ભાજી વિથ ગ્રીલ પાઉં : બધાની પ્રિય અને ફટાફટ તૈયાર થઇ જતી આ વાનગી, શીખી લો સરળ અને ટેસ્ટી રેસીપી…

પાવ ભાજી એટલે બધા ની મન પસંદ ડીશ. મારી તો એકદમ ફેવરિટ છે જયારે ફટાફટ રસોઈ બનાવી હોય કે અચાનક કોઈ મેહમાન આવી જાય તો ખુબજ ઝડપ થી બની જાય અને ટેસ્ટી તો ખરી જ. આજે આપણે બનાવીશુ ભાજી વિથ ગ્રીલ પાવ. તો ચાલો રેસીપી પણ જોઈ લઈએ.

૩૦૦ ગ્રામ બટેકા

૧૦૦ ગ્રામ રીંગણ

૫ -૬ ટમેટા

૮ -૧૦ – ડુંગળી

મીઠું સ્વાદ મુજબ

૨ ચમચી – પાવ ભાજી મસાલા

૨ -૩ ચમચી – છીણેલું બીટ

૧ ચમચી – હળદર

૨ ચમચી – લાલ મરચું પાઉડર

૨ લીંબુ નો રસ

૧ કપ – બાફેલા લીલા વટાણા

૨ ચમચી – આદુ, લસણ, મરચા ની પેસ્ટ

૩-૪ ચમચી તેલ

પાણી જરૂરિયાત મુજબ

પ્રેસર કૂકર માં રીંગણ અને બટેકા ને ૩-૪ સીટી સુધી બાફી લો. બીજી બાજુ લીલા વટાણા ને બાફી લો.

એક જાડા તળિયા વાળું વાસણ અથવા નોનસ્ટિક પેન લો, તેમાં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે જીણી સમારેલી ડુંગળી નાખો, ૩-૪ મિનિટ સુધી એને સાંતળવા દો, પછી તેમાં જીણા સમારેલા ટમેટા નાખો, ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો, પછી આદુ, લસણ , મરચા ની પેસ્ટ નાખી દો. હવે બધું બરાબર મિક્સ કરો અને ૨-૩ મિનિટ સુધી ચડવા દો. હવે મેશર ની મદદ થી મેશ કરી લો.

હવે તેમાં મીઠું , હળદર , પાવ ભાજી મસાલા , લાલ મરચું પાઉડર અને લીંબુ નો રસ નાખી દો. બીજી બાજુ બાફેલા રીંગણ અને બટેકા ને મેશર થી મેશ કરી લો અને તેને ડુંગળી અને ટમેટા ના મસાલા માં મિક્સ કરી દો.

હવે તેમાં છીણેલું બીટ એડ કરો, જરૂરિયાત મુજબ પાણી નાખો. હવે બાફેલા લીલા વટાણા નાખી અને બધું બરાબર મિક્સ કરી લો.

ગ્રીલ પાવ માટે

ગ્રીલ મશીન લો, પાવ ને વચ્ચે થી કટ કરી લો , બટર લગાવી દો અને ગ્રીલ મશીન માં ૨ મિનિટ માટે ગ્રીલ કરી લો. તમે બટર સાથે ચીઝ પણ નાખી શકો છો.
બસ તૈયાર છે તમારી ભાજી અને ગ્રીલ પાવ .

નોંધ: અહીં માં રીંગણ બટેકા , અને વટાણા લીધા છે તમે બીજા શાકભાજી મિક્સ કરી શકો. બીટ રુટ નાખવા થી ભાજી નો કલર સરસ આવશે, મેં અહીં છીણેલું લીધું છે તમે રસ પણ નાખી શકો.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

દરરોજ અવનવી અને ટેસ્ટી વાનગીઓની રેસીપી જાણવા માટે લાઈક કરો અમારું પેજ, આ વાનગી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો.