આઈશા કેસમાં સૌથી મોટો વળાંક, આંખમાંથી લોહી નીકળે ત્યાં સુધી માર મારતો નફ્ફટ, સાસરિયાંએ પણ કંઈ બાકી ન રાખ્યું

હાલમાં એક કેસ ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો એ છોકરીને ન્યાન મળે એ માટે પણ હુંકાર લગાવી રહ્યા છે, આ છોકરી એટલે આઈશા. જો કે હવે આઈશા આ દુનિયામાં નથી પણ લોકોની લાગણી એમની સાથે જોડાયેલી છે. ત્યારે રોજ આ આત્મહત્યા કેસમાં કંઈક નવો નવો વળાંક સામે આવતો રહે છે. હવે ફરી એકવાર નવો વળાંક સામે આવ્યો છે અને બધા ધ્રુજી ઉઠ્યા છે. તો આવો વિગતે વાત કરીએ કે આ નવા વળાંક વિશે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આઇશાના આત્મહત્યા કેસમાં ક્રૂર પતિ આરીફ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. બીજી તરફ આરોપી પતિ આરીફ મોબાઈલ ફોન મળી આવતા અનેક નવા ખુલાસા પણ થઈ શકે છે.

image source

નફ્ફટ પતિ આરીફ પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હકીકતો સામે આવી છે, આ હકીકતો સામે આવ્યા બાદ લોકો ફફડી ઉઠ્યાં છે. આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આઇશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આઇશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત પણ કરી છે. આરોપી આરીફના નિવેદનમાં દહેજ માગણી કરતા હોવાનું સામે આવતાં જ ચારેકોર હાહાકાર મચી ગયા છે. જો કે આરોપી આરીફના પરિવાર પૈસા ટેકે સદ્ધર હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયા વાળા પૈસાની માગણી કરતા હતા એવું પણ સામે આવ્યું છે.

image source

જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં આરીફના મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા મેળવવામાં આવી રહ્યા છે. ત્યારે આરોપી આરીફ અને તેના પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પણ આઇશા પરિવાર પાસે અવારનવાર પૈસા માગણી કરતો હોવાની પણ માહિતી સામે આવી છે. આઇશાને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી પતિ આરીફ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ તે ફરાર થઈ ગયો હતો. રિવરફ્રન્ટ પોલીસના ગિરફ્તમાં આવ્યા બાદ મોબાઈલ ફોન વિશે યોગ્ય જવાબ આપતો ન હતો પરંતુ પોલીસ રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછમાં આરોપી આરીફ મોબાઈલ ફોન તેના બનેવીના ઘરેથી મળી આવ્યો છે. હાલમાં મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો.

image source

આ સાથે જ વધારાની માહિતી મળી છે કે આઇશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આઇશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે. જો કે આઇશા આરોપી આરીફને અનેક વખત ફોન કરતી હતી પણ આરોપી આરીફ ફોન ઉપાડતો ન હતો. આ સિવાય વાત કરવામાં આવે તો આઈશાના પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા.

image source

જેમાં આઈશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આરીફ ખાનને માર મારવાના કારણે તેની પ્રેગનેન્સી મિસ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓ આઈશાને તેના પિયર મુકી ગયા હતા. ત્યાર બાદ આઈશાના પિતા પાસે ડોઢ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જ્યાં સુધી પૈસા નહી મળે ત્યાં સુધી તેઓ આઈશાને તેડી નહી જાય તેવી પણ વાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ