તિહાડ જેલમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને ગમે તે ઘડીએ એક સાથે લટકાવાશે ફાંસીએ, પૂરી ઘટના વાંચો એક ક્લિકે…

દેશની નહિ પણ દક્ષિણ એશિયાની સૌથી સુરક્ષિત તિહાડ જેલમાં બંધ છે નિર્ભયાના અપરાધીઓ. નિર્ભયા ના ચાર અપરાધીઓ અક્ષય, વિનય, મુકેશ અને પવનને ફાંસી આપવાની તૈયારીઓ ખૂબ ઝડપમાં ચાલી રહી છે. કારણકે આ ચાર અપરાધીઓને એકસાથે જ ફાંસીની સજા અપાવા જઈ રહી છે. જણાવાય રહ્યું છે કે અપરાધીઓ પાસે ક્યુરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ પાસે દયા યાચીકા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. બન્ને તરફથી જ્યારે યાચીકાને રદ કરી દેવામાં આવશે ત્યારપછી જ ચારેવ અપરાધીઓને એકસાથે જ તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવશે.

image source

પહેલીવાર એકસાથે ચાર લોકોને ફાંસી આપવામાં આવશે.

નિર્ભયાના દોષીઓને ફાંસી પર લટકાવવાનો દરમિયાન એવી પહેલી તક હશે જ્યારે ચાર લોકોને એકસાથે તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવશે. આની પહેલા ૧૯૮૨ માં રંગા- બીલ્લાને એકસાથે ફાંસી આપવામાં આવી હતી.

image source

એક જ તખ્ત પર ફાંસી આપવામાં આવશે.

તિહાડ જેલ પ્રસાશન સાથે જોડાયેલ સુત્રો મુજબ ચારેવ દોષીઓ વિનય, મૂકેશ, પવન અને અક્ષયને એકસાથે ફાંસી આપવા માટે એક જ તખ્ત તૈયાર કરી દેવાયો છે. પહેલા તિહાડ જેલમાં ફક્ત બે અપરાધીઓને જ એકસાથે ફાંસી આપવાની વ્યવસ્થા હતી. તિહાડ જેલ પ્રસાશને તખ્તની લંબાઈ વધારી દીધી છે. તેમજ સોમવારે જ આ કામ પીડબ્લ્યુડીએ પૂરું કરી દીધું છે.

image source

જેસીબી ની મદદથી તૈયારી પુરી કરાઈ.

જણાવાઈ રહ્યું છે કે તિહાડ જેલની સેલ ન.૩ માં આ તખ્ત તૈયાર કરાયો છે. ખરેખર જેલમાં ફાંસી પર લટકાવ્યા પછી તેની નીચે એક પર્યાપ્ત પ્રમાણમાં ઊંડાઈ હોવી જોઈએ, જેનાથી શવને નીચે ઉતારી શકાય. એવામાં ત્યાં ઊંડો ખાડો કરવા માટે જેસીબીની મદદ પણ લેવાઈ છે.

image source

જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં નાખી શકાય છે ક્યુરેટિવ પિટિશન.

જણાવાય રહ્યું છે કે રજાઓ પછી સુપ્રીમ કોર્ટ ખુલતા જ ચારેવ દોષીઓની ક્યુરેટિવ પિટિશન નાખવાની રહેશે. જો કે પાછલી સુનાવણીમાં કોર્ટે એક દોષી અક્ષયની પુનઃવિચાર યાચીકાને ખારીજ કરતા ત્રણ અઠવાડિયાની અંદર ક્યુરેટિવ પિટિશન દાખલ કરવાની વાત કહેવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં દોષીઓની ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવશે. ક્યુરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ પાસે દયા યાચીકા ખારીજ થયા પછી જ ચારેવ અપરાધીઓને ફાંસી પર લટકાવવાનું નક્કી કરવામાં આવશે.

image source

જણાવીએ કે ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨બ રોજ દિલ્લીના વસંત વિહાર વિસ્તારમાં ચાલુ બસમાં ચારેવ દોષીઓ અક્ષય, મુકેશ, પવન અને વિનય એમ ચારેવ મળીને નિર્ભયા સાથે ખૂબ દરીન્દગીભર્યું કૃત્ય કર્યું હતું. દિલ્લીમાં થયેલ આ કૃત્યથી આખા દેશમાં અને દેશની સાથે સાથે દુનિયામાં પણ એક ધ્રુજારી ફરી ગઈ હતી.

image source

ત્યારબાદ ફાસ્ટટ્રેક કોર્ટમાં થયેલી સુનાવણીમાં નીચલી અદાલત પછી દિલ્લી હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટે પણ ચારેવ અપરાધીઓની ફાંસીની સજા પર મહોર લગાવી ચુકી છે. નિર્ભયાના દોષીઓ અક્ષય, પવન, મુકેશ અને વિનયના ડેથ વોરંટ પર ૭ જાન્યુઆરીના રોજ પટિયાલા હાઉસ કોર્ટ સુનાવણી કરશે. નિર્ભયા રેપ કેસ ખૂબ જઘન્ય કૃત્ય છે માટે તેમાં ક્યુરેટિવ પિટિશન કે રાષ્ટ્રપતિ દયા યાચીકાની આશા નહિવત જેવી છે.

image source

હાલ આ ચારેવ કેદીઓને તિહાડ જેલની સેલ ન. ૨ અને ૪ માં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ જ્યારે કાનૂની પ્રક્રિયા પતી ગયા પછી તેઓને જ્યારે કોર્ટ દ્વારા બ્લેક વોરન્ટ જારી કરવામાં આવશે ત્યારે તેઓને ફાંસીના ફંદાની નજીકની સેલ ન. ૩માં લઈ જવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ