ફાંસીની તારીખ ટળતા ગુસ્સે ભરાયેલા નિર્ભયાના માતાએ કહ્યું, ‘દેશમાં ન્યાયથી વધારે ગુનેગારોને સપોર્ટ કરવામા આવી રહ્યા છે’

ફાંસીની તારીખ ટળતા નિર્ભયાના માતા ગુસ્સે ભરાયા – સાત-સાત વર્ષથી કોર્ટના પગથિયા ઘસી રહ્યા છે

નિર્ભયા ગેંગરેપના આરોપીઓનો ગૂનો ઘણા સમય પહેલાં સાબિત થઈ ગયો છે તેમ છતાં તેણીની માતાને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે. આ ત્રીજીવાર બન્યું છે કે નિર્ભયા ગેંગરેપના ચાર દોષિઓની ફાંસીની તારીખ ટળી ગઈ હોય. આ પહેલાં પટિયાલા કોર્ટે ત્રણ માર્ચ એટલે કે મંગળવાના રોજ ગૂનેગારોને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. પણ છેલ્લી ઘડિયે ફરી એકવાર આગલા આદેશ સુધી ફાંસી રોકી દેવામાં આવી છે. તે બાબતે કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જ્યારે પવન કુમાર ગુપ્તાની દયા અરજીનો રાષ્ટ્રપતિએ હજુ સુધી કોઈ જવાબ ન આપ્યો હોવાથી ત્યાં સુધી ફાંસી આપી શકાય નહીં.

image source

છેલ્લા સાત વર્ષથી નિર્ભયાના માતા આશા દેવી પોતાની મૃત દીકરીને ન્યાય અપાવવા માટે કોર્ટના પગથિયા ઘસી રહ્યા છે. તેમનું કહેવું છે કે ન્યાયમાં થઈ રહેલું મોડું સિસ્ટમની નિષ્ફળતા દર્શાવી રહ્યું છે. સિસ્ટમના આવા વર્તનથી લોકોને એવો મેસેજ પહોંચી રહ્યો છે કે દેશમાં ન્યાયથી વધારે ગુનેગારોને સપોર્ટ કરવામા આવી રહ્યા છે. જેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આપણી સિસ્ટમ પણ ગુનેગારોના બચાવ માટે જ છે.

image source

તેમણે અત્યંત નિરાશા સાથે જણાવ્યું છે કે હવે સુપ્રીમ કોર્ટ, પટિયાલા કોર્ટ અને સરકારને એ પૂછવું જોઈએ કે બધાજ દોષીઓને ફાંસી ક્યારે આપવામાં આવશે. હું રોજ હારું છું અને ફરી પાછું લડવા માટે ઉભી થઈ જાઉં છું. આજે ફરી એકવાર હારી ગઈ છું. પણ હું હાર તો બિલકુલ નહી માનું. અને તે દરેક દોષીને ફાંસીના તખ્તા સુધી પહોંચાડીને જ રહીશ.

image source

નિર્ભયાની માતાએ પોતાનો ગુસ્સો પ્રદર્શિત કરતાં જણાવ્યું, તેમને ફાંસી તો આપવી જ પડશે, કારણ કે જો તેઓ કહેતા હોય કે બંધારમણાં સજા જેવી કોઈ જોગવાઈ છે તો નિર્ભયાથી વધારે ભયાનક ગુનો બીજો કોઈ ન હોઈ શકે. તેણી સાથે જે હદે ક્રૂરતા આચરવામાં આવી, તેમ છતાં છેલ્લા 7 વર્ષથી તેને ન્યાય અપાવવા માટે હું સંઘર્ષ કરી રહી છું અને સરકાર, સુપ્રીમ કોર્ટ અને પટિયાલા કોર્ટ તમાશો જોઈ રહ્યા છે. રોજ રોજ કોઈને કોઈ બાળકીને બાળી નાખવામાં આવી રહી છે પણ તેમના કાન સુધી આ બધું નથી પહોંચી રહ્યું.

image source

જ્યારે નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહ હજુ શાંત છે તેમણે જેલ પ્રશાસનની ખામી કાઢી છે, જે હેઠળ ફાંસી ટળી છે. તેઓ જણાવે છે કે તેમાં કોઈનો વાંક નથી, આ પ્રક્રિયાનો જ એક ભાગ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નહોતા, તેમના આવ્યા પછી દોષીની યાચિકા ત્યાં પહોંચી છે. આ પ્રક્રિયા થવાની જ હતી. આશા છે કે આગલી ડેટ જે હશે તે ફાઈનલ હશે. ગુનેગારોને ફાંસી તો થઈ નેજ રહેશે.

શા માટે ડેથ વોરન્ટ રદ થયું ?

image source

કોર્ટે જણાવ્યું કે પિડિત પક્ષ સાથે ઉભા રહેવા છતાં, અમારો વિચાર છે કે સજા પામેલ મુજરીમને એ લાગણી ન હોવી જોઈએ કે દેશના ન્યાયાલયોએ યોગ્ય રીતે કામ ન કર્યું અને તેને તેના ન્યાયિક હક્કોનો ઉપયોગ કરવા ન મળ્યો.

તમને જણાવી દઈએ કે હજુ સુધી રાષ્ટ્રપતિ પાસે ગયેલી દોષીની યાચિકાનો જવાબ આપવામા આવ્યો નથી, માટે 2 માર્ચ 2020 સવારે દોષિઓને થનારી ફાંસી પછીના આદેશ સુધી રોકી દેવામા આવી છે. કોર્ટના આ આદેશની કોપી દોષીતોને અનિવાર્ય સૂચના તરીકે આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ