સુરતના પી.પી સવાણી ગ્રુપ દ્વારા સુરતમાં ફસાયેલા હજારો મજૂરોને પોતાના વતન પાછા મોકલવા કરી અનોખી ગોઠવણ, જાણો તમે પણ

સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના કર્મચારીઓને વતન પાછા મોકલવા અનોખી પહેલ, સુરતના પીપી સવાણી પરીવાર મંડળ દ્વારા સુરતમાં ફસાયેલા હજારો રૌરાષ્ટ્રના રહેવાસીઓને પોતાના વતન પાછા મોકલવાની ગોઠવણ કરવામાં આવી છે.

હાલ છેલ્લા લગભગ ડોઢ મહિનાથી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જે લોકો પોતના પરિવાર સાથે છે તેમની મુશ્કેલીઓ ઘણા અંશે ઓછી છે પણ જે લોકો પોતાના ઘરથી, પરિવારથી, પત્ની બાળકોથી દૂર છે તેમના માટે આ સમય કાઢવો ઘણો કપરો સાબિત થઈ રહ્યો છે. જેમ દેશના વિવિધ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સાના મજૂરો ફસાયેલા છે અને પોતાના વતન જવા તડપી રહ્યા છે તેવી જ રીતે સુરતમાં પણ સૌરાષ્ટ્રના હજારો લોકો કામ કરે છે અને તેઓ પણ પોતાના વતન જવા તલસી રહ્યા છે.

image source

સુરતનું પીપી સવાણી કુટુંબ પોતાના સેવા કાર્યો માટે આખાએ પ્રાંતમાં જાણીતું છે. તેઓ દર વર્ષે 200-300 દીકરીઓના સમુહ લગ્ન કરાવે છે. તેમજ સમુહ લગ્ન કરાવેલી દીકરીઓની સુવાવડની જવાબદારી પણ ઉઠાવે છે. આ ઉપરાંત વિધવા બહેનોને પણ અનેક રીતે સહાય કરે છે. તો વૃદ્ધ લોકો માટે પણ ઘણી બધી સામાજીક પ્રવૃત્તિઓ કરે છે. આ ઉપરાંત પીપી સવાણી હોસ્પિટલમાં પણ લોકોને તબીબી સેવો પુરુ પાડવામાં આવે છે. તેમજ પીતા વગરના બાળકોના અભ્યાસની ફી પણ આ પરીવાર ભરે છે.

20 દિવસ ચાલે તેટલી હજારો ફૂડકીટ જરૂરિયાત મંદોમાં વહેંચી

image source

મીડલ ક્લાસ લોકોને એક ફૂડ કીટ આપવામાં આવી છે જેમાંથી પરિવારના 4-5 સભ્યો વિસ દીવસ સુધી જમી શકે તેટલો સામાન આપવામાં આવ્યો છે. કોઈ પણ જાતની જાહેર ખબર વગર જ જરૂરિયાત મંદો સુધી આ કીટ પહેંચાડવામાં આવે છે.

100 જેટલી બસો દ્વારા મજૂર તેમજ કર્મચારીઓને વતન મોકલવાનું મીશન

સુરતના મુખ્ય ઉદ્યોગો એટલેકે કન્સ્ટ્રક્શન બિઝનેસ, હીરા ઉદ્યોગ તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે પર પ્રાંતથી લાખો લોકો રોજી રળવા આવે છે. જેમાંથી સૌરાષ્ટ્રથી પણ હજાલો રાખો લોકો ત્યાં જઈને રોજગાર મેળવી શક્યા છે પણ હાલ તેમને પણ પોતાનું વતન યાદ આવ્યું છે અને તેમને પોતાના વતન પાછા મોકલવાની વ્યવસ્થા પીપી સવાણી પરિવાર તરફથી કરવામાં આવી રહી છે. તે પણ સરકારને સાથે લઈને સરકારને કોઈ અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખીને.

આ મદદમાં તેમનું લક્ષ 100 જેટલી બસો રવાના કરવાનું છે અને તાજેતરમાં તેમણે 10 બસો તો સૌરાષ્ટ્રના વતનીઓને તેમના વતન મોકલવા માટે રવાના કરી દીધી છે. મહેશ સવાણીના જણાવ્યા પ્રમાણ તેમણે સાવરકુંડલા, ભાવનગર, ગીર, અમરેલી, ખાંભા, ધારી માટે દસ બસો રવાના કરી છે.

વિધવા બહેનોનો વતન મોકલવાનો ખર્ચ ઉઠાવશે પીપી. સવાણી પરીવાર

આ ઉપરાંત જેટલી પણ વિધવા બહેનો છે જેઓ પોતાના વતન પાછી જવા માગતી હોય તેમના સંપૂર્ણ પ્રવાસનો ખર્ચ પીપી. સવાણી પરિવારે ઉપાડ્યો છે. આ ઉપરાંત પીપી સવાણી સમુહ લગ્નમાં જે યુગલોના લગ્ન થયા હતા તેમની મુસાફરીનો ખર્ચો પણ પી.પી. સવાણી પરિવારે પોતાને શીર કર્યો છે. તેમજ આ યુગલોના નજીકના સગાઓનો અરધો ખર્ચ પણ તેઓ ઉઠાવી રહ્યા છે.

image source

સુરતથી સૌરાષ્ટ્ર તરફ 10 બસો થઈ રવાના

મહેશ સંવાણીએ વધારામાં જણાવ્યું છે કે સુરતથી સૌરાષ્ટ્ર તેમજ કાંઠિયાવાડ તરફ જતી બસોમાં મુસાફરો માટે ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 8મી મેની રાત્રી સુધીમાં 27 જેટલી બસોનું બુકીંગ થઈ ગયું છે જેમાંથી 10 બસોને તો રવાના પણ કરી દેવામાં આવી છે. પીપી. સવાણીએ જેટલા પણ લોકો સૌરાષ્ટ્ર તરફ પોતાના વતન જવા માગતા હશે તેમની વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી છે. જો કે આ બધામાં સરકારી નિયમોનું પાલન પણ જાળવી રાખવામાં આવ્યું છે. તેમ સોશિયલ ડિસ્ટન્સીંગનો પણ તેટલો જ ખ્યાલ રાખવામાં આવ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સીંગનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

પીપી સવાણી સેવા પરિવારની સંસ્થામાં 5600 લોકો કામ કરી રહ્યા છે પણ હાલ લોકડાઉનના કારણે તેમના તરફથી જે સેવાઓ આપવામાં આવે છે તેમાં માત્ર 10 લોકોની ટીમોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ વધારે લોકોને ભેગા કરતા નથી. મોબાઈલ તેમડ ડીજીટલ સિસ્ટમ દ્વારા જ કામ કરવામાં આવે છે. આખો સ્ટાફ સેનેટાઇઝ થઈને બધું વિતરણ કરે છે. જેતે વિસ્તારના સ્વયંસેવકો આ સેવાઓ પહોંચાડવાનું કામ કરે છે. હાલ 100 જેટલા લોકો ડીજીટલ માધ્યમથી કનેક્ટ રહીને સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે પીપી સવાણીના ભાવિક વાંકાવાળાએ પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર દસ જ લોકોની હાજરીમા લગ્ન કર્યા છે અને આમ કરીને તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનો મેસેજ પણ આપ્યો છે. ખરેખર પીપી સવાણી પરિવારના સેવા કાર્યો સમાજમાં એક ઉમદા ઉદાહણ પુરુ પાડી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ