ભૂલથી પણ હવેથી ના કરતા આ પાંચ વસ્તુઓની લેતી-દેતી, નહિં તો…

આ પાંચ વસ્તુઓની ન કરવી લેતી-દેતી, ધન અને સ્વાસ્થ્ય થશે ખરાબ

પૈસાની લેવડદેવડ લોકો વચ્ચે થાય તે સામાન્ય વાત છે. દરેક વ્યક્તિને તેના જીવનમાં અમુક સમયે પૈસાનો વ્યવહાર કરવો જ પડે છે કારણ કે તેના વિના લોકોના કોઈ કામ થતા નથી. જો કે કેટલાક લોકો પૈસા ઉપરાંત તેમના નજીકના લોકો સાથે તેમનો સામાન પણ બદલતા હોય છે. પછી તે કપડાંથી લઈ પેન સુધીની નાની વસ્તુઓ પણ હોય શકે છે.

image source

આવી વસ્તુઓના થતા વ્યવહારની ક્યારેય કાળજી લેવામાં આવતી નથી. પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુઓના વ્યવહારની આપણા જીવન પર ઘણી અસર પડે છે. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈની વસ્તુનો ઉપયોગ કરો છો તો તેની સાથે જોડાયેલી નકારાત્મક ઊર્જા પણ તમારી પાસે આવી જાય છે. આ ઊર્જા તમારા ખરાબ દિવસોની શરૂઆત બની શકે છે. તેથી જો તમારે ખરાબ દિવસોથી બચવું હોય તો આ 5 વસ્તુઓની આપ લેથી હંમેશા બચવું.

દાંતિયા

image source

ઘરમાં સાથે રહેતા સભ્યો એકબીજાના દાંતિયાનો ઉપયોગ કરતા હોય તે તો સામાન્ય ગણાય છે. પરંતુ શાસ્ત્રોની વાત માનીએ તો અન્યના દાંતિયાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આમ કરવું ત્વચા માટે અને આર્થિક સ્થિતિ માટે યોગ્ય નથી. પતિ, પત્નીએ પણ એકબીજાની આ વસ્તુનો ઉપયોગ કરવાની આદત બદલવી જોઈએ.

પેન

image source

વેદોમાં કહેવાયું છે કે પોતાની પેન અન્ય કોઈને ઉપયોગ કરવા આપવી જોઈએ નહીં. જો આપણે કોઈની પેન લઈએ છીએ તો તેનાથી ખરાબ આર્થિક સ્થિતિને આમંત્રણ મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું કે અન્યની પેન વાપરવા લેવી નહીં અને અન્યને પેન આપવી પણ નહીં. આમ કરવાથી વિદ્યાની દેવી નારાજ થાય છે.

ઘડિયાળ

image source

ઘડિયાળ કોઈપણ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી હોય છે. એટલા માટે કોઈની ઘડિયાળ ક્યારેય માંગવી જોઈએ નહીં. આમ કરવાથી પ્રોફેશન લાઈફમાં સમસ્યાઓ આવે છે. ઘડિયાળ કોઈને ગિફ્ટમાં પણ આપવી જોઈએ નહીં. ઘડિયાળ ગિફ્ટ કરવાથી ભાગ્ય નારાજ થાય છે અને ગિફ્ટ જેને આપો છો તેને પણ નુકસાન થાય છે.

વીંટી

image source

જીવનમાં સોનું પહેરવાનો શોખ હોય લોકો અન્યના ઘરેણા પહેરવા લેતા હોય છે. જો કે તેઓ ચોક્કસપણે તેને પરત પણ કરે છે. પરંતુ તેમ છતાં ક્યારેય ઈચ્છા થાય તો પણ કોઈની વીંટી ઉધાર લેવી જોઈએ નહીં. કહેવાય છે કે જે પણ આમ કરે છે તેના જીવનમાં સમસ્યાઓ એક પછી એક આવતી જ રહે છે.

કપડા

image source

બીજાના નવા નવા કપડા પહેરવાનો શોખ દરેકને હોય છે. પરંતુ શું તમે જાણો છો કે અન્યના કપડા પહેરવાથી ભાગ્ય ખરાબ થાય છે. જો તમે કોઈના કપડા પહેરો છો તો તમે તમારી જાતે જ તમારા દુર્ભાગ્યને આમંત્રણ આપી રહ્યા છો. તેથી હંમેશા પોતાના જ કપડા પહેરવાની ટેવ રાખો અને પોતાના કપડા અન્યને આપવાનું પણ છોડી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ