ભૂતનાથ’ ફિલ્મને લઇને બીગ બીએ 12 વર્ષ પછી કરી આ મોટી વાત, શું ખબર છે તમને?

12 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી ફિલ્મ “ભૂતનાથ” ,અમિતાભ બચ્ચને જણાવ્યું ” અગ્નિપથ” સાથે જોડાયેલું હતું કનેક્શન.

image source

અમિતાભ બચ્ચન હાલ લોકડાઉનના સમયમાં પોતાના પરિવાર સાથે ઘરે જ સમય વિતાવી રહ્યા છે. એ દરમિયાન અમિતાભ બચ્ચન ક્યારેક જીમનો કોઈ ફોટો સોશિયલ મીડિયા શેર કરે છે તો ક્યારેક કોઈ રમુજી વિડીયો પોસ્ટ કરે છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન ઘણા જ એક્ટિવ જોવા મળે છે.ટ્વીટર પર એક ટ્વીટ કરીને અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે એમની ફિલ્મ ભૂતનાથે 12 વર્ષ પુરા કરી લીધા છે. સાથે સાથે અમિતાભે આ ફિલ્મ સાથે જોડાયેલુ કનેક્શન પણ જણાવ્યું હતું જે જાણીને તમે ખુદ પણ હેરાન થઈ જશો.

અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે ભૂતનાથ અને એમની જ એક બીજી ફિલ્મ અગ્નિપથ વચ્ચે એક ખાસ કનેક્શન હતું. અમિતાભે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અગ્નિપથમાં એક સીન હતો જેમાં જેલની દીવાલ પર ભૂતનાથ લખેલું જોવા મળ્યું હતું.

પોતાની ટ્વીટમાં અમિતાભ બચ્ચને આગળ લખ્યું હતું કે ” મારી ફિલ્મ ભૂતનાથને 12 વર્ષ પુરસ થયા, ખૂબ જ સરસ વિવેક. કોઈએ એક અનોખી વસ્તુ નોટિસ કરી કરી? અગ્નિપથમાં મારે જે જેલમાં જવાનું હતું અને એક કેદીને ગોળી મારવાનો સીન કરવાનો હતો.એ સીનમાં જેલની દીવાલ પર ચાકુથી ભૂતનાથ લખેલું હતું. કેવી રીતે? એ ફિલ્મ તો વર્ષો પહેલા બની હતી.”

image source

ટ્વીટની સાથે સાથે અમિતાભ બચ્ચને ફિલ્મ સાથે જોડાયેલા પોતાનાં 2 ફોટા પણ શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે ભૂતનાથ ફિલ્મ 9 મે 2008માં રિલીઝ થઈ હતી. બાળકોમાં આ ફિલ્મ ઘણી જ લોકપ્રિય બની હતી. બીજી બાજુ અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથ વર્ષ 1990માં રિલીઝ થઈ હતી. અમિતાભ બચ્ચનના આ ટ્વીટને એમના ચાહકો ઘણું જ પસંદ કરી રહ્યા છે.અને ઘણી બધી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ફિલ્મ ભૂતનાથમાં અમિતાભ બચ્ચન સાથે જુહી ચાવલા અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા.વધતી ઉંમરની કદાચ અમિતાભ બચ્ચનના એક્ટિંગ કરિયર પર કોઈ અસર થઈ નથી. આ ઉંમરે પણ ફિલ્મ જગતમાં એમનો દબદબો જળવાઈ રહ્યો છે.

અમિતાભ બચ્ચનને હવે આવનારી ફિલ્મોની વાત કરીએ તો સુજીત સરકારના નિર્દેશનમાં બનેલી “ગુલાબો સીતાબો” રિલીઝ થવા માટે તૈયાર છે.પણ કોરોના વાયરસના સંક્રમણના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે આની રિલીઝ અટકી ગઈ છે.આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની હતી. એ સિવાય અમિતાભ બચ્ચન પાસે નાગરાજ મુંજલની સ્પોર્ટ્સ દ્રામાં ફિલ્મ “ઝુંડ” છે. ધર્મા પ્રોડકશનની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” અને રૂમી જાફરીની ફિલ્મ “ચહેરે” પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ