આ ભયાનક સ્થળ પર છે અનેક ખોપડીઓ, તસવીરો છે એકદમ ડરામણી, જોઇ શકો તો જ જોજો

દુનિયાભરમાં એવા અનેક સ્થાનો આવેલા છે જેમાં ઘણી ઐતિહાસિક કે આશ્ચર્યજનક વસ્તુઓ રહેલી છે.

image source

આવા અનેક સ્થળો વિષે આપણે જાણતા હોઈએ છીએ જયારે એવા પણ અનેક સ્થાનો છે જેના વિષે હજુ આપણને પુરી માહિતી મળી નથી.

આવી જ એક વિસ્મયકારી જગ્યા છે ફ્રાન્સની રાજધાની પેરિસમાં. પેરિસ શહેરમાં આવેલા એક અંડરગ્રાઉંડ પ્લેસ એટલે કે ભોંયરામાં 60 લાખથી પણ વધુ માનવ ખોપડીઓ અને અસ્થિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

image source

અહીંના દ્રશ્યો જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય તેમ છે કાચા – પોચા હદય વાળાઓનું તો આ કામ જ નહિ.

તમને કદાચ માનવામાં નહિ આવે પણ આ હકીકત છે. પેરિસમાં આવેલા આ કબરોના ભોંયરાને ત્યાંના સ્થાનિક લોકો ફ્રેન્ચ કૈટકોમ્બ્સ ના નામથી ઓળખે છે.

image source

જમીનની સપાટીથી 20 મીટર એટલે કે લગભગ 60 ફૂટ નીચે સ્થિત આ ભોંયરામાં 60 લાખ આસપાસની સંખ્યામાં જુના ખોપડી અને માનવ કંકાલ રાખવામાં આવ્યા છે.

રાખવામાં આવ્યા છે એટલે ઢગલો કર્યો હોય એમ પણ નહિ પરંતુ તેને વ્યવસ્થિત અને કલાકારીની છાંટ દેખાય એ રીતે ગોઠવવામાં આવી છે.

image source

એ ઉપરાંત દીવાલ પર પણ અસ્થિઓ અને ખોપડીઓને ગોઠવવામાં આવી છે જે દીવાલની લંબાઈ લગભગ 2 કિલોમીટર જેટલી છે.

એવું કહેવાય છે કે વર્ષ 1785 માં કબ્રસ્તાનના અભાવે અહીં કેટલીય લાશોને એક સાથે સામુહિક કબર બનાવી દફનાવી દેવામાં આવી હતી. આ સ્થળ ભયાનક અને કંપારી છૂટી જાય તેવું હોવા છતાં દુરદુરથી લોકો અહીં આ ફ્રેન્ચ કૈટકોમ્બ્સ જોવા માટે આવે છે.

image source

ઉલ્લેખનીય છે કે પહેલીવાર વર્ષ 2008 માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ ફ્રેન્ચ કૈટકોમ્બ્સની અત્યાર સુધી લગભગ ચાર કરોડથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે.

સ્થાનિક અહેવાલો મુજબ આ સ્થળની ખાસિયત એટલે કે લાખોની સંખ્યામાં માનવ ખોપડીઓ અને કંકાલોના આશ્ચર્યજનક સંગ્રહથી પ્રભાવિત થઇ કેટલાક ફિલ્મ પ્રોડ્યુસરોએ પોતાની ફિલ્મોનું શૂટિંગ પણ અહીં કરેલ છે. એ ઉપરાંત ફેશન શો યોજવા માટે પણ આ જગ્યાનો ઉપયોગ થયેલ છે.

image source

એવું કહેવાય છે કે આ ફ્રેન્ચ કૈટકોમ્બ્સની શોધ થયા બાદ અહીં આટલી મોટી સંખ્યામાં માનવ ખોપડી અને માનવ કંકાલ એકઠા કરવામાં લગભગ 10 વર્ષોનો સમય લાગ્યો હતો.

image source

જે લોકોને હોરર એડવેન્ચર માણવાનો શોખ હોય તેઓએ એક વખત આ ફ્રેન્ચ કૈટકોમ્બ્સની મુલાકાત લેવા જેવી ખરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ