‘જનતા કર્ફ્યુ’ ગુજરાત માટે નથી નવો શબ્દ, 1956માં જાણો એવુ તો શું થયુ હતુ કે ગુજરાતની પ્રજાએ સરકારને હચમચાવી મૂકી હતી

1956માં ગુજરાતની પ્રજાએ સરકારને હચમચાવી મૂકી હતી – ‘જનતા કર્ફ્યુ’ ગુજરાત માટે નવો શબ્દ નથી

image source

19મી માર્ચના રોજ સાંજે 8 વાગે પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશને સંબોધીત કર્યો હતો જેમાં તેમણે કોરોના વાયરસથી સમગ્ર દેશને બચાવવા માટે કેટલાક સૂચનો તેમજ કેટલીક જાહેરાતો કરી હતી. જેમાં તેમણે લોકોને ભીડથી દૂર રહેવા અને ઘરે રહેવા પર ભાર મુક્યો હતો. અને રવિવારના રોજ ‘જનતા કર્ફ્યૂ’ માટે દેશને અપીલ કરી છે.

image source

અને ત્યારથી જ ‘જનતા કર્ફ્યૂ’ શબ્દ લોકોના શબ્દ કોષમાં જાણે નવો જ ઉમેરાયો હોય તેવું લાગી રહ્યું છે. પણ તમને જણાવી દઈએ કે ગુજરાતના લોકો માટે આ શબ્દ જરા પણ નવો નથી. કારણ કે આ કર્ફ્યુનો અમલ પણ ગુજરાતના લોકો માટે કોઈ નવી વાત નથી. 1956ના સમયમાં કેન્દ્ર સરકારમાં નહેરુ સરકાર હતી અને તે વખતે ગુજરાતને મહારાષ્ટ્રથી પોતાનુ અલગ રાજ્ય જોઈતું હતું પણ તે વખતે નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાત મહારાષ્ટ્રનો જ એક ભાગ રહેશે અને ગુજરાત-મહારાષ્ટ્રના રાજ્યને સંયુક્ત અને દ્વિભાષી રાજ્ય ઘોષીત કરવામાં આવ્યું.

અને તેના વિરોધમાં ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના કોલેજમાં ભણતા યુવાનોએ આ નિર્ણયને નામંજુર કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યું. તેમની માંગ હતી કે ગુજરાતને અલગ રાજ્ય ઘોષિત કરવામાં આવે અને આંદોલન એટલું બધું હિંસાત્મક બની ગયું હતું કે તે વખતની કોંગ્રેસની સરકારે યુવાનો પર ગોળીબાર પણ કર્યા હતા. જેમાં બે યુવાનો શહીદ થઈ ગયા હતા.

સરકારના પગલાંથી આખુંએ આંદોલન સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયું અને સરકારે રીતસરનો આંદોલનકારીઓ પર પોલીસ દમન આચરવા માંડ્યો. અને ધીમે ધીમે ગુજરાતના બધા જ શહેરોમાં પોલીસ ખડકીને સરકારી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યા હતા.

image source

પણ ગુજરાતની પ્રજા તેમ પોતાનો હક્ક છોડે તેવી નહોતી. છેવટે ગલીએ ગલીએ ‘મહાગુજરાત લેકે રહેંગે’ના નારા ગુંચવા લાગ્યા. કેન્દ્ર સરકાર માટે આખુંએ આંદોલન ઓર વધારે પડકારજનક બનતું ગયું. અને તે વખતે આંદોલનકારી નેતાઓએ પોતે જ જનતા કર્ફ્યુ જાહેર કર્યો અને લોકોને તેને અનુસરવા અપીલ કરી. અને આ જનતા કર્ફ્યુ કોઈ એક દિવસનો નહોતો પણ ઘણા બધા દિવસ ચાલ્યો હતો અને આંદોલનકારીઓના ઇરાદા એટલા મક્કમ હતા કે તેની નોંધ માત્ર દેશના મિડિયાએ જ નહીં પણ આંતરરાષ્ટ્રિય મિડિયાએ લેવી પડી હતી.

image source

તમને જણાવી દઈએ કે આ આંદોલન તો યુવાનો દ્વારા શરૂ કરવામા આવ્યું હતું પણ તેમાં આખાએ ગુજરાતના નાના બાળકોથી માંડીને વૃદ્ધોએ ભાગ લીધો હતો અને આંદોલનકારીઓ દ્વારા જાહેર કરવામા આવેલા આ જનતા કર્ફ્યૂમાં તેમનો પૂર્ણ સહકાર હતો. તે વખતે કેટલાએ દિવસો સુધી રસ્તાઓ પર એક માણસ પણ ફરકતું ભાગ્યે જ જોવા મળ્યુ હતું, અને તે વખતે વિરોધ પ્રદર્શન માટે યુવાનોએ અમદાવાદની ગલીઓ ગલીઓમાં પોળો, સોસાયટીથી શરૂ કરીને આખાએ શહેરમાં હ્યુમન ચેઈન રચવામાં આવી હતી. અને તે વખતે અમદાવાદીઓએ ગજબની શિસ્તનું પ્રદર્શન કર્યું હતું.

યુવાનોના આંદોલનમાંથી મહાજુગરાતનું આંદોલન હવે સમગ્ર ગુજરાતવાસીઓનું બની ગયું હતું તેમાં વેપારીઓ પણ જોડાયા હતા. અને નાનાથી લઈને મોટા વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખ્યા હતા. અને આમ છેક 1956માં જનતાએ પોતે જ ‘જનતા કર્ફ્યૂ’ જાહેર કર્યો હતો. જેને હવે ફરી એકવાર માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ 22મી માર્ચના રોજ રવિવારે અનુસરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ