ડે.સીએમ નીતિન પટેલે પત્ની સાથે કોરોના રસીનો લીધો પહેલો ડોઝ, અર્બન હેલ્થ સેન્ટરમાં નહિં પણ આ હોસ્પિટલમાં લીધી કોરોનાની રસી…

ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે લીધો કોરોના વેકસીનનો પહેલો ડોઝ, જીવલેણ કોરોના વાયરસની રસી ભારતમાં શોધાઈ ચુકી છે અને સમગ્ર દેશમાં હવે આ રસી દરેક લોકો સુધી પહોંચે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એવામાં ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ વિરોધી વેકસીનેશનની ઝૂંબેશ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે આજે ગુજરાત રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ કોરોના વાયરસની રસી લીધી છે. એકલા નીતિન પટેલે જ નહીં પણ તેમના સમગ્ર પરિવારે પણ કોરોના વાયરસની રસી લીધી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નીતિન પટેલે પોતાના પરિવાર સહિત કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે 4 માર્ચ અને ગુરૂવારે અમદાવાદ શહેરના 8 હજાર 514 સિનિયર સિટીઝનો સહિત કુલ 13 હજાર 78 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી ફરી એકવાર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. તો આ કોરોના વાયરસને નાથવા માટે સરકાર દ્વારા રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

image source

ગુજરાત રાજ્યમાં સિનિયર સીટીઝનોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને તેમના પત્ની સહિત પરિવારજનોએ વેક્સિન લીધી હતી. નીતિન પટેલ અને એમના પરિવારને આપવામાં આવેલ રસીકરણ દરમ્યાન કોઈને આડઅસર ન થઈ હોવાનું જણાવા મળ્યું છે.

image source

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો, સરકારી હોસ્પિટલો ઉપરાંત 60 જેટલી ખાનગી હોસ્પિટલોમાં નિયત ચાર્જ લઈ કોરોના વાયરસ વિરોધી વેકિસન આપવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમના પત્ની સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિને લેવા પહોંચ્યા હતા અને ત્યાં એમને કોરોના વાયરસ વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

ઉલ્લેખનિય છે કે ગઈકાલે એટલે કે 4 માર્ચે રાજ્યના રાજ્યપાલે પણ કોરોના વેક્સિન લીધી..તે અગાઉ સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણી પણ કોરોન વેક્સિન લઈ ચુક્યા છે. હાલ આખા દેશમાં સિનિયર સિટીજનોના કોરોના વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતના પીએમ મોદીએ સૌ પ્રથમ વેક્સિન લીધી હતી.

ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોરોના વિરોધી વેક્સિન લીધા બાદ નિવેદન આપતા કહ્યુ હતુ કે, હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખબર ના પડે તે રીતે વેક્સિન આપવામાં આવી. ગુજરાત રાજ્યમાં ગઈ કાલે સાંજ સુધીમાં 3 લાખથી વધુ લોકોએ કોરોના વાયરસ વિરોધી વેક્સિન લીધી છે.વેકસીન લેનાર સૌને વેક્સિનના બે ડોઝ લેવા જરૂરી હોવા પર ભાર મુક્વામાં આવ્યો છે અને સાથે જણાવવામાં આવ્યું છે કે વેક્સિનનો કોઈ આડ અસર નથી..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!