થવાનું જાણવા મળે છે કે ટેસ્ટ રિપોર્ટ ન આવ્યો હોય અને તે સ્ટેશન પર હોય તો સ્ટેશન પર હેલ્થ ટીમની તરફથી તેને યાત્રાની મંજૂરી નહીં મળે. આમ છતાં જો તે ટ્રેનમાં સવારી કરશે તો તેને જેલ જવું પડી શકે છે. આ સિવાય જાહેર સ્થળોએ થૂંકવું એ પણ ગુનો ગણાશે અને તેને માટે પણ દંડ થઈ શકે છે.

image source

ગંદગી ફેલાવવા બદલ થશે કાર્યવાહી

સ્ટેશન પરિસર અને ટ્રેનમાં ગંદગી ફેલાવવી કે જનસ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રભાવિત કરનારી ગતિવિધિઓ કરતાં મળશે તો પણ વ્યક્તિ પર સખત કાર્યવાહી કરાશે. રેલ પ્રશાસનની તરફથી કોરોનાને ફેલાતો અટકાવવા માટે ખાસ નિયમો જાહેર કરાયા છે અને તેને ન માનવા બદલ કાર્યવાહી કરાશે.

image source

પાંચ વર્ષની પણ સજા થઈ શકે છે

રેલ્વે પોલીસ ફોર્સે કહ્યું છે કે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, સંબંધિત વ્યક્તિ રેલ્વેના કાયદાની કલમ 145, 153 અને 154ના આધારે સજાને પાત્ર બને છે.

image source

કઈ કલમ અનુસાર કેટલી સજા થશે તે જાણો

રેલ અધિનિયમની કમ 145ના આધારે નશામાં હોવું અને આતંક ફેલાવવા બદલ એક મહિનાની સજા થઈ શકે છે. 153ના આધારે જાણી જોઈને અન્ય યાત્રીઓની સુરક્ષાને ખતરામાં રાખવા બદલ પાંચ વર્ષની સજા થઈ શકે છે. તો કલમ 154માં બેદરકારીના કારણે અન્ય યાત્રીઓને જોખમમાં મૂકવા માટે એક વર્ષની કેદ કે દંડ અથવા બંને થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ