આંખ નીચેના ડાર્ક સર્કલને અઠવાડિયામાં દૂર કરવા આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપાયો

ચહેરાની સુંદરતા વધારવામાં આંખો ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંખોની નીચે ડાર્ક સર્કલ્સ કોઈપણ વ્યક્તિની પર્સનાલિટીને ખરાબ કરી શકે છે.

image source

આંખોની નીચે ડાર્ક સર્કલ્સ આવવાના ઘણા કારણો હોઈ શકે છે જેવા કે, ઊંઘ પુરી ના થવી, જિંદગીમાં તણાવ વધી જવો, કમ્પ્યુટરનો વધારે ઉપયોગ કરવાથી, સ્મોકિંગ કે આલ્કોહોલની ખરાબ આદત, શરીરમાં લોહીની ઉણપ, ઋતુનું બદલાવવું, અયોગ્ય ખાનપાન, શરીરમાં પાણીની ઉણપ વગેરે કારણોના લીધે આંખોની નીચે ડાર્ક સર્કલ્સ આવી શકે છે.

આ ડાર્ક સર્કલ્સથી છુટકારો મેળવવા ઘણીવાર લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ કેમિકલયુક્ત પ્રોડક્ટ આંખોની નીચેના ડાર્ક સર્કલ્સ થોડા સમય માટે ગાયબ કરી શકે છે.

image source

પણ આ પ્રોડક્ટ લાંબાગાળે સ્કિનને અને આંખોને નુકસાન પણ પહોંચાડી શકે છે. આથી અમેં આપને આજે કેટલાક એવા ઘરેલુ ઉપાયો જણાવીશું જેનાથી ડાર્ક સર્કલ્સ તો થઈ જ જશે પણ આ સાથે જ આંખોને કે સ્કિનને કોઈ નુકસાન પણ નહીં થાય.

આંખોની નીચેના ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો:

-કોફી ક્રીમ:

image source

૧ ટી સ્પૂન કોફી અને ૨ ટી સ્પૂન બદામનું તેલ. એક ટી સ્પૂન કોફી અને બે ટી સ્પૂન બદામનું તેલ બંનેને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને એક એર ટાઈટ બોટલમાં ભરી દેવી અને આ બોટલને અંધારી જગ્યા પર સાત દિવસ માટે મૂકી દેવી.

સાત દિવસ પછી આ બોટલ ખોલવી. હવે આ પેસ્ટને પાતળા કપડાથી ગાળી લેવી. હવે આ ક્રીમ એકદમ પાતળી થઈ ગઈ હશે. આ ક્રીમને આંગળી પર એક બુંદ જેટલી લઈને આંખોની નીચે ડાર્ક સર્કલ્સ પર લગાવી દેવી.

image source

આ ક્રીમને આખીરાત લગાવી રાખવી. આમ કરવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ્સ થોડાક દિવસમાં ગાયબ થઈ જશે.

-થોડાક દુધમાં એક ચમચી ચા પત્તી નાખીને આખીરાત પલાળી રાખવી. ત્યારબાદ આ ચા પત્તીને દૂધમાં બરાબર મિક્ષ કરીને આંખોની નીચેના ડાર્ક સર્કલ્સ પર લગાવો. થોડાક દિવસમાં જ ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જશે.

image source

-ડાર્ક સરકલ્સને હટાવવા માટે કાકડીના રસનો પણ ઉપયોગ કરી શકાય છે. કાકડીના રસને આશરે દસ મિનિટ સુધી ડાર્ક સર્કલ્સ પર લગાવો. આમ રોજ નિયમિત લગાવવાથી થોડાક દિવસમાં ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જશે.

-બદામના તેલનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાનો રંગ હળવો પડવા લાગે છે. નિયમિત રીતે ડાર્ક સર્કલ્સ પર બદામનું તેલ લગાવવાથી થોડાક દિવસોમાં જ ફરક જોઈ શકશો.

image source

-ડાર્ક સર્કલ્સને દુર કરવા માટે ટામેટા સૌથી કારગત ઉપાય છે. ટામેટા કુદરતી રીતે આંખોની નીચેના ડાર્ક સર્કલ્સને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ ટામેટાનો ઉપયોગ કરવાથી તવચા સોફ્ટ અને ફ્રેશ રહે છે. ટામેટાના રસમાં થોડા ટીપું લીંબુ ભેળવીને લગાવવાથી જલ્દી ફાયદો થઈ શકે છે.

-ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે બટાકાનો પણ ઉપયોગ કરી શકાય છે. બટાકાના રસમાં પણ લીંબુનો રસ ઉમેરવો. પછી આ મિશ્રણને રૂની મદદથી આંખોની નીચે લગાવવાથી ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જાય છે.

image source

-ઠંડી ટી બેગ્સના ઉપયોગથી પણ ડાર્ક સર્કલ્સ જલ્દી ખતમ થઈ જાય છે. ટી બેગ્સને થોડીવાર પાણીમાં ડુબાડી રાખો. ત્યારબાદ આ ટી બેગ્સને ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકી દેવી.

થોડાક સમય પછી આ ટી બેગ્સને ફ્રીઝમાંથી કાઢીને આંખો પર રાખીને સુઈ જવું. દસ મિનિટ સુધી આવું રોજ કરવાથી ફાયદો થઈ શકે છે.

image source

-ઠંડા દુધના લેપથી પણ આંખોની નીચેનું કાળાપણું દૂર કરી શકાય છે. કાચા દૂધને ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકી દેવું. ત્યારબાદ આ દૂધને કોટન રૂથી આંખોની નીચે લગાવી દેવું. આ રીતે દિવસમાં બે વાર કરવાથી જલ્દી ફાયદો મળે છે.

-આ સમયે સંતરા પણ ખૂબ મળે છે તો આપ આ સંતરાના છોતરાને તાપમાં સૂકવીને તેને પીસીને પાવડર બનાવી લેવો. આ પાવડરમાં ગુલાબજળ ભેળવીને લગાવવાથી ડાર્ક સર્કલ્સ જલ્દી ગાયબ થઈ જાય છે.

image source

ઉપરોક્ત જણાવેલ ઉપાયો ઓછામાં ઓછો ૧ મહિના સુધી આ પ્રયોગો કરવા. આપને જલ્દી જ ફરક જોવા મળશે. તેમજ આપે દરરોજ છથી સાત કલાકની ઊંઘ જરૂરથી લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ