ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, સુરત અને રાજકોટમાં બે કેસ પોઝિટિવ નોંધાયા.

કોરોના વાયરસ ગુજરાતમાં

ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસના બે પોઝેટીવ કેસ સામે આવી ગયા છે. આ બન્ને દર્દીઓ વિદેશથી ગુજરાત રાજ્યમાં આવ્યા હતા. આ બે કેસ માંથી એક શંકાસ્પદ કેસ રાજકોટ શહેરમાં પોઝેટીવ કેસ નોંધાયો છે, જયારે બીજો શંકાસ્પદ કેસ સુરત શહેરમાં પોઝેટીવ રીપોર્ટ આવ્યો છે. કોરોના વાયરસ વિરુદ્ધ સાવધાનીના પગલારૂપે ગુજકેટની પરીક્ષા હાલ પુરતી રદ્દ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પોઝેટીવ કેસ નોંધવા પર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટ્વીટ કરાયું છે કે, ગુજરાત રાજ્યમાં રાજકોટ અને સુરત શહેરમાં બે શંકાસ્પદ કેસના રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે. અમારી ટીમ ક્વોરેન્ટાઇન સહિતની તમામ સુવિધાઓ અને યોગ્ય પગલાઓ ભરવામાં આવ્યા છે.

image source

આ વિષે રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ અધિકારીક જાહેરાત કરી દીધી છે. હાલ બન્ને દર્દીઓની સ્થિતી સ્થિર છે. રાજકોટનો યુવક મક્કા મદીનાથી પાછા આવ્યા હતા. જયારે આ વિષે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલએ પણ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં કોરોના વાયરસના બે પોઝેટીવ કેસ નોંધવામાં આવ્યા છે. રાજકોટમાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓના એકઠા થવા પર, સભાઓ, રેલીઓ અને મેળાવડાઓનું આયોજન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં વધારે બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. બન્ને દર્દીઓના બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યા અને સેમ્પલને ટેસ્ટ કરવા માટે પુણાની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

image source

રાજકોટ જીલ્લામાં કલમ ૧૪૪નો અમલ કરી દેવામાં આવ્યો છે. અધિક કલેકટર પરિમલ પંડ્યા દ્વારા રાજકોટ જીલ્લામાં કલમ ૧૪૪ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૩૭(૪) અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના વાયરસ વિષે કોઇપણ પ્રકારની અફવા કે ખોટી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી ફેલાવતા પકડાશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

image source

રાજકોટ જીલ્લામાં પરવાનગી સિવાય કોઇપણ સભા કે સરઘસ કાર્યક્રમોનું આયોજન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. રાજકોટના બધા જ બાગ-બગીચા અને બાળકોના રમવા માટેના મેદાનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ શેહરના લોકોને પણ બાગ-બગીચાઓમાં પ્રવેશ ના કરવા માટે અપીલ કરવામાં આવી છે.

રાજકોટથી આંતરરાજ્ય બસ સેવા બંધ:

image source

રાજકોટ શહેરના એસટી વિભાગ દ્વારા પણ આ વિષે સાવધાની રાખતા રાજકોટથી આંતરરાજ્ય બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેના ચાલતા ગોંડલથી રાજસ્થાન જતી-આવતી બસ ઉદયપુર અને મહારાષ્ટ્રમાં આવતી-જતી નાસિક બસ રૂટનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત એસટી તંત્રના હુકમ હશે તો એક્સપ્રેસ બસનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવશે. આવું ડેપો મેનેજર જે.આર. અગ્રાવતનું કહેવું છે.

રાજકોટનો યુવાન સાઉદી અરેબિયાથી મુંબઈ થઈને રાજકોટ આવ્યો હતો.:

image source

રાજકોટનો ૩૨ વર્ષીય યુવાન મદીનાથી સાઉદી અરેબિયા થી મુંબઈ આવ્યો હતો. તેને કોરોના વાયરસ રોગના લક્ષણો જોવા મળતા ૧૭ માર્ચના રોજ પી.ડી.યુ.મેડીકલ કોલેજ રાજકોટમાં દાખલ કરવામાં આવ્યા હતો. તેની વિગતવાર તપાસ કરતા તેનામાં કોરોના વાયરસ રોગને મળી આવતા તરત જ તેના સેમ્પલ એમ.પી. શાહ મેડીકલ કોલેજ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં આ દર્દીના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે.

સુરતની યુવતી લંડનથી મુંબઈ થઈને સુરત આવી હતી.:

સુરતની ૨૧ વર્ષીય યુવતી લંડનમાં અભ્યાસ કરી રહી હતી. આ યુવતી લંડનથી મુંબઈ થઈને સુરત પાછી આવી હતી. ૧૬ માર્ચના રોજ આ યુવતીને ઉધરસ, ખાંસી અને તાવની સમસ્યા થઈ . ત્યાર પછી તેને સુરત સિવિલ હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવી હતી. જ્યાં તેની વિગતવાર તપાસ કરતા તેનામાં કોરોના વાયરસના લક્ષણ જવા મળતા તરત જ આ યુવતીના સેમ્પલને બી.જે. મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે તપાસ કરવા માટે મોકલી આપવામાં આવ્યા અને આ યુવતીનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. આને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ યુવતીના સંપર્કમાં આવેલ ૯ વ્યક્તિઓને ક્વોરેટાઇન કરી દેવામાં આવ્યા છે.

બે વ્યક્તિઓના રીપોર્ટ પોઝેટીવ, હજી ૨૫ વ્યક્તિઓના રીપોર્ટ બાકી :

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૫૦ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમાંથી બે વ્યક્તિના રીપોર્ટ પોઝેટીવ આવ્યા, જયારે ૧૨૩ વ્યક્તિઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. પરંતુ હજી પણ બીજા ૨૫ વ્યક્તિઓના રીપોર્ટ આવવાના હજી બાકી છે. સુરતની યુવતીના કોરોના વાયરસની પુષ્ટિ કલેકટર બંછાનિધિ પાની દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જયારે રાજકોટના યુવકના રીપોર્ટની પણ રાજકોટના મેયરે આ વાતને કન્ફર્મ કરી છે.

તંત્રે અગાઉથી જ પોઝેટીવ કેસ માનીને દર્દીના ૧૭ સંબંધીઓને ક્વોરેન્ટાઇન કર્યા હતા.:

image source

શહેરના જ્ન્ગ્લેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલ યુવકના સેમ્પલ જામનગર લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. પણ આ યુવકનો રીપોર્ટ વધારે શંકાસ્પદ જણાતા તેના સેમ્પલને પુણાની લેબમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા. તંત્રએ પહેલાથી જ પોઝેટીવ કેસ માનીને સાવધાનીના રૂપમાં યુવકના ફેમીલી મેમ્બર અને અન્ય સભ્યો સાથે લગભગ ૧૭ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરીને પથિકાશ્રમ ખાતે ખસેડી દેવાયા હતા. જેના લીધે આરોગ્ય વિભાગમાં ઉચાટ જોવા મળ્યો હતો. નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠેડે જણાવ્યું હતું કે, ગઈકાલ રોજ વધારે ચાર શંકાસ્પદ કેસ નોધવામાં આવ્યા છે. આ ચારેવ વ્યક્તિના બ્લડ સેમ્પલને જામનગર ચકાસવા માટે મોકલી દેવામાં આવ્યા છે. આ વ્યક્તિઓ વિદેશથી આવ્યા હતા અને કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જંગલેશ્વરમાં આરોગ્ય વિભાગની ૪૦ ટીમોએ ૧૮ હજારથી વધારે ઘરોમાં સર્વે કર્યો.:

image source

જંગલેશ્વરમાં આરોગ્ય વિભાગની ૪૦ ટીમો દ્વારા ૧૮ હજારથી પણ વધારે ઘરોમાં સર્વે કરાયો છે. આ સર્વેમાં ૨૨૫ કર્મચારીઓ જોડાયા હતા. સિવિલ હોસ્પીટલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રીપોર્ટ આવે તે પહેલા તંત્ર દોડતું થઈ ગયું છે.

મક્કા ગયેલ યુવાન ચાર દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો.:

image source

જંગલેશ્વરના રહેવાસી 43 વર્ષીય યુવાન મક્કા મદીના ગયા હતા અને ત્યાંથી ચાર દિવસ પહેલા જ રાજકોટ આવ્યા હતા. રાજકોટ આવ્યા પછી તેઓને શરદી અને તાવની સમસ્યા થતા મંગળવારની સાંજે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોના વાયરસની શંકા થતા યુવાનના લોહી અને કફના સેમ્પલ લેવામાં આવ્યા અને તેને જામનગર લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. જામનગર લેબોરેટરીમાં મોકલેલ સેમ્પલ પરથી નિદાન સ્પષ્ટ થયું નહી જેના લીધે આ સેમ્પલને પુણાની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી ગઈકાલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હોવા વિષે ટ્વીટ કરીને સુચના આપી હતી.

પથિકાશ્રમ અને સિવિલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં કડક બંદોબસ્ત:

image source

ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, જામનગરની લેબોરેટરીમાં પૃથ્થકરણ કર્યા પછી જો કોઈ બાબત સ્પષ્ટ નથી થતું તો વધારે નિદાન માટે એ સેમ્પલને પૂણાની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે. અને ત્યાર પછી તેના રિપોર્ટનું ચિત્ર સ્પષ્ટ થાય છે. જયારે બીજી બાજુ રાજકોટ જીલ્લાના કલેકટર રેમ્યા મોહનનું પણ કહેવું હતું કે, દર્દીના રીપોર્ટ હજી સુધી સ્પષ્ટ થયો નથી, પણ પરિસ્થિતિની ગંભીરતા સમજીને સાવધાનીના પગલાં લેવામાં આવ્યા છે. વૃદ્ધના ફેમીલી મેમ્બર્સ અને તેના સંપર્કમાં આવેલ ૧૭ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરીને પથિકાશ્રમ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. પથિકાશ્રમ અને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં પણ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવ્યો છે. પણ આ વાત આગની જેમ શહેરમાં ફેલાઈ જતા યુવાનને કોરોના વાયરસ હોવાની ચર્ચાએ વેગ પકડી લીધો હતો.

૭૬ વ્યક્તિઓને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા.:

image source

સિવિલ હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડની ઉપર બીજા માળે આવેલ આઇસોલેશન વોર્ડની સામે આવેલ ટીબી વોર્ડ અને નીચેના માળે આવેલ પ્રસુતિ વિભાગના દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓની લીફ્ટ અલાયદી કરી દેવામાં આવી છે. તેમજ તેઓના કોઈ એક જ સંબંધીને હાજર રહેવા માટે સખત સુચના આપી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં અત્યારે ૭૬ વ્યક્તિઓના કોરોના વાયરસના શંકાસ્પદ કેસ હોવાથી આરોગ્ય વિભાગે તેઓને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસને લીધે રાજકોટ બાન લેબની ઉત્તરાખંડ અને હિમાચલ ખાતેની ફેકટરીમાં મોટાભાગના વિભાગો બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ૭૦૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

શંકાસ્પદ દર્દી સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ખસેડવામાં આવે તો તેના માટે ૬ સ્થળ નક્કી કરાયા:

image source

શંકાસ્પદ દર્દીઓના સંપર્ક આવેલ વ્યક્તિઓને ખસેડવા પડે તો કલેકટર મારફતે ૬ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે. માલીયાસણ પાસે ત્રિમૂર્તિ મંદિરના ૯ રૂમ અને ૨ હોલ, જયારે કાલાવડ રોડ પર બે હજાર બેડની વ્યવસ્થા ધરાવતી સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ અને યુનીવર્સીટી રોડ પર સ્થિત એમ્પ્લોયઝ ટ્રેનીંગ સેન્ટરને પણ સામેલ કરવામાં આવ્યા છે. ઉપરાંત જંગલેશ્વર વિસ્તારમાં સવારથી કોર્પોરેશન, કલેકટર અને પોલીસની ૨૨ ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ કોરોના વાયરસ યુવાનના ઘરની આજુબાજુના ૬૦ મીટરના એરિયામાં ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ