કેળા વડા – બટેકા નથી ખાવા તો કશો વાંધો નહિ કેળાના વડા બનાવીને આનંદ ઉઠાવો…

કેળા વડા એક ફટાફટ બનતી, ખૂબ જ સ્વાદિષ્ટ અને તીખો, ખાટો અને મીઠો સ્વાદ વાળી સરસ મજાની વાનગી છે. કેળા વડા જમવામાં, નાસ્તામાં કે ચા સાથે પીરસી શકાય. દરેક સામગ્રી નું માપ આપ સ્વાદ મુજબ બદલી શકો છો.

સામગ્રી ::

• 4 કાચા કેળા

• મીઠું

• 2 થી 3 લીલા મરચા, પેસ્ટ બનાવી લેવી

• 1/2 ચમચી હળદર

• 1/2 ચમચી લાલ મરચું

• 1/4 ચમચી હિંગ

• 1.5 ચમચી ખાંડ (સ્વાદાનુસાર)

• 1.5 ચમચી લીંબુ નો રસ

• 1/4 ચમચી સંચળ

બેટર બનાવવા માટે ::

• 3 વાડકા ચણા નો લોટ

• મીઠું

• 1 ચમચી લાલ મરચું

• 2 ચપટી અજમો

• 1/4 ચમચી હિંગ

રીત ::

સૌ પ્રથમ બનાવીશું બેટર. એક મોટા અને પોહળા માં ચણા નો લોટ લો. એમાં મીઠું , અજમો, હિંગ , લાલ મરચું ઉમેરો. ધીમેં પાણી ઉમેરો અને જાડું બેટર તૈયાર કરો.

કેળા ને બાફી લો. ઠરે એટલે બાફેલા કેળા નો છૂંદો બનાવવો. ત્યાર બાદ આ છૂંદા માં લીલાં મરચાં ની પેસ્ટ , મીઠું , લાલ મરચું , હળદર , ખાંડ , લિબું નો રસ, સંચળ બધું જ બરાબર મિક્સ કરો.

આપ ચાહો તો ગરમ મસાલો , કોથમીર , સમારેલા લીલા મરચા વિગેરે પણ ઉમેરી શકાય. તૈયાર કરેલ મસાલા માંથી નાનાં નાનાં ગોળા તૈયાર કરો.

કડાય માં તળવા માટેનું તેલ ગરમ મુકો. તેલ એકદમ ગરમ થવું જોઈએ. ગરમ તેલ માંથી 1 ચમચો ગરમ તેલ બટર માં ઉમેરો અને એકદમ ફેંટો.. વાળેલા નાના ગોળા ને બેટર બાઉલ માં થોડા થોડા કરી ઉમેરવા.

લોટ બરાબર ગોળા પર ચડી જવો જોઈએ. એક એક કરી ગરમ તેલ માં ઉમેરો. મધ્યમ થી ફુલ આંચ પર તળો.

બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. તેલ માંથી કાઢી ટીસ્યુ પેપર પર રાખી લો અને બાકી ના ગોળા પણ તળી લેવા.

ગરમ ગરમ પીરસો. સાથે તીખી ચટણી , મીઠી ચટણી પીરસો.. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.