અક્ષય કુમારની સૂર્યવંશીનું ટ્રેલર લોન્ચ, ટ્વિટર પર લોકો આ રીતે લઇ રહ્યા છે મજા

અક્ષય – રોહીત શેટ્ટીની સૂર્યવંશીનું ટ્રેલર થયું લોંચ ટ્વીટર પર આ રીતે લોકો લઈ રહ્યા છે મજા

image source

તાજેતરમાં અક્ષય કુમારની સૂર્યવંમશી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોતાં આ ફિલ્મ પણ રોહીત શેટ્ટીની અન્ય ફિલ્મોની જેમ એક્શનથી ભરપૂર છે. લોકોને અક્ષયની ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ આવી રહ્યું છે.

પણ આ ટ્રેલરને લઈને ટ્વીટર પર લોકો ટ્રેલરની મજાક ઉડાવીને મજા પણ લઈ રહ્યા છે. ઘણા લાંબા સમયથી અક્ષય તેમજ રોહીત શેટ્ટીના ફેન્સને સૂર્યવંશી ફિલ્મની રાહ હતી અને છેવટે ફિલ્મનું ટ્રેલર લોંચ થઈ ગયું છે ત્યારે કેટલાક નેટીઝન્સ પોતાની ક્રીએટીવીટીને બતાવતા રોકી નથી શક્યા.

image source

ટ્રેલરના કેટલાક ડાયલોગ્સના લોકોએ મિમ્સ બનાવવાનું શરૂ કરી દીધું છે અને કેટલાક યુઝર્સ તો તેને ટ્વીટ પર શેર પણ કરવા લાગ્યા છે. તો ચાલો અમે તમને જણાવીએ કે લોકોએ આ ફિલ્મના ટ્રેલરને લઈને શું શું રમૂજો શેર કરીઃ

અતુલ યાદવ નામના એક ટ્વીટર અકાઉન્ટે સૂર્યવંશીને લઈને કંઈક આ પ્રમાણે ટ્વીટ કર્યું છે, “હોલીવૂડઃ અમારી પાસે માર્વેલ યુનિવર્સ છે,

બોલીવૂડઃ રોહીત શેટ્ટી કોપ યુનિવર્સ વિષે સાંભળ્યું છે ?”

તો વળી આવારાપન નામના એક ટ્વીટર અકાઉન્ટ પર એક ખૂબ જ રમૂજી મીમ શેર કરવામા આવ્યો છે. જે આ પ્રમાણે છે

મારા માતાપિતાને જ્યારે એવું પુછીએ કે સગાસંબંધીઓ ક્યારે આવી રહ્યા છે ત્યારે તેઓ કહે છે “તે લોકો ક્યારે આવશે તે હું નથી જાણતો પણ તે લોકો આવશે ચોક્કસ.” આ ડાયલોગ સૂર્યવંશી ફિલ્મના ટ્રેલરમાં જાવેદ જાફ્રી દ્વારા બોલવામાં આવ્યો છે.

તો જોહ્ન વીક નામના એક ટ્વીટર અકાઉન્ટ હોલ્ડરે રણવીરના એક ડાલોગનો મિમ્સ શેર કરતાં લખ્યું છે કે હું આઈઝેક ન્યૂટનને આ ટ્રેલર જોયા બાદ પુછું છું, “ઇધર અલગ લેવલ કા ધાંધલી ચલ રહા હૈ” (આ રણવીર સિંહનો ડાયલોગ છે).

સની નામના એક ટ્વીટર યુઝરે સૂર્યવંશીની બીગ સ્ટારકાસ્ટને લઈને એક મીમ ટ્વીટે કર્યો છે જેમાં શાહીદ કપૂરની ફીલ્મ ચૂપ ચૂપકેનો એક ડાલોગ શેર કરવામા આવ્યો છે, “ઇસે મૂવી ક્યોં કેહ રહે હો, જિલ્લા ક્યોં ઘોષિત નહીં કર રહે હો.”

તો વળી ડીજે નામના ટ્વીટર અકાઉન્ટ પર અક્ષય કુમારના ડાયલોગ “તુમ્હારે તરહ 40 લોગ ઔર હૈ” નો મિમ શેર કર્યો છે જે તેણે નોકરી મેળવવા જતાં ફ્રેશરને ધ્યાનમા રાખીને શેર કર્યો છે. કે જેઓ પગાર માટે કંપની તરફથી મોટી મોટી અપેક્ષા રાખતા હોય છે.

આવા તો ઘણા બધા મીમ્સ તમે ટ્વીટર પર જોઈ શકો છો જેમાંના કેટલાક અમે અહીં શેર કર્યા છે. તમે પણ મીમ્સ વાંચીને તમારું હસવાનું નહીં ખાળી શકો.

તમને જણાવી દઈએ કે ફીલ્મ સૂર્યવંશી, 24મી માર્ચે થિયેટરમાં રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે મુખ્ય પાત્રમાં કેટરીના કૈફ પણ જોવા મળશે અને ટ્રેલર પરથી એવુ લાગી રહ્યું છે કે ફીલ્મના ક્લાઈમેક્સમાં રોહીત શેટ્ટીની પોલીસ ત્રીપૂટી એટલે કે અજય – રણવીર – અક્ષય ત્રણે સાથે દુશ્મનોનો ખાતમો બોલાવતા જોવા મળશે.

image source

આ ફિલ્મનું ડીરેક્શન રોહીત શેટ્ટીએ કર્યું છે જ્યારે તેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ થયું છે. કેટરીન કૈફ અને અક્ષય કુમાર મોટા પરદા પર નવ વર્ષ બાદ જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ