ઇંગ્લેન્ડમાં સ્થાયી કામ કાજ છોડીને આવ્યા પોતાને ગામ પાછા, અહિયાં કરે છે ખેતી અને પશુપાલન…

આજના આધુનિક યુગમાં લોકોમાં વિદેશમાં જઈને શિક્ષણ મેળવવાની અને ત્યાં જઈને સ્થાઈ થવાની ઘેલછા વધારે જોવા મળી રહી છે. ત્યારે આપણાં ગુજરાતનાં જ પોરબંદર જિલ્લાના બેરણ ગામની એક એવી ઘટના સામે આવી છે કે ઈંગ્લેન્ડમાં સ્થાઈ થયા હોવા છ્તા આ મેહર દંપતીને વતનની માટીની મહેક ખેંચી લાવી છે. તેઓએ વિદેશની એ વૈભવી અને આલીશાન લાઈફસ્ટાઈલ છોડીને માદરે વતન કુદરતના સાનિધ્યમાં એક સામાન્ય જીવન જીવવાનું પસંદ કર્યું.

પ્રાપ્ત વિગતો અનુસાર , પોરબંદર જિલ્લાના બેરડ ગામમાં એક મેહર પરિવાર રહે છે, તેમનો યુવાન દીકરો રામદેવભાઈ વિરમભાઇ ખૂંટી અને તેમના પત્નીભારતીબેન ખૂંટી વિદેશની ધરતીને પોતાની કર્મ ભૂમી બનાવી તેઓ ઈંગ્લેન્ડમાં જ સ્થાઈ થયા હતા અને તેઓ ત્યાં સારી પોસ્ટ ઉપર પણ હતા. ભારતી બહેને સાયન્સ ફિલ્ડમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી તેમણે આગળ એરહૉસ્ટેસમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. જ્યારે રામદેવભાઈએ ઇન્ટરનેશનલ ટૂરીઝમનો કોર્ષ કરીને ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા.ભારતી બહેને બ્રિટિશ એજ્યુકેશન મુજબ ત્યાં એરહૉસ્ટેસનો કોર્સ કર્યો હતો.

આમ સમય જતાં બંને ફોરેનની ધરતી ઉપર સેટ થઈ ગયા અને પછી તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થતાં જ તેમને વતનની યાદ આવી. ગામની સીમમાં રહેલા ખેતર અને પાદર યાદ આવ્યા. ફળિયામાં બાંધેલ ગાય અને ભેંસનું ભાંભરવું યાદ આવ્યું ને તેઓ ઈંગ્લેન્ડની ધરતીને કાયમ માટે અળવીદા કહીને માદરે વતન આવી જાય છે. વર્ષ 2018 માં તે બેરણ આવ્યા ને પોતાનો ખેતીનો વ્યવસાય ફરી શરૂ કર્યો. એરોસ્ટેસનો અભ્યાસ કરેલ ભારતીબહેને પોતાના મનથી બધુ જ કામ શીખી લીધું. સમયે સમયે ગાય અને ભેસુનેદોહી લેવાનું ઘરનું બધુ જ કામકાજ અને ખેતીનું કામ પણ કરવા લાગ્યા. આ બધાંમાથી જો સમય મળે તો હોર્સ રાઇડિંગ પણ કરી લે છે.

લોકોને પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે વધારે ને વધારે સંકળાય એટલા માટે તેઓ રોજ અલગ અલગ વિડીયો બનાવી રોજ યુ ટ્યુબ ઉપર મુકીને લોકોને પ્રોત્સાહિત કરે છે. આ દંપતિની પ્રેરણાથી અત્યાર સુધીમાં ઘણા યુવાનો વિદેશથી પરત ફરી ખેતીના વ્યવસાય સાથે સંકળાઈ ગયા છે. અને આ દંપતીને પોતાના વતનમાં ખેતી કરવામાં અને પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરવામાં આનદ આવે છે.