બ્લોક થયેલી ધમનીઓ ખોલવા ના કરો અધધધ…રૂપિયાનો ખર્ચો, જાણી લો તેનો આ ઉપાય

ધમનીઓને ખોલવાનો એકમાત્ર ઉપાય સર્જરી જ નથી, દવાથી પણ આ કામ શક્ય

image source

રોજની દાડધામ ભરેલી લાઈફસ્ટાઈલના કારણે સ્ટ્રેસ વધી જાય છે અને તેના કારણે નાની ઉંમરમાં પણ લોકોને હૃદયની બીમારીઓ થઈ જાય છે. હૃદય રોગથી પીડિત લોકોની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધારો થઈ રહ્યો છે.

પહેલા આ બીમારી વૃદ્ધ થયા બાદ લાગુ પડતી પરંતુ હવે 22 વર્ષના યુવાનને પણ હાર્ટ એટેક આવી જાય છે. હાર્ટની બીમારી થયા બાદ ઘણા કેસમાં તો ઓપરેશન કરવું પડે છે.

જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થઈ જાય છે ત્યારે ઓપરેશન કરી તેને દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ જીવનભર દર્દીએ કેટલીક બાબતોની કાળજી લેવી પડે છે.

image source

પરંતુ અમેરિકામાં એક મોટા અધ્યયનએ બાયપાસ સર્જરી અને સ્ટેંટ પર પ્રશ્ન ઊભા કર્યા છે. સ્ટડી અનુસાર જે દર્દીઓની સારવાર દવાથી થઈ હતી તેમને એવા લોકોની સરખામણીમાં ઓછા હાર્ટ એટેક આવ્યા જેણે બાયપાસ સર્જરી કરાવી હોય કે સ્ટેંટ મુકાવ્યા હોય.

આ નિષ્કર્ષ તે દર્દીઓ સાથે સંબંધિત છે જેમની ધમનીમાં વધારે બ્લોકેજ હતા. સ્ટેંટિંગ અને બાયપાસથી અંજાઈનાના કારણે છાતીમાં દુખાવાની તકલીફ ધરાવતા કેટલાક દર્દીઓને લાભ થયો છે.

image source

અમેરિકન હાર્ટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં આ રિસર્ચને રજૂ કરવામાં આવી હતી. બેલર મેડિકલ કોલેજ હ્યુસ્ટનમાં કાર્ટિએક કેર સેન્ટરના ડાયરેક્ટર ડો. ગ્લેન લેવાઈન કહે છે કે આ મહત્વપૂર્ણ પરિક્ષણ છે.

સ્ટડીના પરિણામોને અમેરિકન હાર્ટ એસોસિએશનની સારવારની ગાઈડલાઈનમાં જોડવામાં આવશે.આ સ્ટડી અન્ય તમામ સ્ટડી કરતાં અલગ છે જેનું કહેવું છે કે સ્ટેંટ અને બાયપાસનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે.

સર્જરી અને દવાઓમાં ફરક

image source

ઈસ્કીમિયા નામની નવું સંશોધન મોટું છે. તેનું સ્વરૂપ પણ વ્યાપક છે. તેનું લક્ષ્ય સ્ટેંટ અને બાયપાસના ફાયદા પર ઊભા થયેલા પ્રશ્નોના સમાધાન કરવાનું છે. સ્ટડીમાં 5179 લોકો પર સાડા ત્રણ વર્ષ સુધી નજર રાખવામાં આવી હતી.

તમામ દર્દીઓને હૃદયની ધમનીઓમાં ગંભીર અને હળવા બ્લોકેજ હતા. જે લોકોને સ્ટેંટ કે બાયપાસ સર્જરીથી સારવાર કરાવી હતી તેમાંથી 145 લોકોના મોત થયા હતા. તેમની સરખામણીમાં માત્ર દવા લેતા દર્દીઓના સમુહમાંથી 144 લોકોના મોત થયા હતા.

image source

સ્ટેંટ અને બાયપાસ સમૂહવાળા લોકોને હાર્ટ એટેકની સંખ્યા 276 હતી જ્યારે દવા લેતા લોકોમાં આ આંકડો 314 હતો.

શોધકર્તાઓએ જાણ્યું કે કોઈ દર્દીની ધમની સાંકળી થઈ ગઈ હોય તો કોઈ એક જગ્યા પર બ્લોક નહીં હોય, તેની સંપૂર્ણ ધમનીમાં બ્લોકેજ હશે. એટલા માટે કહી ન શકાય તે કયા બ્લોકેજના કારણે થયો છે.

image source

સ્ટેંટ અને બાયપાસથી માત્ર તે ભાગની સારવાર થાય છે જ્યાં ધમની સાંકળી થઈ ચુકી હોય. પરંતુ દવાઓ લેવાથી ધમનીઓની સંપૂર્ણ સિસ્ટમની સારવાર શક્ય છે.

સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં કાર્ડિયોલોજીના ડાયરેક્ટર ડો. ડેવિડ મેરોન કહે છે કે જ્યારે પણ કોઈ ડોક્ટર બ્લોકેજ જુએ છે તો તેનાથી દર્દીને તુરંત છુટકારો મળે તે માટે તેને સ્ટેંટિંગ કે સર્જરી કરવાનું જણાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ