BIG Breaking: દિગ્ગજ ક્રિકેટર કપિલદેવને હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં ખસેડાયા, તબીયત સ્થિર

ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે અને સમાચાર છે કે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કપિલ દેવ માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ તેઓ જોખમની બહાર છે.

image source

કપિલ દેવના હાર્ટ એટેકની વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ કપિલ દેવના સ્વાસ્થ્ય માટે તેમના ફેન્સ પ્રાર્થના કરતાં ટ્વીટ કરી રહ્યા છે. ક્રિકેટ ચાહકો જલ્દીથી તેની તબિયત સારી થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશે પહેલો વર્લ્ડ કપ કપિલ દેવની કપ્તાની હેઠળ જીત્યો હતો. કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ 1983માં ટીમ ઇન્ડિયાએ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.

image source

કપિલ દેવે તેની કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વન ડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટનો રેકોર્ડ છે. વન ડેમાં તેમણે 3783 રનની મદદથી 2583 વિકેટ ઝડપી હતી. તેમણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1994માં ફરીદાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. આ પછી કપિલ દેવ ઘણી મેચોમાં કમેન્ટેટક રીકે પણ જોવા મળ્યા હતા.

કપિલ દેવ છેલ્લી વખત ફેબ્રુઆરી 2020 માં ચર્ચામાં આવ્યા ત્યારે બાંગ્લાદેશે ભારતને 3 વિકેટથી હરાવીને ICC U19 World Cup જીત્યો હતો. બાંગ્લાદેશની આ પ્રથમ ટાઇટલ જીત હતી. આ ખિતાબ જીત્યા બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સામે આક્રમકતા દેખાડી હતી. તેની સામે ભારતીય ખેલાડીઓએ પણ સંયમ ગુમાવ્યો હતો.

બાદમાં આઇસીસીએ બાંગ્લાદેશના 3 અને ભારતના 2 ખેલાડીઓ સામે કાર્યવાહી કરી હતી. તેના પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે બીસીસીઆઈ પાસે માંગ કરી હતી કે તેમણે પણ ભારતીય ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી તેમને સંયમ રાખવાનો પાઠ મળે અને તેઓ ભવિષ્યમાં આવી હરકત કરે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ