પ્રિયંકા-નીકના ઘરે નન્હા મહેમાનનું આગમન, વાયરલ તસવીરો જોઇ લો તમે પણ

લગ્નની પ્રથમ એનિવર્સરી પહેલાં જ પ્રિયંકા-નિકના ઘરે આવ્યું નવું મહેમાન

પ્રિયંકા અને નિક અવારનવાર પ્રકાશમાં રહ્યા કરે છે. થોડા સમય પહેલાં તેમના નવા ઘરની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી તો ત્યાર બાદ પ્રિયંકાને મુંબઈની સડકો પર કાર ચલાવતી જોવામાં આવી હતી.

પણ આ વખતે આ બન્ને એક નવા જ કારણસર ચર્ચામાં આવ્યા છે અને તે છે તેમના લગ્નની પહેલી એનિવર્સરી પહેલાં જ ઘરમાં નવા મહેમાનનું આગમન.

image source

છેલ્લા થોડા સમયથી પ્રિયંકા અને નિક પોતાના કામના કારણે એકબીજાથી દૂર રહ્યા હતા. નિક પોતાની બેન્ડ ટૂઅરમાં વ્યસ્ત હતો તો વળી પ્રિયંકા પોતાની બોલીવૂડ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હતી. પણ ફરી એકવાર તેઓ એકબીજાની સાથે આવી ગયા છે.

વાસ્તવમાં પ્રિયંકા પોતાના પતિ નિકને ઘણા લાંબા સમયની જુદાઈ બાદ એક સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માગતી હતી અને આ સરપ્રાઇઝ ગિફ્ટ છે એક જર્મન શેફર્ટ પપી.

image source

જો કે નીક અને પ્રિયંકા માટે આ તેમના બાળક જેવું જ છે. તમે તસ્વીરમાં જોઈ શકો છો કે નીક કેવી રીતે પોતાના બાળકની જેમ આ બેબી જર્મન શેફર્ડને ભેટી રહ્યો છે.

નિક જ્યારે પોતાના બેડરૂમમાં મીઠી ઉંઘ લઈ રહ્યો હતો ત્યારે જ પ્રિયંકા અચાનક આ નાનકડા જર્મનશેફર્ડ પપીને લઈને તેનીપાસે પહોંચી ગઈ અને આ પપી પણ જાણે નીકને પહેલાંથી જ જાણતો હોય તેમ ઉઠાડવા લાગ્યો.

image source

શરૂઆતમાં તો નીક થોડો ચકિત થઈ ગયો પણ પછી તે પણ પપીને ભેટી પડ્યો.

પ્રિયંકાએ આ વિડિયો પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કરતા લખ્યું છે ‘એક જ ફ્રેમમાંઅઢળક ક્યુટનેસ, હેપ્પી ઓલમોસ્ટ એનિવર્સરી બેબી.’

image source

તો વળી નીકે પણ પ્રિયંકાની આ પોસ્ટને પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર રી પોસ્ટ કરી છે અને સાથે લખ્યું છે, ‘પ્રી આજની સવારે એક ઉત્તમ સરપ્રાઇઝ સાથે ઘરે આવી છે, અમારા નવા પપી ને મળો, તેનું નામ છે જીયો ધ જર્મન. હું સવારનો ઉઠ્યો ત્યારનું મારું સ્મિત રોકાઈ નથી રહ્યું, અને છેવટે ખ્યાલ આવ્યો કે શું થઈ રહ્યું હતું, થેંક યુ પ્રિયંકા ચોપરા.’

image source

તમને જણાવી દઈએ કે પ્રિયંકાના આ પપીવાળા વિડિયોને માત્ર આંઠ જ કલાકમાં 32 લાખ વ્યુઝ મળી ગયા છે. અને લોકોને આ વિડિયોમાં નીકનું રીએક્શન ખુબ જ ગમી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ ઉપરાંત પણ પ્રિયંકાએ નીકની પપી સાથે બીજી કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં નિક પપી સાથે રમી રહ્યો છે તેને વહાલ કરી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નીકને કૂતરાઓ ખુબ જ પસંદ છે પ્રિયંકા પાસે પહેલેથી જ એક કુતરું છે જેનું નામ તેણે લિટલ ડીડી રાખ્યું છે. પ્રિયંકા તેની તસ્વીરો પણ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કરતી રહે છે.

તેણીએ પોતાના પપીની ઇન્સ્ટાગ્રામપોસ્ટ માટે એક અલગ સેક્શન પણ રાખ્યો છે.પ્રિયંકા તો નેટ ફ્લિક્સની આગામી બે ફિલ્મોમાં જોવા મળવાની છે.

image source

પણ નીક જોનાસ ફરી એકવાર જુમાન્જી ધ નેક્સ્ટ લેવલમાં, ધ રોક ઉર્ફે ડોને જોન્સન જોડે જોવા મળશે. હાલ આ ફિલ્મના બાકીના સ્ટાર્સ તેના પ્રમોશનમાં પ્રેસ ટુઅર પર છે જ્યારે નીકે પ્રિયંકા સાથે સમય પસાર કરવાનુ પસંદ કર્યું છે. હવે પ્રિયંકા ના ફેન્સ પોતાની પ્રથમ લગ્ન એનિવર્સરી કેવી રીતે ઉજવવાની છે તેની તસ્વીરોની રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ