ટ્રેનની ટિકિટને લઇને આવ્યા મોટા સમાચાર, જો તમારે પણ ટિકિટ બુક કરાવવાની હોય તો પહેલા વાંચી લો ‘આ’ માહિતી

નવા વર્ષના ગિફ્ટ તરીકે ઇન્ડિયન રેલવે એ યાત્રીઓને ભાડામાં વધારાની ગિફ્ટ આપીને એક ઝટકો આપ્યો છે. નવા રેલવે ભાડા ૧ જાન્યુઆરીથી અમલમાં આવશે.

નવા વર્ષમાં ઇન્ડિયન રેલવેએ ભાડામાં વધારો કરીને એક તગડો ઝટકો આપ્યો છે. નવા રેલવે ભાડા ૧ જાન્યુઆરીથી લાગુ થશે. લાંબા અંતરની યાત્રા કરનાર મુસાફરોને યાત્રાના ભાડામાં મોટી અસર જોવા મળશે. રેલવેએ ૪ પૈસા પ્રતિ કિલોમીટર સુધીની યાત્રા ભાડામાં વધારો કરાયો છે.

image source

રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેન માટે ૨ પૈસા પ્રતિ કિલોમીટર અને એસી ટ્રેનના ભાડામાં ૪ પૈસા પ્રતિ કિલોમીટર વધારો કરાયો છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રેલયાત્રાનુ ભાડા વધારાને લઈને સીપીઆઈ નેતા સીતારામ યેચુરીએ મોદી સરકાર પર હલ્લો કરતા બોલ્યા છે. સીપીઆઈ નેતા સીતારામ યેચુરીએ સરકારના આ નિર્ણયની આલોચના કરતા ટ્વીટ કર્યું છે કે આ સરકારની લોકોને ન્યુ યર ગિફ્ટ છે.

કેટલું છે રેલવેનું વધેલું ભાડા.:

image source

ઓર્ડિનરી નોન એસીનું ભાડું:

  • સેકન્ડ કલાસ ઓર્ડિનરી ભાડા: ૧ પૈસો પ્રતિ કિલોમીટર.
  • સ્લીપર કલાસ ઓર્ડિનરી ભાડું:૧ પૈસો પ્રતિ કિલોમીટર.
  • ફર્સ્ટ કલાસ ઓર્ડિનરી ભાડું: ૧ પૈસો પ્રતિ કિલોમીટર.

મેલ/એક્સપ્રેસ નોન એસી ભાડા:

  • સેકન્ડ કલાસ (મેલ/એક્સપ્રેસ): ૨ પૈસા પ્રતિ કિલોમીટર.
  • સ્લીપર કલાસ (મેલ/એક્સપ્રેસ): ૨ પૈસા પ્રતિ કિલોમીટર.
  • ફર્સ્ટ કલાસ(મેલ/ એક્સપ્રેસ): ૨ પૈસા પ્રતિ કિલોમીટર.
image source

એસી ક્લાસના ભાડા:

  • એસી ચેર કાર: ૪ પૈસા પ્રતિ કિલોમીટર.
  • એસી ૩ ટીયર /૩E : ૪ પૈસા પ્રતિ કિલોમીટર.
  • એસી ફર્સ્ટ કલાસ/ઇકોનોમી કલાસ/EA: ૪ પૈસા પ્રતિ કિલોમીટર.

તેમજ, ઉપનગરીય( સબ અર્બન) રેલ સેવા અને સિઝન ટિકિટના ભાડામાં કોઈ બદલાવ કરાયો નથી.

રિવાઇઝ થશે જુના ભાડા:

રેલવે મંત્રાલય તરફથી જાહેર કરાયેલ સર્ક્યુલરમાં કહેવાયું છે કે રાજધાની, શતાબ્દી, દુરન્તો, વંદે ભારત, તેજસ, હમસફર,મહામના, ગતિમાન, અંત્યોદય, ગરીબ રથ, જન શતાબ્દી, રાજ્ય રાની, યુવા એક્સપ્રેસ, સુવિધા અને સ્પેશિયલ ટ્રેન, એસી મેમુ(નોન સબ અર્બન), એસી ડેમુ(નોન સબ અર્બન), જેવી ટ્રેનોનું કલાસ મુજબ નવા ભાડાને જોતા રિવાઇઝ કરવામાં આવશે. જો કે સર્ક્યુલરમાં એ પણ કહેવાયું છે કે રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ ચાર્જ વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં નહિ આવે. ટિકિટો પર જીએસટી લગાવવામાં આવશે.

આવી રીતે સમજીશું ભાડાનું ગણિત.:

image source

નવી દિલ્લીથી પટનાનું અંતર લગભગ ૧૦૦૦ કિલોમિટર છે. જો આપ દિલ્લી થી પટના સુધી ઓર્ડિનરી નોન એસી ટ્રેનથી મુસાફરી કરો છો તો આપને વધેલા ભાડા મુજબ ૧૦ રૂપિયા વધારે ભાડું આપવાનું રહેશે. જો આપ નવી દિલ્લીથી પટના માટે નોન એસી મેલ/એક્સપ્રેસથી મુસાફરી કરો છો તો આપને વધેલા ભાડા મુજબ ૨ પૈસા પ્રતિ કિલોમીટર એટલે કે આશરે ૨૦ રૂપિયા જેવું વધારે ભાડું ચૂકવવાનું રહેશે. ત્યાંજ, આ મુસાફરી આપ એસી ક્લાસમાં કરો છો તો આપે ૪૦ રૂપિયા વધારાનું ભાડું ચૂકવવાનું રહેશે.

રેલવેના સૂત્રોના કહ્યા મુજબ સંસદીય સમિતિઓની વિનંતીઓ અને પરિચાલન અનુપાતના વધતા દબાણને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. જણાવીએ કે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ આ પગલાંને લીલીઝંડી મળી ગઈ છે.

આટલી વધશે રેલવેની આવક:

image source

રેલવે દ્વારા ભાડા વધાર્યા પછી રેલવેની આવકમાં પ્રતિ વર્ષ ચાર હજાર કરોડ થી પાંચ હજાર કરોડનો વધારો થશે. એટલુ જ નહીં, એનાથી રેલવેના પરિચાલન વ્યવસ્થામાં પણ સુધારો આવશે.

આટલા માટે ભાડા વધારવામાં આવી રહ્યા છે.

image source

પાછલા કેટલાક વર્ષોથી ભારતીય રેલવેએ સીધી રીતે યાત્રીઓના ભાડામાં કોઈ વધારો કરાયો હતો નહિ. રેલવે ખોટમાં ચાલી રહી છે અને આર્થિક સ્થિતિમાં જરૂરી સુધારો થયો નથી. રિફંડ નિયમોને બદલવાથી પણ કોઈ ખાસ ફાયદો થયો નથી. એટલે પરિચાલન વ્યવસ્થાને સંતુલિત રાખવા માટે ભાડા વધારો જરૂરી છે. જણાવી એ કે ડીઝલ અને વીજળી જેવા જરૂરી ખર્ચ વધવાથી રેલવેની પરિચાલન વ્યવસ્થામાં ૯૮.૪ ફિસદીથી વધારે થઈ ગયું છે, જે અત્યાર સુધીનું સર્વાધિક સ્તર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ