ગર્ભમાં બાળકનુ ધડ માથાથી થઇ ગયુ અલગ,અને ડોક્ટર ભાગી ગઇ ત્યાંથી, કરુણ ઘટના વાંચીને તમને પણ થશે દુખ

પ્રસૂતિ દરમિયાન બાળકને બેદરકારીથી ખેંચવામાં આવતા માથું ધડથી અલગ થઈ ગયું, ડોક્ટરની બેદરકારીઃ ડીલીવરી દરમિયાન બાળકને ખોટી રીતે ખેંચતા માથુ ધડથી અલગ થઈ ગયું

image source

માતા-પિતા તેમજ સમગ્ર પરિવાર માટે બાળકનો જન્મ એક અત્યંત મહત્ત્વની ઘટના હોય છે. માતાપિતા પોતાના બાળકના આ દુનિયામાં આવતા પહેલાં જ કંઈ કેટલાએ સ્વપ્ન સેવી લે છે અને તેને કેટલાએ લાડ લડાવવાના વચન મનોમન આપી દે છે. પણ જો મહિનાઓની રાહ જોયા બાદ જ્યારે બાળક જન્મવાનું હોય અને તેવા જ સમયે બાળક નહીં પણ તેનો મૃત દેહ હાથમાં આવે તો તે માતાપિતાની પિડાને તો તમે કોઈ શબ્દમાં ન વર્ણવી શકો.

image source

આવી જ એક ઘટના તેલંગાણાના એક માતાપિતા સાથે બની છે. અને આ દુઃખ તેમના પર ડોક્ટરની બેદરકારીથી આવી પડ્યું છે. ડોક્ટરને આપણા સમાજમાં ભગવાનની જગ્યાએ ગણવામાં આવે છે કારણ કે તેઓ દર્દીને મોતના મોઢામાંથી બચાવી લાવે છે અને તેને નવું જીવન આપે છે પણ આ જ જીવ બચાવનાર ડોક્ટર જ્યારે બેદરકારી દાખવે છે ત્યારે તે મૃત્યુનું કારણ પણ બને છે.

image source

તેલંગાણાના નાગરકુલનૂલ જિલ્લાની આ કાળજુ કંપાવી નાખથી ઘટના છે. અહીં 23 વર્ષની સ્વાતીને પ્રસવ પીડા ઉપડી હતી અને તેણીને તરત જ અચામ્પેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં હતી. તેની સારવાર ડોક્ટર સુધા રાનીએ કરી રહી હતી. પરિવારજનોએ સુધા રાની પર આરોપ મુક્યો છે કે ડીલીવરી દરમિયાન સુધા રાની અચાનક જ ત્યાંથી ભાગી ગઈ હતી.

image source

ત્યાર બાદ પરિવારજનોને કહેવામાં આવ્યું કે સ્વાતિની સ્થિતિ બગડી રહી છે અને ત્યાંથી તેણીને તાબડતોડ 150 કીલોમીટર દૂર હૈદરાબાદની પેટલાબુર્જ મેટરનિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પણ તે પહેલાં નાગરકુલૂનુલની હોસ્પિટલ દ્વારા પરિવારજનોને એ નહોતું જણાવવામાં આવ્યું કે ડીલીવરી કરાવતી વખતે ગર્ભમાંના બાળકનું ધડ માથાથી અલગ થઈ ગયું હતું.

image source

જ્યારે હૈદરાબાદની હોસ્પિટલમાં સ્વાતિની સારવાર શરૂ કરવામાં આવી ત્યારે ત્યાં હાજર ડોક્ટરો માથા વગરના બાળકને સ્વાતિના ગર્ભમાં જોઈને આઘાતથી ચોંકી ઉઠ્યા હતા. છેવટે ડોક્ટરો દ્વારા સ્વાતિના પરિવારજનોને તેની જાણ કરવામાં આવી અને ત્યાર બાદ આચામ્ટે હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા હોબાળો મચાવતા તે જ સમયે ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને સાથે સાથે ડીસ્ટ્રીક્ટ કલેક્ટર ઇ સ્રીધરે અચામ્પ્ટે ગવર્નમેન્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તારા સિંઘને પણ સસ્પેન્ડ કરી દીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ