આ માણસને શરત જીતવી પડી ઘણી ભારે, કારણકે એની સાથે થયુ કંઇક એવુ કે..

કોઈ આપણને કહે કે તમારી મનપસંદ ખાવાની વસ્તુ કઈ ? તો મોટાભાગના લોકો પોતાનો ફેવરિટ નાસ્તાનું જ નામ લે.

image source

અને મોટાભાગની મહિલાઓ તો એક આઈટમનું નામ લે, પાણીપુરી.

અને તેમાંય આપણા મનપસંદ નાસ્તા કે ખાવાપીવાની અન્ય વસ્તુની હરીફાઈ યોજવામાં આવે તો?

આપણા ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાં ખાવા-પીવાની અલગ અલગ શહેરોમાં અનેક હરીફાઈઓ યોજવામાં આવતી હોય છે. ક્યાંક લાડુ ખાવાની સ્પર્ધા હોય તો ક્યાંક વળી પાણીપુરી ખાવાની સ્પર્ધા.

image source

કેમ મોં માં પાણી આવી ગયું ને, ખાવાની અને તેમાંય સ્પર્ધાની વાત આવે એટલે આપણે એનાથી પેટ અને શરીર પર શું વીતશે તેની પરવા કર્યા વિના ધૂમ કરતા કૂદી પડીએ છીએ. ખાવાની વાત આવે તો મોજ પડી જાય. પણ તાજેતરમાં જ ચીનમાં બનેલી એક ઘટનામાં એક યુવકને ખાવાની મોજ સોંસરવી નીકળી ગઈ.

વાત જાણે એમ છે કે ચીનની એક હોટલે પોતાના માર્કેટિંગ માટે એક જાહેરાત કરી કે જે કોઈ અમારી હોટલમાં સૌથી વધુ ચીલી બર્ગર ખાઈ શકશે તેને હોટલ તરફથી એક મહિના માટે ફરી ભોજન આપવામાં આવશે.

હોટલની આવી જાહેરાતથી લલચાઈને એક યુવકે ધડાધડ કેટલાય ચીલી બર્ગર આરોગી ગયો.

image source

એટલે સુધી કે એણે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ હરીફોથી વધારે ચીલી બર્ગર ખાઈ લીધા અને વિજેતા પણ બની ગયો. પરંતુ ઘરે પહોંચતા જ એને અનુભવ થયો કે આ તો ખોટું થઈ ગયું.

યુવકને અતિશય ભોજનને કારણે ઉલ્ટી થવા લાગી. તબિયત વધુ બગડતા ઘરવાળાઓએ તેને નાછૂટકે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

હોસ્પિટલના ડોક્ટરોએ યુવકની સ્થિતિ જોઈ તાત્કાલિક એન્ડોસ્કોપી સારવાર શરુ કરી તો માલુમ પડ્યું કે હદ ઉપરાંત ખાવાનું આરોગવાથી તેના પેટનો આંતરિક ભાગ ફાટી ગયો છે.

image source

એન્ડોસ્કોપી સારવારથી જાણવા મળ્યું કે યુવકના પેટની ઇનર લાઇનિંગ ક્ષતિગ્રસ્ત થઇ ગઈ હતી.

ત્યારબાદ ડોક્ટરોએ યુવકના પેટની સર્જરી કરી ઇનર લાઇનિંગનો જે ભાગ ફાટી ગયો હતો તેને બહાર કાઢવો પડ્યો અને જે બાકી ભાગને ઠીક કરવા તેને ફક્ત લીકવીડ ડાયટ પર રહેવા અને દવા દ્વારા સારવાર આપવામાં આવી.

image source

ચીનના આ કિસ્સાથી એક વાતનો તો આપણે બોધપાઠ લેવો જ રહ્યો કે ખાવાપીવાની ગમે તેવી શરત કે જાહેરાત હોય હંમેશા એ યાદ રાખવું કે ખાવાપીવાની વસ્તુ બીજાની હોય પણ પેટ તો પોતાનું જ છે. તેને ક્યારેય ઉકરડો ન બનાવાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ