નિર્ભયા કેસના ચાર આરોપીઓને આ તારીખે અપાશે ફાંસી, જાણો પૂરા ઘટના ક્રમ વિશે…

ડિસેમ્બર, ૨૦૧૨માં દેશની રાજધાની દિલ્હીમાં એક જઘન્ય અપરાધ એવા સામુહિક બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી નિર્ભયાના કેસમાં આજે પટિયાલા કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. લાંબી ન્યાયિક પ્રક્રિયા પછી નિર્ભયાની આત્માને શાંતિ આપી શકે તેવો ચુકાદો આવ્યો છે. નિર્ભયા પર સામુહિક બળાત્કાર કરનાર ચારેવ અપરાધીઓને ફાંસી આપવાનો હુકમ આપી દિલ્હીની પટિયાલા કોર્ટે આપી દીધો છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સવારે ૭ વાગે ચારેવ અપરાધીઓ, અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને ફાંસીએ લટકાવી દેવામાં આવશે.

image source

નિર્ભયા ગેંગરેપ કેસના દોષીતો માટે દિલ્હીનની પટિયાલા કોર્ટે ડેથ વોરંટ જારી કરી દીધું છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ સવારે ૭ વાગે ફાંસી આપવામાં આવશે. આજે દિલ્હીની પટિયાલા કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી પર સુનાવણી થઈ રહી હતી. જે સંલગ્નમાં પટિયાલા કોર્ટે પોતાનો ચુકાદો નિર્ભયાની માતાની તરફેણમાં આપતા ચારેવ નરાધમોને ફાંસીની સજા માટેનું ડેથ વોરંટ જાહર કરી દીધું છે. આ ચારેવ અપરાધીઓને સવારે ૭ વાગે ફાંસી આપવાનો હુકમ કરી દીધો છે.

image source

આજે સમગ્ર દેશની નજર નિર્ભયા કેસની સુનાવણી પર હતું. દેશની દરેક વ્યક્તિ મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે ફાંસીની સજા જ થાય. આમ આજે પટિયાલા કોર્ટે લોકોની લાગણીઓ અને ન્યાયની દ્રષ્ટિએ નિર્ભયાના ચારેવ અપરાધીઓને ફાંસીની સજા આપતા ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે.

image source

૭ જાન્યુઆરી મંગળવારના રોજ દિલ્હીની પટિયાલા કોર્ટે દોષીતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. આ ફેસલો આપતા જજે કહ્યું કે ૨૨ જાન્યુઆરીના રોજ સવારે ૭ કલાકે ગુનેગારોને ફાંસી આપવામાં આવશે. દોષી અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરંટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમય દરમીયાન તેઓ કોઈ અપીલ નહિ કરે તો તેઓને ફાંસી આપી દેવામાં આવશે.

image source

વીડિયો કોંફરન્સ દ્વારા આ સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી પટિયાલા કોર્ટના જજે આરોપીઓને પૂછ્યું હતું કે, શુ જેલ પ્રશાસને આપને બધી નોટિસ આપી હતી? આ સવાલનો જવાબ આપતા આરોપીઓએ કહ્યું કે હા અમને નોટિસ આપવામાં આવી હતી.

image source

કોર્ટમાં સુનાવણી દરમિયાન નિર્ભયાના પરિવારે કોર્ટમાં માંગ કરતા કહ્યું કે ‘તમામ આરોપીઓની વિરુદ્ધ જલ્દીથી જલ્દી ડેથ વોરંટ જાહેર કરી દેવામાં આવે.’ નિર્ભયાની માતાની આ માંગના સમર્થન કરતા સરકારી વકીલે કહ્યું કે “ડેથ વોરંટ પછી પણ આરોપીઓ પાસે સમય હશે. દોષીતોની કોઈપણ અરજી ક્યાંય પણ પેન્ડિંગ નથી. આ કારણે કોર્ટ ડેથ વોરંટ જાહેર કરી શકે છે.”

image source

ઉપરાંત સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે” નિષ્ણાતો અરજીની વિરુદ્ધ છે.” ઉપરાંત સરકારી વકીલ કહે છે કે” દોષીઓ ફક્ત ટાળવાની વાત કરે છે.” નિર્ભયાના અપરાધીઓ હજી પણ પટિયાલા કોર્ટના જણાવ્યા મુજબ અને અગાઉ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ક્યુરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ પાસે દયા યાચીકા કરી શકે છે.

image source

અગાઉ મળેલ તિહાડ જેલના સૂત્રો મુજબ તિહાડ જેલમાં નિર્ભયાના ચારેવ આરોપીઓને એકસાથે ફાંસી આપવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ઉપરાંત તિહાડ જેલ દેશની એવી પ્રથમ જેલ બની ગઈ છે જ્યાં એકસાથે ચાર અપરાધીઓને ફાંસીની સજા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. થોડાક સમય પહેલા સુધી તિહાડ જેલમાં ફક્ત બે જ અપરાધીઓને ફાંસી આપવાની વ્યવસ્થા હતી. આ બે ફાંસીના માંચડાનો ઉપયોગ વર્ષ ૧૯૮૨માં રંગા અને બીલ્લા નામના અપરાધીઓને ફાંસી આપવા માટે ઉપયોગ કરાયો હતો.

image source

આ ચાર ફાંસીના માંચડાના નિર્માણ માટે રામ લોક નિર્માણ વિભાગ દ્વારા એટલે કે PWD ની મદદથી પૂર્ણ કરાયું હતું. જેના માટે તિહાડ જેલમાં JCB પણ લાવવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ