ક્રિકેટ જગતના એવા રેકોર્ડસ જે જાણીને ક્રિકેટ પ્રેમીઓને પણ લાગશે નવાઇ, જોઇ લો તસવીરોમાં તમે પણ

ક્રિકેટ-જગતના કેટલાક અજાણીતા રેકોર્ડો જે તમને ચોંકાવી દેશે…

૧. ડાયમંડ ડક (૦ બોલ ૦ રન)

image source

ભુવનેશ્વર કુમાર એવો બીજો બેટ્સમેન છે જે રન આઉટ થયા વગર ડાયમંડ ડકમાં આઉટ થયો હતો. તે વાઈડ બોલમાં આગળ આવીને રમવા ગયો અને વિકેટકિપરે તેનું સ્ટમ્પીંગ કરી દીધું હતું.

૨. પહેલી ઓવરમાં વિકેટ

image source

શ્રીલંકાનો ફાસ્ટ બોલર શામીંડા એરંગા એવો બોલર છે જેણે તેની પ્રથમ ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હતી.

૩. બ્રેડમેનના છગ્ગા

image source

ડોન બ્રેડમેને તેમના સમગ્ર કરિયરમાં ફક્ત ૬ જ છગ્ગા માર્યા હતા. કારણ કે તેઓ એવું માનતા હતા કે બોલ જેટલો ઓછો હવામાં રહે, એટલી તમારી આઉટ થવાની શક્યતા વધે.

૪. વધારાના રન

image source

પાકિસ્તાન સૌથી વધારે, વધારાના એટલે કે એકસટ્રા રન આપવાનો રેકોર્ડ ધરાવે છે. આ ટીમે ૨૦૦૭માં ભારતની સામે બેંગ્લોરની ટેસ્ટની એક ઇનિંગમાં ૭૬ વધારાના રન આપ્યા હતા.

૫. નો ડક

image source

સાઉથ આફ્રિકાનો કેપ્લર વેસલ્સ તેની ૧૦૯ મેચની કારકિર્દીમાં એકવાર પણ ડકમાં આઉટ નથી થયો.

૬. ૧૦ વિકેટ

image source

શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરણ ટેસ્ટમાં સૌથી વધુ વખત ૧૦થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે સળંગ ૪ ટેસ્ટ મેચમાં ૧૦થી વધુ વિકેટ લીધી હતી. આટલું જ નહિ, આવું તેઓએ કારકિર્દીમાં ૨ વાર કર્યું છે. ૨૦૦૧ અને ૨૦૦૬માં મુરલીધરણએ સળંગ ૪ ટેસ્ટમાં ૧૦ વિકેટ લીધી હતી.

૭. નો વાઈડ બોલ

image source

વેસ્ટ ઈન્ડીઝના માઈકલ હોલ્ડીંગ એક પણ વાઈડ બોલ ન નાખવાનો અનોખો રેકોર્ડ ધરાવે છે. તેઓએ ટીમના વન-ડે કરિયરમાં ૯૦૦ થી પણ વધુ ઓવર(૫૪૭૩ બોલ ) એક પણ વાઈડ વગર નાખી હતી. તેમના પછી વેસ્ટ ઇન્ડીઝના જ જોએલ ગાર્નર આવે છે જેઓએ ૫૩૩૦ બોલ એક પણ વાઈડ વગર નાખ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ